શ્રાવણમાં શ્રદ્ધા, સાયકલ અને સૌરાષ્ટ્રનો સંગમ! છોટા ઉદેપુરના ભેખડીયા ગામના 20થી વધુ યુવાનોની અનોખી યાત્રા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Youths Cycle Yatra: છોટા ઉદેપુરના કવાંટના ભેખડીયા ગામના 20થી વધુ યુવાનોનું અનોખું સૌરાષ્ટ્ર દર્શન કર્યુ છે. શ્રાવણ માસમાં સાયકલ પર 1800 કિલોમીટરથી વધુની સફર ખેડી બોડેલી પહોંચ્યા હતા, જ્યાં નગરજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
કવાંટના ભેખડીયા ગામના 20થી વધુ યુવાનોની અનોખી યાત્રા
શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સૌરાષ્ટ્ર દર્શન કરવા માટે કવાંટના ભેખડીયા ગામના 20થી વધુ યુવાનો સાયકલ પર યાત્રાએ નીકળ્યા હતા. જેમાં યુવાનોએ સાયકલ દ્વારા 1800 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડી વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.
સાયકલ પર કર્યું સૌરાષ્ટ્ર દર્શન
ભેખડીયા ગામથી નીકળેલા યુવાનો સાયકલ પર સૌરાષ્ટ્ર તરફ રવાના થયા હતા. યાત્રા દરમિયાન તેઓએ સોમનાથ, ગીર-સોમનાથ, બેટ દ્વારકા, રણુજા, ડાકોર, પાવાગઢ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કર્યા હતા. ત્યારબાદ પાવાગઢથી ઝંડ હનુમાન મંદિર થઈ તેઓ બોડેલી પહોંચ્યા હતા.
યાત્રા પૂર્ણ થતાં ગામે યુવાનોનું ઉષ્માભેર સ્વાગત
સાયકલ પર લાંબી યાત્રા પૂર્ણ કરીને બોડેલી પહોંચેલા યુવાનોનું નગરજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાનોની સાહસિકતા, એકતા અને ધાર્મિક ભાવનાને નગરજનોએ બિરદાવી હતી.
શ્રાવણ માસ દરમિયાન યુવાનોએ સાયકલ પર 1800 કિલોમીટરથી વધુનું અંતર કાપીને યાત્રા પૂર્ણ કરી હતી. આધુનિક સમયમાં વાહનોનો ઉપયોગ કર્યા વિના સાયકલ દ્વારા આટલી લાંબી ધાર્મિક યાત્રા કરવી એ યુવાનો માટે પડકારજનક હોવા છતાં પ્રેરણાદાયી બની રહી હતી. આ યાત્રા દ્વારા યુવાનોએ શ્રદ્ધા સાથે સાહસ અને તંદુરસ્તીનો પણ મેસેજ આપ્યો હતો.




