Business

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ

By GS Team
15 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ સોનાના-ચાંદીના ભાવમાં ખાસ કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જ નોંધાયો છે. આખરે સોના અને ચાંદી બંનેની કિંમતમાં ઘટાડો કેમ જોવા મળી રહ્યો છે? શું યુદ્ધની સોનાના ભાવ પર કોઈ અસર નથી પડી રહી?

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ

Gold Price: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ સોનાના-ચાંદીના ભાવમાં ખાસ કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જ નોંધાયો છે. આખરે સોના અને ચાંદી બંનેની કિંમતમાં ઘટાડો કેમ જોવા મળી રહ્યો છે? શું યુદ્ધની સોનાના ભાવ પર કોઈ અસર નથી પડી રહી? તો ચાલો સમજીએ...

સોનાની કિંમતમાં સામાન્ય વધારો

શુક્રવારે સાંજે બુલિયન બજારમાં સોનાનો ભાવ 1,58,399 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે  28 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું હતું. તે પહેલાં 27 ફેબ્રુઆરીના રોજ સોનાનો ભાવ 1,59,097 રૂપિયા હતો. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન માત્ર સામાન્ય વધારો જોવા મળ્યો છે.

સોનાનો ભાવ કેમ નથી વધી રહ્યો?

જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી સોનું એક રેન્જમાં પણ ટ્રેડ કરી રહ્યું છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં 300 ડોલર પ્રતિ આઉન્સના રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ એમસીએક્સ ફ્યૂચરમાં તે 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. WTI ક્રૂડ ઓઈલનો ભાવ 60 ડોલર પ્રતિ બેરલથી વધીને 110 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો હતો, જેના કારણે વૈશ્વિક ફુગાવાનું જોખમ મંડરાવા લાગ્યું છે. આ ઉપરાંત વિશ્વભરના રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ડોલર તરફ જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ડોલર પણ મજબૂત થયો છે. આ કારણે સોનાના ભાવમાં કોઈ નોંધપાત્ર વધારો નથી થઈ રહ્યો.

અહીંથી ક્યાં સુધી પહોંચી શકે છે સોનાનો ભાવ

સોનાનો ભાવ ક્યાં સુધી પહોંચશે તે ઘણા અંશે સેન્ટીમેન્ટ અને પરિસ્થિતઓ પર આધાર રાખશે. એક અહેવાલ પ્રમાણે જો વેચવાલી જોવા મળે છે, તો તે 5 થી 20 ટકા સુધી સસ્તુ થઈ શકે છે. જોકે, અમેરિકન ગ્રોથ રેટ, ફુગાવો અને જો ઊંચા વ્યાજ દરનો માહોલ રહ્યો તો સોના પર ખરાબ અસર પડી શકે છે.

આ પણ વાંચો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાદ 'બાબ અલ મંદેબ' પણ બંધ થશે! યમનના હુથીઓની ધમકીથી દુનિયા ટેન્શનમાં

બીજી તરફ જો વૈશ્વિક સ્તર પર આર્થિક મંદી અને તણાવ વધશે તો સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વર્તમાન સ્તરથી 15 થી 20 ટકા વધી શકે છે.