Chitralok
સલમાન જેવી જ પીડા એના શિષ્ય સૂરજે પણ ભોગવવી પડી
By GS Team
20 Aug 20262 mins read
સૌ જાણે છે કે રાજશ્રી પિકચર્સની ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શુટિંગ દરમિયાન સલમાનનું નામ કાળિયારના શિકાર કેસમાં આવ્યું. શિકાર માટે એની સાથે જંગલમાં ગયેલા સૈફ અલી ખાન અને બીજા એકટર્સ છુટી ગયા, પણ સલમાન સામેનો કેસ આજે પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં ઉક્ત કેસને તાજો કરતી 'કાલા હિરન' નામની શોર્ટ ફિલ્મ બની અને ફિલ્મને રિલીઝ થતી રોકવા ખાને ફરી કોર્ટના શરણે જવું પડયું. યોગાનુયોગ કેવો કે સલ્લુ જેવી જ યાતના એના એક સમયના ચેલકા સૂરજ પંચોલીએ પણ ભોગવવાની આવી.
Summarized by AI; it may make mistakes. Check important info

'હું ત્યારે ફક્ત 20 વરસનો હતો અને જિયાને માંડ ચાર મહિનાથી ઓળખતો હતો. એ કેવા દોરમાંથી પસાર થઈ રહી છે એનો મને કોઈ આઇડિયા નહોતો… હું આખરે નિર્દોષ છૂટયો, પરંતુ કોર્ટકેસમાં મારી યુવાનીનાં ૧૩ વરસો વેડફાઈ ગયાં…'
- સૌ જાણે છે કે રાજશ્રી પિકચર્સની ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શુટિંગ દરમિયાન સલમાનનું નામ કાળિયારના શિકાર કેસમાં આવ્યું. શિકાર માટે એની સાથે જંગલમાં ગયેલા સૈફ અલી ખાન અને બીજા એકટર્સ છુટી ગયા, પણ સલમાન સામેનો કેસ આજે પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં ઉક્ત કેસને તાજો કરતી 'કાલા હિરન' નામની શોર્ટ ફિલ્મ બની અને ફિલ્મને રિલીઝ થતી રોકવા ખાને ફરી કોર્ટના શરણે જવું પડયું. યોગાનુયોગ કેવો કે સલ્લુ જેવી જ યાતના એના એક સમયના ચેલકા સૂરજ પંચોલીએ પણ ભોગવવાની આવી.
ટોપની હિરોઈન બનવાની એની મહત્ત્વાકાંક્ષા વરસોના પ્રયાસ બાદ પણ પુરી ન થઈ એટલે નિરાશાના દોરમાં એણે ૩ જૂન, ૨૦૧૩ના રોજ પોતાના જુહુના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. ખાને લખેલા છ પાનાંના પત્રના આધારે પોલીસે સૂરજની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી. છેક ૨૦૨૩માં સીબીઆઈ કોર્ટ સૂરજને જિયા ખાન સુસાઇડ કેસમાં નિર્દોષ જાહેર કર્યો.
આદિત્ય પંચોલીના આગ્રહથી સલમાને એના પુત્ર સૂરજને પોતાની પાંખમાં લીધો હતો. ખાને ૨૦૧૫માં સુભાષ ઘાઈની હિટ ફિલ્મ 'હીરો'ની રિમેકમાં જોરશોરથી લોન્ચ કર્યો પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધે માથે પછડાઈ. ફ્લોપ હીરોના લેબલ સાથે જુનિયર પંચોલી પ્રોડયુસરોની ઓફિસના ચક્કર કાપવા માંડયો. એ જ વખતે જિયાએ સુસાઈડ કરી અને સૂરજ કોર્ટના પગથિયા ગણતો થઈ ગયો. એ નિર્દોષ પુરવાર થયો ત્યાં સુધીમાં ૩૩ વરસનો થઈ ગયો હતો. કોર્ટે ક્લિન ચિટ આપી હોવા છતાં આજે પણ નવરાધૂપ નેટીઝન્સ એની સામે શંકાની સોય તાકે છે. તેથી જ સૂરજે હમણાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ મૂકવી પડીઃ
'કેસનો ચુકાદો કાયદા, હકીકતો અને પુરાવા હેઠળ આવ્યો હતો. એમાં મને દોષમુક્ત કરાયો છે અને હવે મારે કોઈ પ્રશ્નોના જવાબ આપવાના બાકી નથી. એ કમનસીબ બનાવ બન્યો ત્યારે હું ૨૦ વરસનો હતો. હું જિયાને માંડ ચાર મહિનાથી ઓળખતો હતો અને એ પર્સનલી કેવા દોરમાંથી પસાર થઈ રહી છે એનો મને કોઈ આઇડિયા નહોતો. એ મારા લાઈફ બનાવવાના બહુમૂલ્યા વરસો હતા. પરંતુ કોર્ટના ખટલોના ભાર હેઠળ મારા યુવાનીના ૧૩ વરસો વડેફાઈ ગયા. મારે કડવા અનુભવોમાંથી પસાર થવું પડયું છતાં મેં જિયાની પ્રાઈવસી અકબંધ રાખી. એની વિરુદ્ધ મેં હરફ ઉચ્ચાર્યો નથી. હવે હું બધા પાસેથી એવા જ ન્યાય અને સન્માનની અપેક્ષા રાખું છું. તમે મારી સ્ટોરી કહેવાના હો તો પ્લીઝ આખી સ્ટોરી કહેવાનું રાખજો.'