શું આવી હોય આદર્શ શાળા? ગંદકી, અયોગ્ય ભોજન અને ખુલ્લા વીજ વાયરો! છોટાઉદેપુરની નિવાસી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Tejgadh Adarsh Nivasi Shala Negligence: છોટા ઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળામાં આદિજાતિ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં હોસ્ટેલના શોચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય, વીજ વાયરો લટકી રહ્યા છે અને જર્જરિત બિલ્ડિંગના કારણે બાળકોને જીવનું જોખમ વર્તાઈ રહ્યું છે. સમગ્ર મામલે આદિવાસી સમાજના લોકો અને વાલીઓ શાળાએ પહોંચીને શાળા-હોસ્ટેલની દયનીય સ્થિતિનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. તેમજ હોસ્પિટલની ખરાબ હાલત સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ગંદકી, અયોગ્ય ભોજન, રૂમમાં ખુલ્લા વીજ વાયરોથી વિદ્યાર્થીઓને જોખમ!
છોટા ઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળામાં 200 જેટલાં વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે. આ શાળાનું સંચાલન આદિજાતી વિભાગના કમિશનરની કચેરી દ્વારા સંચાલન કરવામાં આવે છે. દર વર્ષ શાળા ચલાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જેમાં આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે.
તેજગઢની આદર્શ નિવાસી શાળા-હોસ્ટેલની દયનીય સ્થિતિ
જો કે, શાળાની ખરાબ હાલતની જાણ કરતાં આદિવાસી સમાજના લોકો અને વાલીઓ હોસ્ટેલે પહોંચ્યા, ત્યારે ચોકવનારી વિગતો બહાર આવી હતી. જેમાં આદિવાસી બાળકોને મેનુ પ્રમાણે જમવાનું ન મળવું, શાળામાં બંધ હાલત રહેલા બોરના કારણે વિદ્યાર્થીઓને પાણી બહાર ભરવા જવુ, હોસ્ટેલની બિલ્ડિંગમાં દરવાજા ન લગાવવા, રૂમમાં ખુલ્લા વીજ વાયરો સહિતની બેદરકારી જોવા મળી હતી.
આદિવાસી સમાજ આગેવાનની આંદોલનની ચીમકી
સમગ્ર મામલે આદિવાસી સમાજ આગેવાને જણાવ્યું હતું કે, 'છોટા ઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળામાં બાળકોનું શોષણ થાય છે. જયારે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આદર્શ નિવાસી શાળા ચલાવવા માટે આદિજાતિ વિભાગને ફાળવે છે, પરંતુ સુવિધાઓ બાળકોને મળતી નથી. શાળા-હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ નહીં થાય તો 10 દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું.'
આચાર્યએ શું કહ્યું?
જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, 'હું ઈન્ચાર્જમાં છું, જેનાથી શાળાએ અઠવાડિયામાં 3 દિવસ જ આવું છું અને જે દરવાજા લગાવવાના છે કે પાણી અને ગંદકીની સમસ્યા છે, તેનો નિકાલ કરવાનો પ્રયત્નો કરીશું. હાલ તો આની રજૂવાત ઉચ્ચ કક્ષાએ કરી છે.'









