Chhota Udaipur

જૂની બોડેલી વિસ્તારમાં હડકલી ગાયનો આતંક : અનેક રાહદારીઓ-વાહનચાલકો શિંગડે ભરાયા, યુવકને ગંભીર ઈજા થતાં વડોદરા રિફર

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
છોટાઉદેપુરના બોડેલીમાં જૂની બોડેલી વિસ્તારમાં હડકલી ગાયનો આતંક જોવા મળ્યો છે. આ ગાયે અનેક રાહદારીઓ અને વાહનચાલકોને શિંગડે ભરાવી ઇજાગ્રસ્ત કર્યા છે. એક યુવકને આંખે ગંભીર ઇજા થતા વડોદરા રીફર કરાયો છે. મંજુબેન નામના મહિલાને ઘરમાં ઘૂસી ગાયે પગ વડે કચડી નાખ્યા હતા. સ્થાનિકોએ તંત્ર પાસે ગાયને પકડી ખસેડવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂની બોડેલી વિસ્તારમાં હડકલી ગાયનો આતંક : અનેક રાહદારીઓ-વાહનચાલકો શિંગડે ભરાયા, યુવકને ગંભીર ઈજા થતાં વડોદરા રિફર

Chhota Udaipur News : છોટા ઉદેપુરના બોડેલી શહેરમાં જૂની બોડેલી વિસ્તારમાં એક હડકલી ગાયે લોકોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ઘૂમી રહેલી ગાયે અનેક રાહદારીઓ અને વાહનચાલકોને સિંગડે ભરાવી ઈજાગ્રસ્ત કર્યા છે.
આ બનાવમાં એક યુવકને ગાયનું શિંગડું મારી દેતા આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેમને સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
બીજી ઘટનામાં મંજુબેન નામના મહિલા પોતાના ઘરમાં હતા ત્યારે અચાનક ગાય ઘરમાં ઘૂસી આવી હતી અને તેમને પગ વડે કચડી નાંખ્યા હતા. આ સમયે તેમની વહુએ સમયસૂચકતા દાખવી તેમનો બચાવ કર્યો હતો, જોકે મંજુબેનના પગમાં ગંભીર ઈજા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આવેલી શાળાની આજુબાજુ પણ આ હડકલી ગાય આંટાફેરા મારતી જોવા મળી રહી છે, જેના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવામાં ડરી રહ્યા છે. બાળકો અને વૃદ્ધો પણ ગાયના ડરથી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
સ્થાનિક રહીશોએ તંત્ર પાસે વહેલી તકે આ હડકલી ગાયને પકડી યોગ્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં.