Chhota Udaipur

છોટાઉદેપુર: નસવાડી APMC ચૂંટણીમાં મૌખિક મેન્ડેટથી ભાજપ ઉમેદવારોએ કરી દાવેદારી, 2 સપ્ટેમ્બરે અપાશે વિધિવત મેન્ડેટ!

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડી APMC માર્કેટમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ફોર્મ વિતરણ અને ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના ઉમેદવારોએ મૌખિક મેન્ડેટના આધારે દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રેરિત ઉમેદવાર જયેશભાઈ પટેલે સહકારી ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી કરી છે. તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણે 2 સપ્ટેમ્બરે મેન્ડેટ જાહેર થશે તેમ જણાવ્યું. APMC બિનહરીફ કરવાના પ્રયાસો ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: નસવાડી APMC ચૂંટણીમાં મૌખિક મેન્ડેટથી ભાજપ ઉમેદવારોએ કરી દાવેદારી, 2 સપ્ટેમ્બરે અપાશે વિધિવત મેન્ડેટ!

Naswadi APMC Election: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા APMC માર્કેટ ખાતે સહકારી ક્ષેત્રની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ તબક્કા દરમિયાન ફોર્મ વિતરણ તથા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં ભાજપ ઉમેદવારોએ મૌખિક મેન્ડેટના આધારે દાવેદારી નોંધાવી છે.

કેટલા ઉમેદવારો છે તે ચિત્ર રવિવારે સ્પષ્ટ થશે

ઉમેદવાર જયેશભાઈ જશુભાઈ પટેલે પોતાની ઉમેદવારી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે સહકારી ખેડૂત વિભાગ(સંઘ)માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. અત્યારે ભાજપ કે કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઈ જેવું કશું નથી. ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલા ઉમેદવારો છે તે ચિત્ર સ્પષ્ટ થશે અને તે પછી જ પેનલ નક્કી કરીને આગળની વ્યૂહનીતિ ઘડવામાં આવશે. જ્યારે તેમને પક્ષની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે 'ભાજપ પ્રેરિત' ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. મેન્ડેટ પ્રક્રિયા અંગે ખુલાસો કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ અંગે અત્યાર સુધી કોઈ લેખિત કે સત્તાવાર સૂચના મળી નથી, પરંતુ પક્ષ તરફથી મળેલી મૌખિક સૂચનાના આધારે જ તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

APMCમાં મેન્ડેટ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણે કહ્યું કે-

આ ફોર્મ વિતરણ બાદ 2 સપ્ટેમ્બરના રોજ જે પણ ઉમેદરોના મેન્ડેટમાં નામ હશે એ જાહેર થશે અને બીજા જે ઉમેદવારો છે એ ફોર્મ પાછું ખેંચશે. અગાઉ પણ સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં મેન્ડેટ મળ્યા છે અને આ પણ APMCની ઇલેક્શન છે એમાં પણ મેન્ડેટ મળવાના છે. APMC બિનહરીફ થવાના પણ આપણે પ્રયત્ન કરીશું. આ દરેક ચૂંટણીનો એક ચૂંટણી પ્રક્રિયા હોય છે. દરેક ખેડૂત વિભાગને અલગ-અલગ પક્ષમાંથી ઉમેદવારી કરવાનો હક હોય છે.

બીજી તરફ ચૂંટણી અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે કે-APMC નસવાડી ખાતે ફોર્મ ભરવાનું શરૂ થયું છે, આજે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ લેવાના રહેશે અને આવતીકાલે રવિવારે તેની ચકાસણી થશે. એ કાયદાકીય પ્રક્રિયા મુજબ છે. આપણો APMC ઍક્ટ છે તેના મુજબ છે.