એમિલી બ્લન્ટ: એઆઈ નહીં જોઈએ!

મિલી બ્લન્ટે પોગામી લેટેસ્ટ સાયન્સ ફિક્શન ડ્રામા 'ડિસ્ક્લોઝર ડે'ના મેકિંગ દરમિયાન ટેકનોલોજીકલ શોર્ટકટના બદલે કલાત્મક મૌલિકતા પસંદ કરીને ફરી સાબિત કર્યું છે કે શા માટે તેને હોલિવુડની સૌથી ઉત્કૃષ્ટ પરફોર્મર્સની પંગતમાં બેસાડવામાં આવે છે. સ્ટીવન સ્પીલબર્ગ દિગ્દશત આ ફિલ્મની એક મહત્ત્વની સીક્વન્સમાં એમિલીએ મોંમાંથી ચિત્રવિચિત્ર અવાજ કાઢવાના હતા. આ અવાજ એઆઈથી જનરેટ કરવાનો સ્પષ્ટ વિકલ્પ હતો, પણ એમિલી કહે કે ના, એવી કશી જરૂર નથી, આ અવાજ હું જ કાઢીશ.
ુપરગ્રહવાસી જીવ સાથે મુલાકાત થયા બાદ એમિલીના પાત્રમાં નાટયાત્મક ફેરફાર આવે છે. ફિલ્મમાં એ હવામાન વિષયક બ્રોડકાસ્ટ કરતી એન્કર બની છે. સીન એવો છે કે લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન અચાનક એમિલીના હાવભાવ બદલી જાય છે. એના મોંમાંથી કંઈક ભળતાસળતા અવાજ નીકળવા લાગે છે. આખું યુનિટ સ્તબ્ધ છે. આ અત્યંત ચાવીરુપ એવો સીન ચાર મિનિટ લાંબો છે અને સિંગલ ટેકમાં શૂટ થયો છે.
એઆઈ ટૂલ્સ ઉપલબ્ધ હોવા છતાં, બ્લન્ટે દાંતથી બોલતી કડકડાટી અને શ્વોસોચ્છવાસની પેટર્ન બદલીને સાઉન્ડ ડિઝાઈનર્સના સંગાથથી એક ચોક્કસ પ્રકારનો અવાજ તૈયાર કર્યો. આ માટે સેટ પર વિશેષ માઈક્રોફોન પણ ગોઠવવામાં આવ્યા હતા. બ્લન્ટનો આ નિર્ણય દર્શાવે છે કે અસલી પરફોર્મન્સ આપતી વખતે આર્ટિસ્ટ વિશેષપણે જીવંત થઈ ઉઠે છે, અને આખું દ્રશ્ય અનેકગણું વધારે પ્રભાવશાળી લાગે છે.
'ડિસ્ક્લોઝર ડે'માં જોશ ઓ'કોનર, કોલમેન ડોમિંગો, ઈવ હ્યુસન, કોલિન ફર્થ અને વાયટ રસેલ જેવા દિગ્ગજ કલાકારો પણ છે. છેલ્લા કેટલાંક વર્ષોથી સ્પીલબર્ગે બમ્પર હિટ ફિલ્મ આપી નહોતી. જોકે 'ડિસ્ક્લોઝર ડે'એ અધધધ તો નહીં, પણ ઠીક ઠીક સારી કમાણી કરી એટલે સ્પીલબર્ગ અને એમની આખી ટીમને નિરાંત થઈ છે.









