Chitralok

ઍન હેથવે : ત્રણ સંતાનો અને પાંચ ફિલ્મો

By GS Team
30 Jul 20261 min read
ઍન હેથવે : ત્રણ સંતાનો અને પાંચ ફિલ્મો

હો લિવુડ સ્ટાર ઍન હેથવેએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શા માટે તે ઉદ્યોગની સૌથી પોપ્યુલર હસ્તીઓમાંની એક છે. આ ઓસ્કર વિજેતા અભિનેત્રી પોતાની સફળ કારકિર્દીની સાથે ત્રીજીવાર ગર્ભવતી બની છે. ને અંગત જીવનમાં પણ એક નવું સીમાચિહ્ન હાંસલ કરી રહી છે.
ક્રિસ્ટોફર નોલનની અતિ પ્રતિક્ષિત ફિલ્મ 'ધ ઓડીસી'ના પ્રમોશન માટે એન હેથવે પહોંચી હતી. ત્યાં સંચાલક ક્રેગ મેલ્વિને તેને ફિલ્મથી પ્રેરિત હાથથી વણેલો 'બેબી આઉટફિટ' ભેટ આપ્યો, જેમાં નાનકડી હેલમેટ, કેપ અને ડાયપર કવર સામેલ હતા. આ ભેટ જોઈને હેથવે અત્યંત ખુશ થઈ ગઈ હતી. ફિલ્મમાં પોતાના દીકરાનો રોલ કરનાર ટોમ હોલેન્ડે પણ આ પ્રસંગે હાજર હતો. બંને કલાકારો વચ્ચેની સરળ મૈત્રી એકદમ સ્પષ્ટ વર્તાતી હતી. ઍન હેથવે અને તેના પતિ એડમ શુલમેને થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર આ ગર્ભવસ્થાની જાહેરાત કરી હતી. ૨૦૧૨માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતીને ઓલરેડી બે બાળકોનાં માતા-પિતા છે. એક તરફ નવું બાળક આવવાનું છે, તો બીજી તરફ હેથવેનું શેડયુલ સમયપત્રક પણ ખૂબ વ્યસ્ત છે. આ એક જ વર્ષમાં તેની પાંચ ફિલ્મો આવી રહી છે. પોતાની કારકિર્દીના ઉતાર-ચઢાવ વિશે વાત કરતા હેથવેએ જણાવે છે, 'સફળતા સતત એકસરખી નથી રહેતી, તે ટુકડાઓમાં આવે છે. હોલિવુડમાં તો ખાસ.' અફ કોર્સ!