એન્યા ટેલર જોયઃ 'ધી હન્ટ ફોર ગોલમ'માં શાનદાર એન્ટ્રી

તાન્યા ટેલર જોય હવે 'ધી લોર્ડ ઓફ ધી રિન્ગ્સઃ ધી હન્ટ ફોર ગોલમ'ની ભવ્ય કાસ્ટમાં જોડાઈ ચૂકી છે. આ ફિલ્મમાં ઓરિજિનલ સ્ટાર્સ જેમ કે ઈયાન મેકકેલીન અને એલિજા વૂડ પોતપોતાના પાત્રોમાં પાછા ફરી રહ્યા છે. તાન્યા આ ફિલ્મમાં 'સેરેન' નામની એક ખતરનાક એલ્ફ એજન્ટનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં તેની સાથે કેટ વિન્સલેટ અને જેમી ડોર્નન જેવાં દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે.
તાન્યા ટેલર જોય અગાઉ 'મેડ મેક્સઃ ફ્યુરી રોડ'ની પ્રીક્વલ 'ફ્યુરોસિયા' અને 'ધી ડયુન' જેવી મોટી ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહી ચૂકી છે. આગામી સમયમાં 'ડયુન પાર્ટ થ્રી' અને 'ધી હન્ટ ફોર ગોલમ' બંને ઉપરાઉપરી રિલીઝ થવાની હોવાથી બોક્સ ઓફિસ પર તેનો દબદબો જોવા મળશે.
૧૯૯૯માં જન્મેલી તાન્યાને ૨૦૧૬ની હિટ ફિલ્મ 'ધી વિચ'થી મોટો બ્રેક મળ્યો હતો. ત્યારબાદ તેણે 'સ્પ્લિટ', 'થરબ્રેડ્સ', 'લાસ્ટ નાઈટ' અને 'ધી મેનુ' જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરીને હોલિવુડના મુખ્ય પ્રવાહમાં સ્થાન મેળવ્યું. ટેલિવિઝનની દુનિયામાં એવોર્ડ વિજેતા સિરીઝ 'ધી ક્વીન્સ ગેમ્બીટ'માં બેથ હર્મન નામના પાત્રે તેને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવી, જેના માટે તેને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો.
સરસ!









