Chhota Udaipur

છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં AAP સભ્યોના 'અપહરણ'નો વિવાદ, કમિશનરની નોટિસમાં તમામ સભ્યો અને TDOને ગાંધીનગરનું તેડું!

By GS Team
18 Oct 20263 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 23 મે, 2026ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી વખતે 3 'AAP' સભ્યોના અપહરણનો વિવાદ થયો હતો. આ મામલે 'AAP' દ્વારા માનવ અધિકાર પંચ અને ચૂંટણી પંચને અરજી કરાઈ હતી. જેને પગલે વિકાસ કમિશનરે તમામ 26 સભ્યો અને TDOને 29 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીનગર બોલાવી સુનાવણી રાખી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં AAP સભ્યોના 'અપહરણ'નો વિવાદ, કમિશનરની નોટિસમાં તમામ સભ્યો અને TDOને ગાંધીનગરનું તેડું!

Chhota Udaipur Taluka Panchayat Election Kidnapping Controversy: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં તાલુકા પંચાયતના ગેટ ઉપરથી ત્રણ સભ્યોને ઉઠાવી જવાની ઘટનામાં આમ આદમી પાર્ટી(AAP)ના સભ્યોએ માનવ અધિકારી પંચ અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને અરજી કરી હતી. જેને લઈને વિકાસ કમિશનરે તમામ 26 સભ્યો તેમજ તાલુકા વિકાસ અધિકારીને નોટિસ આપી ગાંધીનગર ખાતે બોલાવી સુનાવણી રાખી છે.

છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં AAP સભ્યોના 'અપહરણ'નો વિવાદ

છોટા ઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં AAPની 13 બેઠકો ઉપર તાલુકા પંચાયત સભ્યો ચૂંટાયા હતા. જયારે 13 બેઠકો ઉપર ભાજપના સભ્યો ચૂંટાયા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ચૂંટણી માટે 23 મે, 2026ના રોજ સામાન્ય સભા રાખવામાં માટે આદેશ કર્યો હતો. જેને લઈને છોટા ઉદેપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા AAP અને ભાજપના તાલુકા પંચાયતના સભ્યોને મિટિંગમાં હાજર રહેવા માટે એજન્ડા ફાળવ્યા હતા.

AAPના ત્રણ સભ્યોને એક સ્કોર્પિયોમાં ઉઠાવી લઈ ગયા!

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે છોટા ઉદેપુર પોલિટેકનિક કોલેજના કેમ્પસમાંથી તાલુકા પંચાયતમાં પહોંચવા માટે 13 AAPના સભ્યો પોલીસની હાજરીમાં પ્રવેશયા હતા અને પગપાળા ચાલીને તાલુકા પંચાયતના ગેટ પાસે પહોંચતા જ AAPના ત્રણ સભ્યોને એક સ્કોર્પિયોમાં ઉઠાવી જવાની ઘટના બનતા ભારે હોબાળો મચ્યો હતો.

ત્યારબાદ AAPના બાકી રહેલા તમામ સભ્યોએ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર હકીકત જણાવી રજૂવાત કરી હતી. પરંતુ ચૂંટણી અધિકારીએ તેઓની રજૂવાત ના સાંભળી ચૂંટણીની પ્રકિયા શરૂ રાખી હતી. જેને લઇ AAPના બાકી રહેલા સભ્યોએ ચૂંટણીનો વિરોધ કરી ગેરહાજર રહ્યા હતા. જેમાં તેમની વગર ભાજપમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેવાઈ હતી.

કમિશનરની નોટિસમાં તમામ સભ્યો અને TDOને ગાંધીનગરનું તેડું!

સમગ્ર મામલે AAPના તાલુકા પંચાયત સભ્યએ આ ચૂંટણી પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ તેમજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને વિકાસ કમિશનનર કચેરીમાં અરજી કરતા સમગ્ર મામલામાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા તમામ 26 સભ્યોને વિકાસ કમિશનર કાયદા શાખા દ્વારા 29 ઓક્ટોબર, 2026ના રોજ હાજર રહેવા માટે નોટિસ આપવમાં આવી છે. આ સાથે છોટા ઉદેપુર તાલુકા વિકાસ અધિકારીને પણ નોટિસ આપવામાં આવી છે.

જ્યારે સમગ્ર મામલામાં ચૂંટણી પ્રક્રિયાને લઈને અરજી કરી હતી અને તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારની અરજીને લઈને હાલતો ચૂંટણી પ્રક્રિયામાં અધિકારીઓની કેવી ભૂમિકા રહી છે તેના જવાબો વિકાસ કમિશનર લેશે અને સત્તા મેળવવા માટે જે સભ્યોને ઉઠાવી ગયા હતા, તેને લઈને AAPના સભ્યોએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. AAPનું કહેવું છે કે, સમગ્ર મામલામાં કેમ્પસમાં ઘૂસ્યા બાદ તંત્રની જવાબદારી હોય તંત્રએ નિષ્પક્ષ ચૂંટણી ના કરાવતા હાલ તો તંત્રને ફફડાટ લાગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ છોટા ઉદેપુર તાલુકા પંચાયતની કમાન ભાજપના હાથમાં છે, પરંતુ તેની સામે આ તપાસમાં કેવા પરિણામ આવે છે તે જોવાનું રહ્યું. હાલ ઘટનાને લઇને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.