છોટા ઉદેપુર: નસવાડી APMCની ચૂંટણીમાં ખીલ્યું કમળ, તમામ 10 ઉમેદવારો વિજેતા, કોંગ્રેસ અને બળવાખોરોનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Naswadi APMC Election Result: છોટા ઉદેપુરની નસવાડી APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાં 533 માંથી 516 મતદારો મતદાન કર્યું હતું. ગુરુવાર(10 સપ્ટેમ્બર)ના રોજ સવારના 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને 19 રાઉન્ડમા એક પછી એક રાઉન્ડની મત ગણતરી થઇ હતી. જેમાં 462 મત માન્ય રહ્યા હતા અને 54 મત રદ થયા હતા. આમ, ચૂંટણી પરિણામમાં કમળ ખીલ્યું છે, ત્યારે તમામ 10 ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસ અને બળવાખોરોનો સફાયો થયો છે.
નસવાડી APMCની ચૂંટણીમાં ખીલ્યું કમળ
નસવાડી APMCની ચૂંટણીમાં શરૂવાતથી ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો આગળ રહ્યા હતા અને આખરે ભાજપ પ્રેરિત પેનલના 10 ઉમેદવારોનો વિજય થયો છે. જયારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ભેગા થઈને બળવાખોર પેનલ બનાવનારા તમામની હાર થઈ છે. એક ઉમેદવાર અપક્ષ તરીકે મેદાન હતો જયારે મતગણતરી પૂણ થયાં બાદ 9 ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ હતી. હાલ તો નસવાડીમાં APMC ઉપર ભાજપનો કબજો થયો છે.
જયારે ભાજપ પ્રેરિત દરેક ઉમેદવારોને અલગ અલગ મતનો આંકડો જોવા મળ્યો હતો. પ્રથમ નંબર ઉપર ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહનાઓને 425 હાઇએસ્ટ મત અને બીજા નંબર ઉપર સોલંકી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહને 424 મત મળ્યા હતા. જયારે 54 મત રદ થતાં ભાજપ પ્રેરિત ઉમેદવારોએ મતગણતરી બાદ ફરીથી રદ મતોની ચકાસણી માટે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ચૂંટણી અધિકારીએ સિક્કો બરાબર બેલેટ ઉપર વાગ્યો ના હોવાના કારણે વાંધો નકારી કાઢ્યો હતો. આખરે વિજય બાદ ભાજપના તમામ ઉમેદવારો અને કાર્યકર્તા સહિત ચાહકોએ વિજય ઉત્સાહ મનાવ્યો હતો અને એક બીજાનું મોઢું મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ખેડૂત વિભાગમાં 10 બેઠક ઉપર વિજેતા થયેલા ઉમેદવાર - મત વાઈઝ
- ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ = 425
- સોલંકી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ = 424
- સોલંકી વિક્રમસિંહ મદનસિંહ = 415
- પંડ્યા ધવલકુમાર સુભાષચંદ્ર = 398
- કોળી વિપિનભાઈ શાંતિભાઈ = 395
- ચૌહાણ હિંમતસિંહ રામસિંહ = 383
- ભીલ જેઠાભાઈ જમનાદાસ = 383
- રાજપરમાર ધનશ્યામસિંહ હઠીસિંહ = 373
- ભીલ દલસીંગભાઈ નાનજીભાઈ = 350
- રાઠવા રમણભાઈ કાદવભાઈ = 347
હારેલા ઉમેદવારના નામ - મત વાઈઝ
- ભીલ સુભાષભાઈ નટુભાઈ = 202
- સોલંકી જયેન્દ્રસિંહ દોલતસિંહ = 96
- ચૌહાણ મેઘરાજસિંહ પ્રતાપસિંહ = 65
- જયસ્વાલ શીતલાપ્રસાદ ગુરૂપ્રસાદ = 58
- ચૌહાણ પ્રતાપસિંહ જેઠીસિંહ = 56
- પટેલ મહેશભાઈ રામદાસભાઈ = 46
- ભીલ દલપતભાઈ હીરાભાઈ = 41
- શેખ સીદીકભાઈ ઇસ્માઇલભાઈ = 35
- પટેલ ચિરાયુ મહેશભાઈ = 24
- મેમણ ઇકબાલભાઈ ઉંમરભાઈ = 18




