છોટા ઉદેપુર: ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેના તળાવમાંથી પુરુષનો મૃતદેહ મળતાં ચકચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુરમાં આવેલા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તળાવના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
ઓળખ મેળવવા પોલીસે તપાસ તેજ કરી
બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહમત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને પોલીસ હવાલે કર્યો હતો.
ઘટના અંગે તપાસ હાથ ધરતાં મૃતકની ઓળખ કનુ નાયકા તરીકે થઈ છે. તે દડીગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની આદરણીય ફરજ બજાવતા હતા. તે વહેલી સવારે રોજિંદા ક્રમ મુજબ તળાવ કિનારે ચાલવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તળાવમાંથી કમળના ફૂલને લેવા માટે તળાવના કિનારે નીચે ઉતર્યા હતા. ત્યારે અચાનક તેનો પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. શિક્ષકના અચાનક અવસાનના સમાચારથી તેમના પરિવારજનો, દડીગામ શાળા પરિવાર તેમજ શિક્ષણ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.




