Chitralok

રાકેશ રોશન અને પુત્રી સુનયનાનો હૃદયસ્પર્શી સંવાદ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવુડના જાણીતા ફિલ્મમેકર રાકેશ રોશનની પુત્રી સુનયના રોશન કેન્સર, ફેટી લિવર સહિત અનેક ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી હતી. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પિતા-પુત્રીના ભાવુક વાર્તાલાપમાં, સુનયનાએ જણાવ્યું કે રાકેશ રોશનની હિંમત અને ધૈર્યએ તેમને પડકારોનો સામનો કરવાની પ્રેરણા આપી. રાકેશ રોશને પણ પુત્રીની બીમારી દરમિયાન એકલામાં રડતા હોવાનું કબૂલ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

રાકેશ રોશન અને પુત્રી સુનયનાનો હૃદયસ્પર્શી સંવાદ

'ડેડી, તમારા ધૈર્ય અને હિંમતમાંથી મને પણ કાયમ આકરા પડકારોનો સામનો કરવાની પ્રેરણા મળી છે. મને લાગે છે કે દરેક સંકટને લડત આપવા માટેનું મજબૂત મનોબળ
મને તમારી પાસેથી જ મળ્યું છે…'

રા કેશ રોશનના પરિવારમાં મોટી ગંભીર વ્યાધિ એક સામાન્ય બાબત બની ગઈ છે. સિત્તેર વટાવી ચુકેલા બોલિવુડના ટોપના પ્રોડયુસર-ડિરેક્ટર પોતે કેન્સરનો સામનો કરી ચુક્યા છે. એમના સુપરસ્ટાર પુત્ર હૃતિક રોશને થોડા વરસો પર બ્રેનની અતિ નાજુક અને જટિલ સર્જરી કરાવવી પડી હતી. હવે 'કહો ના પ્યાર હૈ' અને 'કોઈ મિલ ગયા' ફેમ ફિલ્મમેકરની એકની એક પુત્રી સુનયના રોશન કેન્સર, ફેટી લિવર અને બીજી નાની-મોટી બીમારીઓનો સામનો કરી ચુકી હોવાનું બહાર આવ્યું છે.
તાજેતરમાં સુનયના સાથે ઇન્સ્ટાગ્રામ પરની વાતચીતમાં રાકેશ રોશન ગંભીર વ્યાધિઓમાં પટકાયેલી પોતાની પુત્રીના એ કપરા સમયગાળાને યાદ કરી ભાવુક થઈ ગયા હતા. તેમણે પુત્રી સમક્ષ પહેલીવાર કબુલ્યું હતું કે હું તારી પાસે આવતો ત્યારે એકદમ સ્વસ્થ હોવાનો ડોળ કરતો પણ એકલો પડું ત્યારે ધુ્રસકે ધુ્રસકે રોઈ લેતો. હૃદયસ્પર્શી વાર્તાલાપમાં પિતા-પુત્રીએ એમના જીવનના સૌથી આકરા દિવસોમાં બંનેએ એકબીજાને કઈ રીતે હિંમત અને ધૈર્ય આપ્યું હતું એ વાગોળ્યું.
સુનયનાએ એક તબક્કે સીનીયર રોશનને સીધો જ પ્રશ્ન કર્યો, 'ડેડી, મેં અગાઉ ક્યારેય તમને આ પૂછ્યું હોય એવું મને લાગતું નથી પણ આજે પુછું છું. મારી તબિયત સાવ કથળી ગઈ હતી ત્યારે એક બાપ તરીકે તમારા મગજમાં કેવી ગડમથલ ચાલતી હતી?' ઉત્તરમાં ફિલ્મમેકરે કબુલ્યું, 'બેટા, એ જરાય સહેલું નહોતું. એક વાર નહિ, અનેકવાર મેં વ્યથા અનુભવી છે. હું ચુપચાપ ઈશ્વરને તારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી લેતો. ક્યારેક મારી આંખમાંથી દડદડ આંસુ સરી પડતા પરંતુ તને મળવા આવું ત્યારે સાવ જુદુ મહોરું પહેરી લેતો. હમેશા હસતો ચહેરો રાખી તને હિંમત આપતો રહેતો.'
પોતાના પિતાની નિખાલસ કમેંટ્સ સાંભળ્યા બાદ સુનયનાએ પોતાનું દિલ ખોલી નાખ્યું, 'ડેડી, તમારા ધૈર્ય અને હિંમતમાંથી મને પણ કાયમ આકરા પડકારોનો સામનો કરવાની પ્રેરણા મળી છે. મને લાગે છે કે દરેક સંકટને લડત આપવા માટેનું મજબુત મનોબળ મને તમારી પાસેથી જ મળ્યું છે. તમને કેન્સર થયું ત્યારે મેં તમારા જેવું જ વલણ રાખ્યું હતું. તમારી સામે એકદમ હિંમતવાન બની હસતી રહેતી. પરંતુ મારા રૂમમાં ગયા પછી હું એકધારી રડયા કરતી. એ દોરમાં ક્યારેક એવા દિવસો પણ આવ્યા જ્યારે હું અરિસા સામે ઊભી રહી પોતાની સામે જ હસી લેતી અને પછી તમારી પાસે આવતી. આ બધુ મેં તમને ક્યારેય કહ્યું નથી, આજે પહેલીવાર કહું છું.'