Chitralok

રસિકા દુગલ : ફિલ્મનું નિર્માણ કરવું એ તો એક સામૂહિક પ્રક્રિયા છે

By GS Team
30 Jul 20262 mins read
રસિકા દુગલ : ફિલ્મનું નિર્માણ કરવું એ તો એક સામૂહિક પ્રક્રિયા છે
  • 'એફટીઆઈઆઈના પહેલા વર્ષના ક્લાસરૂમમાં મારી બેઠક, હોસ્ટેલના વાસણોની સુગંધ અને એક સિનિયર દ્વારા આપવામાં આવેલી પાર્ટીમાં હાજરી આપવાનો અનોખો રોમાંચ… કશું ભૂલાયું નથી!'

જીવનમાં આવતા વિવિધ પ્રસંગો વેળા એક સરખો સમય આવી આપણને તેની અનેરી અનુભૂતિ કરાવે છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ૨૦૦૬માં પણ રસિકા દુગલ જ્યારે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સિટ્ટયુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માંથી તેનો અભિનયનો અભ્યાસક્રમ પૂરો કરી મુંબઈ ભણી રવાના થઈ ત્યારે આકાશમાંથી વરસાદના છાંટણાં પડી રહ્યા હતા. અત્યારે ૨૦ વર્ષ પછી પણ તેણે જ્યારે આ ઇન્સ્ટિટયૂટની ફરી મુલાકાત લીધી ત્યારે મેઘરાજાનું સામ્રાજ્ય વ્યાપેલું છે. ગયા અઠવાડિયે રસિકાએ જ્યારે પુણેની ફરી મુલાકાત લીધી ત્યારે વાતાવરણ એવું જ હતું. 'મિરઝાપુર'ની આ અભિનેત્રીએ તે વિસ્તારના પરિસરની મુલાકાત લીધી ત્યારે તેના હાથમાં છત્રી હતી, જીન્સનું પેંટ વાળીને ઊંચુ ચડાવેલું હતું- તેણે કોરિડોર અને ક્લાસટ્રમ્સની મુલાકાત લીધી.
'આ સમયે સંખ્યાબંધ સ્મૃતિઓ મારા મનમાં તાજી થઈ ગઈ. ઘણી બાબતો એવી હતી કે જેની મને જાણ નહોતી, છતાંય તે મનસ્મૃતિ પર ઝળકી ઉઠી,' એમ રસિકા કહે છે સાથે ઉમેરે છે, 'મારા પહેલા વર્ષના ક્લાસરૂમમાં મારી બેઠક, હોસ્ટેલના વાસણોની સુગંધ અન ેએક વરિષ્ઠ દ્વારા આપવામાં આવેલી પાર્ટીમાં હાજરી આપવાનો અનોખો રોમાંચ… આ સિનિયરે તેની ડિપ્લોમાં ફિલ્મ પાર્ટી-સીન શૂટ કરવાની જરૂર હતી. એક વૃક્ષ હેઠળ ગાવાનું, મુવી થિયેટરની શાંતિ જ્યાં અમે દરેક ફ્રેમ પર નિષ્ઠાપૂર્વક અમારું ધ્યાન આપ્યું… હું આગળ વધી શકું છું.'
આ મુલાકાત વેળા પણ… મારા વિદ્યાર્થીકાળ દરમિયાન સહયોગી ભાવનાની યાદોં તાજી થઈ ગઈ. સાઉન્ડ સ્ટુડિયોમાં એક પ્રોજેક્ટ પર વિદ્યાર્થીઓના જૂથને સાથે કામ કરતાં જોઈને તેને એ સમય યાદ આવી ગયો જ્યારે ફિલ્મ બનાવવી એ વ્યાખ્યાયિત ભૂમિકાઓ કરતાં વધુ મહત્ત્વનું હતું. 'તે ક્યારેક આ મારું કામ છે અને તે તમારું કામ છે, વિશે નહોતું. મેં એક મિત્રતા શુટિંગ દરમિયાન મધ્યરાત્રિએ પ્રકાશને પ્રતિબિંબિત કરવા માટે એક રિફલેક્ટર રાખ્યું. અમે બધાને એકબીજાને મદદ કરીને ફિલ્મ-નિર્માણના તમામ પાસાં શીખ્યા અને તેના થકી અમે શીખ્યા કે ફિલ્મ-નિર્માણ એક ખૂબ જ સહયોગી પ્રક્રિયા છે. જો તમારા સાથીદારો ચમકે તો તમે પણ ચમકો છો,' એમ તે કહે છે. મનની વાત કહેવા એક જગ્યા-સ્થળ જરૂરી
'એક ફિલ્મ-સ્કૂલે તમારા મનની વાત કહેવા, પ્રયોગ કરવા અને કળા ખૂબ જ સારી રીતે શીખવા માટે એક સુરક્ષિત જગ્યા-સ્થળ આપવું જોઈએ કે તમે તેની સીમાઓ ઓળંગી શકો,' એમ રસિકા દુગલ કહે છે અને આજે તે ૨૦૦૬ની રસિકાને શું કહેશે, 'જો એફટીઆઈઆઈ છોડીને મુંબઈ આવી ગઈ હતી? જો રોજ એવું ન લાગે તો પણ વસ્તુઓ કામ કરે છે અને દરેક વસ્તુ માટે જગ્યા છે. જો તમે કામ પર ધ્યાન કેન્દ્રીત કરો છો, તો દરવાજા ખુલે છે,' એમ તે કહે છે.