કરણ ટેકરઃ આપણે આપણા જ લોકોથી અસુરક્ષિત છીએ

- 'જેમ જેમ તમે તમારા પોતાના વ્યવસાય કે ક્ષેત્રમાં પરિપકવ થાઓ છો તેમ તેમ તમને છટકબારીઓ વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. સિસ્ટમમાં લોકો સહેજ અમથો ફેરફાર કરતાં પણ ગભરાય છે.'
કરણ ટેકર છેલ્લે 'ભયઃ ધ ગૌરવ તિવારી મિસ્ટ્રી'માં નજરે પડયો. ગયા વર્ષે આવેલા આ શોએ સારી એવી લોકપ્રિયતા પણ હાંસલ કરી અને હવે આ શોનો બીજો ભાગ બનાવવાની તજવીજ ઝડપથી શરૂ થઈ રહી છે, આથી દેખીતી રીતે જ કરણ ખૂબ ખુશખુશાલ છે. હા, સાથે થોડી સાવચેતી પણ તેના સૂરમાં સંભળાઈ રહી છે. શોની બીજી સિઝન માટે કરણ પાસે થોડી માહિતી છે, જે શેર કરતાં તે જણાવે છે, 'હા મારી પાસે શોની બીજી સિઝન માટે થોડી માહિતી છે. અત્યારે અંતિમ સ્પર્શ ચાલી રહ્યો છે અને તેનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આપણે તેનું ફિલ્માંકન શરૂ કરવું જોઈએ.'
'શોને લીલી ઝંડી મળી રહી છે. બીજી સિઝનમાં ૪૦ વર્ષની વ્યક્તિની કાયદેસરતાને મંજૂરી મળતા આ વાતની આશા જરૂરી રાખી શકાય', એમ તેણે જણાવ્યું હતું. 'અમે બધા સીઝન બે માટે એટલે કે આ પ્રોજેક્ટ માટે પ્રયત્નશીલ છીએ, પરંતુ જ્યારે આ માટેની વસ્તુ શરૂ થાય ત્યારે વાત સાચી. આ કામગીરી શરૂ થઈ છે તેથી નવા પ્રોજેક્ટની સફળતાનો એક મોટો પુરાવો છે', એમ કરણે ઉમેર્યું હતું.
'આપણો ઉદ્યોગ અત્યારે મુશ્કેલીભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આવી સિદ્ધિઓનો પણ ઘણો અર્થ છે. મને લાગે છે કે મનોરંજન ઉદ્યોગ અત્યારે મોટા ચડાવ-ઉતાર અને પોતાના પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. દરેક જણ શું કામ કરવા માગે છે, તેના પ્રયોગ કરી રહ્યા છે. અરે, દર્શકોની સંખ્યા ઓછી હોવાથી વિવિધ પ્લેટફોર્મ્સે પણ જાહેરાતોનો માર્ગ અપનાવ્યો છે. આથી એક ઈકો- સિસ્ટમ સમસ્યા સર્જાઈ છે, જેનો દરેક વ્યક્તિ સામનો કરી રહ્યો છે, જેમાં કન્ટેન્ટ સંતૃપ્તિની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ ફરીથી વિચારણા પર પાછી ફરી રહી છે' એમ કરણે ઉમેર્યું હતું.
તાજેતરમાં અસમાન વળતર માટે કરણ સોશિયલ મીડિયા પર ખૂબ અવાજ ઉઠાવી રહ્યો છે. ઉદ્યોગના કલાકારોએ જે કંઈ આપવામાં આવે છે તેને તેની પાછળની કારણ પૂછો તો કરણ કહે છે, 'તે મારા અંગત અનુભવ પરથી આવે છે. જેમ જેમ તમે તમારા પોતાના વ્યવસાય અને ઉદ્યોગમાં પરિપકવ થાઓ છો તેમ તેમ તમને છટક બારીઓ વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે તેથી હું તો ફક્ત વસ્તુઓ જેવી છે, તેવું કરી રહ્યો છું.'
આ સાથે જ કરણ ઉમેરે છે, 'સિસ્ટમમાં લોકો સહેજ અમથા ફેરફાર કરવાથી પણ ખૂબ ડરે છે. આપણે કંઈ પણ નવું કરતાં ડરીએ છીએ કારણ કે આપણે આપણા પોતાના લોકોથી જ ખૂબ અસુરક્ષિત છીએ. જો આપણે વાસ્તવિકતાથી દૂર રહીશું તો આ છિંદુ મોટું થતું જશે. તેથી જો આપણે આજે નોકરીઓ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તોય કાલે એક એવો સમય આવશે, જ્યારે તકો જ નહીં હોય. આ વિચારવા જેવી વાત છે…'









