છોટા ઉદેપુરની દીકરીની આકાશને આંબતી સફર: શિફા મફતે ગ્રીસમાં તાલીમ મેળવી પાયલોટ બનવાનું સપનું સાકાર કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Pilot Shifa Mafat: દ્રઢ મનોબળ, સખત મહેનત અને પરિવારના સપોર્ટથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે તે છોટા ઉદેપુરની શિફા હુસેનશબ્બીર મફતે સાબિત કરી બતાવ્યું છે. નાનપણથી જ આકાશમાં ઉડાન ભરવાનું સપનુ સેવનાર શિફાએ તમામ પડકારોને પાર કરીને એવિએશન ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાસિલ કરી છે અને પાયલોટ બનીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
છોટા ઉદેપુરથી ગ્રીસ સુધીની પ્રેરણાદાયી સફર
શિફાએ પોતાના પ્રાથમિક અને શાળાકીય શિક્ષણની શરૂઆત છોટા ઉદેપુરથી જ કરી હતી. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તે UAE ગઈ હતી, જ્યાં તેણે વિજ્ઞાન પ્રવાહ (10+2) સાથે હાઈસ્કૂલ પૂર્ણ કરી હતી. નાનપણથી જ પાઇલટ બનવાની ઇચ્છા હોવાથી તેણે એવિએશન કારકિર્દી પસંદ કરી અને કઠિન તાલીમ માટે ગ્રીસનો રસ્તો પસંદ કર્યો હતો. ગ્રીસમાં તેણે એરલાઇન ટ્રાન્સપોર્ટ પાઇલટ લાઇસન્સ (ATPL-A) માટેની કડક તાલીમ સફળતાપૂર્વક મેળવી હતી.
અભ્યાસ અને તાલીમનું બહેતરીન સંતુલન
પાયલોટની પ્રેક્ટિકલ તાલીમની સાથે શિફાએ પોતાનો ગ્રેજ્યુએશનનો ઓનલાઇન અભ્યાસ પણ સતત ચાલુ રાખ્યો હતો. એકસાથે બે મોટી જવાબદારીઓ નિભાવવી સરળ ન હતી, પરંતુ તેમની અડગ શિસ્ત અને મહેનતે તેમને સફળતા અપાવી. શિફા હાલ 227 કલાકથી વધુનો ફ્લાઇટ એક્સપિરિયન્સ ધરાવે છે અને ૫થી વધુ અલગ-અલગ પ્રકારના એરક્રાફ્ટ ઉડાડવાનો અનુભવ મેળવી ચૂકી છે.
સપના મોટા હોય તો અંતર ક્યારેય અવરોધ બનતું નથી તે વાત શિફાની આ સફળતાએ સાબિત કરી છે, જે આજે છોટા ઉદેપુર અને ગુજરાતના અનેક યુવાનો માટે પ્રેરણાસ્રોત બની છે.









