Chitralok

પૂજા હેગડેઃ હું મારાં ખાન-પાનમાં બહુ શિસ્તબદ્ધ રહું છું

By GS Team
25 Jun 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેની તંદુરસ્તી અને આહાર વિશે ઘણી સજાગ છે. મુંબઈમાં જન્મેલી પૂજા રોજ સવારે 5 વાગ્યે ઉઠી, નિત્યક્રમ બાદ પ્રોટીનયુક્ત નાસ્તો કરે છે. તે રોટી, શાકભાજી, દાળ, ભાત, અને ફળોનો આગ્રહ રાખે છે. જંક ફૂડ ટાળી, શૂટિંગ દરમિયાન પણ રસોઈયા સાથે રાખી ઘર જેવું પૌષ્ટિક ભોજન લે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂજા હેગડેઃ હું મારાં ખાન-પાનમાં બહુ શિસ્તબદ્ધ રહું છું
  • 'હું ખાસ કરીને મારા રોજબરોજના આહારમાં બહુ કાળજી રાખું છું. રોટી, શાકભાજી, દાળ, ભાત ખાવાનો જ વધુ આગ્રહ રાખું છું. હા, ઋતુ પ્રમાણે ફળો જરૂર ખાવા જોઈએ. આમેય ફળોમાં ભરપૂર પોષક તત્ત્વો હોય છે અને તેનાથી શરીરને ઘણી શક્તિ મળે છે.'
    હિન્દી ફિલ્મ જગતની નવી પેઢીનાં કલાકારો તેમના આરોગ્ય વિશે ઘણા જાગૃત છે. ઘણાં અભિનેતા -અભિનેત્રીઓ વહેલી સવારે જાગીને પોતાનું નિત્ય કર્મ પૂરું કરીને બહાર ખુલ્લી હવામાં ફરવા જાય છે. યોગાસન, ધ્યાન, પ્રાણાયામ કરે છે. હળવી કસરત કરે છે. મનપસંદ રમત પણ રમીને પોતાનાં તન-મન તાજાં માજાં રાખે છે.
    અભિનેત્રી પૂજા હેગડે પણ પોતાની તંદુરસ્તી બાબતમાં બહુ સજાગ છે. મુંબઇમાં કર્ણાટકી પરિવારમાં જન્મેલી રૂપકડી પૂજા હેગડે કહે છે, હું મારા જીવનમાં બહુ શિસ્તબદ્ધ છું. ખાસ કરીને મારા રોજબરોજના આહારમાં બહુ કાળજી રાખું છું. રોટી, શાકભાજી, દાળ, ભાતનો વધુ આગ્રહ રાખું છું. હા, ઋતુ પ્રમાણેનાં ફળ જરૂર આરોગું છું. આમ પણ ફળમાં ભરપૂર રસ હોવાથી શરીરને ઘણી શક્તિ મળે છે. હા, ક્યારેક સી ફૂડનો પણ આનંદ માણું છું. જંક ફૂડ ખાવાનું ટાળું છું. હા, મને પિત્ઝા બહુ જ પસંદ છે. હા, મને કોફી જરાય પસંદ નથી. આ જ રીતે હું સલાડનો, સ્વાદ પણ નથી ગમતો.
    મોહન્જો - દરો( ૨૦૧૬) ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી ભરનારી પૂજા હેગડે કહે છે, ખરું કહું તો હું બધા પ્રકારના ભોજનનો આનંદ માણું છું. મને બધું ભાવે છે. હા, તે ભોજન સ્વાદિષ્ટ હોય અને મારા આરોગ્ય માટે લાભકારક હો તેનો આગ્રહ જરૂર રાખું છું. સમતોલ ભોજન હોય તો શારીરિક અને માનસિક તંદુરસ્તી લીલીછમ રહે છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે યુવાન વયે આહાર અને વિહારમાં શિસ્ત રાખી હોય અને પૌષ્ટિક આહારનો આગ્રહ રાખ્યો હોય તો મોટી એટલે કે વૃદ્ધ ઉંમરે પણ તન-મનમાં તાજગી દોડે છે.
    હાઉસ ફૂલ -૪, દેવા, કુલી, હૈ જવાની તો ઇશ્ક હોના હૈ વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી પૂજા મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, શારીરિક આરોગ્ય સાથોસાથ માનસિક તંદુરસ્તીની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. આપણાં વાણી,વિચાર, વર્તનમાં સભ્યતા, નમ્રતા, સાલસતા હોય તો જીવનમાં ઘણી સફળતા મળે છે. આપણા કાર્યક્ષેત્રની વ્યક્તિઓ સાથે મીઠા મધુરા સંબંધ રહે છે. માનસિક શાંતિનો અનુભવ થાય છે, જે આજના આધુનિક યુગના જબરા સ્પર્ધાત્મક વાતાવરણમાં સૌથી વધુ જરૂરી છે. આજની નવી પેઢીનાં યુવક -યુવતીઓ બહુ ઝડપથી ગુસ્સે થાય છે. ઉશ્કેરાઇ જાય છે.
    પોતાની ફિલ્મ કારકિર્દી તેલુગુ અને તમિળ ફિલ્મોથી શરૂ કરનારી પૂજા હેગડે કહે છે, મારો દિવસ વહેલી સવારે પાંચ વાગે ઉગે છે. નિત્ય ક્રમ બાદ કોફીનો સ્વાદ માણું છું. હું મારા સવારના નાસ્તામાં ઢોસા અથવેા તો ઇંડાની કોઇ વાનગીનો સ્વાદ માણું છું. ઢોસામાં પ્રોટીન હોવાથી ઘણો ફાયદો થાય છે.
    પૌષ્ટિક નાસ્તો કરીને ફિલ્મના શૂટિંગ માટે જાઉં છું. હું શૂટિંગના સ્થળે પણ બપોરે બાર વાગે ફરીથી નાસ્તો કરું છું. નાસ્તા સાથે ફળનો ખાસ આગ્રહ રાખું છું. હા, શૂટિંગની વ્યસ્તતાથી ભોજન લગભગ ચારેક વાગે લઉં છું. ભોજનમાં રોટી, સ્વાદિષ્ટ શાકભાજી, ચીકન કરી, બ્રાઉન રાઇસ વગેરે આરોગું છું. હા, હું ભોજન ભરપેટ કરું છું. ભોજનમાં ઋતુ પ્રમાણેનાં લીલાં અને આરોગ્યપ્રદ શાકભાજી અને ફળો હોવાં જરૂરી છે.
    એક ખાસ વાત. હું ફિલ્મના શૂટિંગમાં બહુ વ્યસ્ત રહેતી હોવાથી એકથી બીજા સ્થળે સતત પ્રવાસ રહે છે. એટલે મારી સાથે એક રસોઇયો પણ રહે છે. આ રસોઇયો મારા પ્રવાસ દરમિયાન ભોજન અને નાસ્તો બનાવે છે. હું ઘર જેવા જ ભોજનનો આનંદ માણું છું. સાથોસાથ મારું આરોગ્ય પણ જળવાઇ રહે છે. ફિલ્મના સેટ પર અમે સહુ કલાકારો સાથે બેસીને ભોજનનો આનંદ માણીએ છીએ. ગામ ગપાટા અને અલકમલકની મજેદાર વાતોના માહોલમાં ભોજન કરીએ એટલે ભરપૂર આનંદ થાય. બસ, રાતે લગભગ આઠ વાગે હળવું ડિનર લઉં છું.