Chhota Udaipur

છોટા ઉદેપુર: બોડેલી રેલવે ફાટક નજીકથી અજાણ્યા અધેડનો મૃતદેહ મળી આવતાં ચકચાર

By GS Team
16 Oct 20261 min read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક રેલવે ફાટક પાસેથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. બોડેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને PM અર્થે ખસેડ્યો હતો. સ્થાનિકો મુજબ, મૃતક તંબોળીયા ગામના હોવાનું મનાય છે. પોલીસે આધેડનું મોત કયા સંજોગોમાં થયું તેની વધુ તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલી રેલવે ફાટક નજીકથી અજાણ્યા અધેડનો મૃતદેહ મળી આવતાં ચકચાર

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી રેલવે ફાટક નજીકથી એક અજાણ્યા અધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો એકઠા થઈ ગયા હતા, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો

મળતી માહિતી અનુસાર, રેલવે ફાટક નજીક અજાણ્યા અધેડનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતાં જ બોડેલી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક પંચનામું કરીને મૃતદેહને કબ્જે લીધો હતો અને મોતનું સાચું કારણ જાણી શકાય તે માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે બોડેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

તંબોળિયા ગામના હોવાની ચર્ચા

સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચાઓ મુજબ મૃતક અધેડ નજીકના તંબોળિયા ગામના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ અંગે સચોટ માહિતી મેળવવા માટે પોલીસ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. અધેડનું મોત કયા સંજોગોમાં થયું છે? કોઈ અકસ્માત સર્જાયો છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગે પોલીસે તમામ દિશામાં ઘેરાણપૂર્વક તપાસ શરૂ કરી છે.છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી રેલવે ફાટક નજીકથી એક અજાણ્યા અધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો એકઠા થઈ ગયા હતા, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.