Chhota Udaipur

છોટા ઉદેપુરમાં હાઈકોર્ટના નવા નિયમો સામે બોડેલીમાં વકીલોમાં આક્રોશ, હાથ પર કાળી પટ્ટી બાંધી અચોક્કસ મુદતની હડતાળ

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
છોટા ઉદેપુર અને બોડેલી બાર એસોસિયેશનના વકીલોએ હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. A4 સાઈઝના પેપર, ચોક્કસ ફોન્ટ અને હસ્તલેખિત અરજીઓ બંધ કરવા જેવા કડક નિયમો સામે રોષ વ્યક્ત કર્યો છે. વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી "લડેંગે જીતેંગે"ના નારા લગાવી કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે. પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં હાઈકોર્ટના નવા નિયમો સામે બોડેલીમાં વકીલોમાં આક્રોશ, હાથ પર કાળી પટ્ટી બાંધી અચોક્કસ મુદતની હડતાળ

Lawyers Strike In Chhota Udepur: હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રના વિરોધમાં છોટા ઉદેપુર જિલ્લા સહિત બોડેલી બાર એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. બોડેલીના વકીલોએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરી અને 'લડેંગે જીતેંગે'ના નારા લગાવીને કોર્ટની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.

પરિપત્રના કડક નિયમો સામે વકીલોમાં રોષ

મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાયદાકીય કામગીરી માટે બહાર પાડવામાં આવેલા નવા નિયમો સામે વકીલોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ પરિપત્રમાં કોર્ટ કામગીરી માટે ફરજિયાત A4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવો, ચોક્કસ નક્કી કરાયેલા ફોન્ટમાં જ ટાઈપિંગ કરવું અને હસ્તલેખિત (હાથથી લખેલી) અરજીઓનો સ્વીકાર બંધ કરવા જેવી શરતો લાદવામાં આવી છે.

પરિપત્ર પરત ન ખેંચાય ત્યાં સુધી બહિષ્કાર યથાવત રહેશે

બોડેલી બાર એસોસિયેશનના વકીલોના જણાવ્યાનુસાર, આ નવા નિયમો વ્યવહારિક રીતે મુશ્કેલી ઊભી કરનારા છે. વકીલોએ એકસૂરે હાઈકોર્ટના આ નિયમોનો વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી આ વિવાદિત પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી હડતાલ ચાલુ રાખીને કોર્ટની તમામ કાર્યવાહીથી અળગા રહેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.