Chitralok

રાકેશ બેદીઃ એક્ટરનો ઈગો એને અંધકારમાં ધકેલી શકે છે

By GS Team
30 Jul 20264 mins read
રાકેશ બેદીઃ એક્ટરનો ઈગો  એને અંધકારમાં ધકેલી શકે છે
  • ''ધુરંધર' બાદ મારા મારી ચારેકોર પ્રશંસા થઈ, મને કહેવામાં આવ્યું કે આપને સબ કી છુટ્ટી કરી દી હૈ… પણ પ્રશંસાથી હું કદી ફુલાયો નથી. મારા મગજમાં રાઈ ન ભરાઈ જાય એની મેં ખાસ તકેદારી રાખી છે.'

આદિત્ય ઘરની 'ધુરંધર'એ બોલીવુડને બે સુપરડુપર હિટ ફિલ્મો આપવા ઉપરાંત એક ખાસ કામ કર્યું છે. એણે અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને રાકેશ બેદી પ્રત્યેની ઈન્ડસ્ટ્રીની દ્રષ્ટિ જ સમૂળગી બદલી નાખી છે. બોલિવુડને આ ત્રણેય એકટરોની ટેલેન્ટનો નવેસરથી પરિચય થયો છે. પાંચ દાયકાની કરીઅર બાદ ફિલ્મમેકર્સ રાકેશ બેદીની કોમેડિયન તરીકેની ઈમેજ ભુલાવીને એને એક સિરીયસ કમિટેડ એકટર ગણવા લાગ્યા. ધુરંધરના જમીલ જમીલીના પાત્રએ એકટરની દુનિયા બદલે નાખી. ૭૨ વરસના બેદીનો અનુભવ એમ કહે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકટરની સ્થાપિત ઈમેજથી આગળ જઈ કોઈ પાત્ર માટે એનો વિચાર કરે એવા ડિરેકટર્સ બહુ ઓછા છે. 'પે ઈશ ઈન્ડસ્ટ્રી કી' વિડંબના હે કે એક બાર આપને કોઈ રોલ કર દિયા ઔર લોગોં'કો વો પસંદ આયા તો ફિર આપકો ઉસી નજરિયે સે દેખા જાયેગા. તેઓ એકટર તરીકે તમને જુદા કેરેકટરમાં જોવાની કાં તો કલ્પના નથી કરી શકતા અથવા ઈરાદાપૂર્વ એવી તસ્દી લેવાનું ટાળે છે. તેઓ (ડિરેકટર્સ) જે એકટરે એમના બજેટમાં બેસતો હોય અને અવેલેબલહોય અને કાસ્ટ કરી લે છે બહુ જ ફિલ્મ મેકર્સ પોતાના વિઝન સાથે બાંધછોડ કર્યા વિના કોઈ એકટર માટે રાહ જોવાની તૈયારી રાખે છે. આ પ્રકારનો ભરોસો એકટરનો આત્મવિશ્વાસ વધારી દે છે. આદિત્ય ઘર આવો જ એક ડિરેકટર છે' એમ બેદી કહે છે.
રાકેશ બેદીએ ૧૫૦થી વધુ ફિલ્મોમાં નાના- મોટા રોલ કર્યા છે. એમણે રોલ સારો હોય તો એ લાંબો છે કે ટુંકો એનો કદી વિચાર નથી કર્યો. 'મેં હંમેશા મારું કામ ઈમાનદારીથી અને પુરેપુરી ક્ષમતાથી કરવાનો નિયમ રાખ્યો છે. આદિત્ય 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' બનાવી રહ્યા હતા ત્યારે એની પ્રોડકશન ટીમમાંથી મને ઘણા કોલ્સ આવ્યા પણ હું એમને ના પાડતો રહ્યો કારણ કે મારે ફક્ત એક સીન પુરતો રોલ કરવો નહોતો. આટલો ટુંકો રોલ મેં કદી કર્યો નહોતો. ફાઈનલી, આદિત્યએ મને ફોન કર્યો. એ વખતે મારો એમની સાથે બહુ પરિચય ન હોતો. એમણે મને કહ્યું, 'સર, હું જ્યારે પણ મારી સ્ક્રીપ્ટનું આ પાનું જોઉં છું ત્યારે મને એ પાત્ર માટે માત્ર તમારો જ વિચાર આવે છે. હવે તમને મને કહો કે તમે મારી ફિલ્મ કરશો કે નહિં કરો? મને એમની વાત સાંભળી મજા પડી ગઈ અને મેં તરત હા પાડી દીધી, ત્યારથી હું અને આદિત્ય એકબીજાનો આદર કરતા થયા. ધુરંધરનો મારો રોલ ઉરીના એ એક સીનની ફળશ્રુતિ છે', એમ વેટરન એકટર કહે છે.
આ સંદર્ભમાં બોલીવુડનો ઈતિહાસ ઉખેળતા રાકેશ ઉમેરે છે, 'આપણે એવું માનીએ છીએ કે અમજદ ખાન શોલે (૧૯૭૫) બાદ રાતોરાત મોટો સ્ટાર બની ગયો પણ એવું નથી. શોલે પહેલાં અમજદે ૧૦ ફિલ્મો કરી હતી અને એમાંથી કેટલીકમાં તો એ માત્ર એક કે બે સીન પુરતો દેખાયો હતો. પરંતુ એણે જે રોલ સ્વીકાયો એ સરસ રીતે ભજવ્યો. નવાઝુદ્દીન સિદ્દીકી અને પંકજ ત્રિપાઠીના કેસમાં પણ એવું જ થયું. આર્ટિસ્ટની લાઈફમાં તકદીર મોટો ભાગ ભજવે છે. પરંતુ એ કોઈના હાથમાં નથી હોતું. એકટરના હાથમાં બસ એટલું હોય છે કે એ દરેક ભૂમિકા પુરેપુરું ફોક્સ રાખી ઈમાનદારી અને નિષ્ઠાથી ભજવે.'
ધુરંધર સાથે બેદીની ઘણી યાદો જોડાયેલી છે. એક પ્રસંગ શેયર કરતા તેઓ કહેછે, 'ધુરંધરની સિકવલના સ્ક્રીનિંગ પછી અર્જુન રામપાલે મને કહ્યું, આપને તો સબકી છુટી કર દી. મેં સ્મિત આપી પ્રશંસા બદલ એમનો આભાર માન્યો. ધુરંધર બાદ મારા મારી ચારેકોર પ્રશંસા થઈ પણ પ્રશંસાથી હું કદી ફુલાયો નથી. મારા મગજમાં રાઈ ન ભરાઈ જાય એની તકેદારી રાખી. ફિલ્મમાં દરેક કલાકારે પોતાના રોલને ન્યાય આપ્યો છે. મેં પણ એજ કર્યું છે. એમાં વળી ફુલાઈ શું જવાનું?'
મિડીયામાં હમણાં એવા ન્યુસ ચમક્યા હતા કે રાકેશ બેદી હવે પોતાને સ્ટાર માનતા થઈ ગયા છે. એ વિશે ખુલાસો કરતા દિલ્હીના વતની અભિનેતા કહે છે, 'મેં કદી ભુલે ચુકેય એવું માન્યું નથી કે હું એક સ્ટાર હું. મેં તો ઈન્ટરવ્યુ લેનારને ધુરંધર બાદ મને મળેલા લોકોના સ્નેહ સંદર્ભમાં અમુક વાત કરી હતુ. હવે કોઈ એને સ્ટારડમ માનતું હોય તો ભલે માને. હું કદી એવું ધારતો નથી કે મૈંને સબકી છુટી કર દી. એવી માનસિકતા ખતરનાક છે. એ તમારા મગજમાં ભરાઈ જાય અને પછી સમય આવે તમારું નસીબ તમને યથાર્થ દર્શન કરાવી રાતોરાત નરમઘેંસ બનાવી છે. મેં બહોત ફૈલ જાઉં. હું તો બસ એટલું જાણું છું કે કલાકારનો ઈગો (અહમ) એને અંધકારમાં ધકેલી શકે છે.'