Business

જોઈન્ટમાં હોમ લોન લીધી હોય અને એકનું મોત થઈ જાય તો EMI કોણ ભરશે? જાણો જવાબ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
સપનાનું ઘર ખરીદવા લોકો જોઈન્ટ હોમ લોન લે છે, જેમાં પતિ-પત્ની, માતા-પુત્ર જેવા સંબંધો ધરાવતા પાર્ટનર સાથે મળીને લોન લઈ શકે છે. આનાથી વધુ લોન મળે છે અને EMI પણ વહેંચાઈ જાય છે. જોકે, લોન ચુકવણી દરમિયાન એક પાર્ટનરનું મૃત્યુ થાય તો, બાકીની EMIની સંપૂર્ણ જવાબદારી જીવિત પાર્ટનરની રહે છે. જો EMI ન ભરાય તો બેંક મિલકત જપ્ત કરી શકે છે. તેથી, હોમ લોન સાથે વીમો લેવો અત્યંત જરૂરી છે, જેથી પરિવાર પર બોજ ન આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોઈન્ટમાં હોમ લોન લીધી હોય અને એકનું મોત થઈ જાય તો EMI કોણ ભરશે? જાણો જવાબ

Joint Home Loan: વર્તમાન સમયમાં સપનાનું ઘર ખૂબ મોંઘું થઈ ગયું છે. આવી સ્થિતિમાં લોકો ઘર ખરીદવા માટે જોઈન્ટ હોમ લોન (Joint Home Loan) લઈ રહ્યા છે. આનો એ ફાયદો થાય છે કે જોઈન્ટ લોનમાં બંને પાર્ટનરની કમાણી જોડાવાથી વધારે હોમ લોન મળી જાય છે અને દર મહિને EMI પણ વહેંચાઈ જાય છે. જોકે હોમ લોન રિલેશનશિપ પાર્ટનરને મળે છે, જેમ કે પતિ-પત્ની, પિતા-પુત્ર, પિતા-પુત્રી, પુત્ર અને માતા, પુત્રી અને માતા મળીને હોમ લોન લઈ શકે છે. જોકે પાર્ટનરની ઈનકમ હોવી જરૂરી છે.

જોકે જોઈન્ટ હોમ લોનને લઈને મનમાં સવાલ ચોક્કસ થાય છે કે, જો હોમ લોન ચૂકવવા દરમિયાન એક પાર્ટનરનું મૃત્યુ થઈ જાય તો તે લોનનું શું થશે? શું બેન્ક EMI માફ કરી દે છે કે પછી બીજા પાર્ટનરની પણ EMI ભરવી પડશે?

જોઈન્ટ લોનમાં EMIની જવાબદારી કોની?

જોઈન્ટ હોમ લોન ચૂકવવાની એટલે કે EMIની જવાબદારી બંને પાર્ટનરની હોય છે. પરંતુ જો કોઈ એક પાર્ટનરનું મૃત્યુ થઈ જાય તો બાકીની EMIની જવાબદારી ખતમ નથી થતી. આવી સ્થિતિમાં હયાત પાર્ટનરે જ EMI ચૂકવવી પડે છે. લોનની ગેરંટી ઘર હોય છે, તેથી લોન ન ચૂકવવા પર બેન્ક નિયમો હેઠળ પ્રોપર્ટીમાંથી રકમ વસૂલ કરી શકે છે. એક પાર્ટનરના મૃત્યુ બાદ પણ બીજા પાર્ટનરે બાકીની લોન ભરવી પડશે, નહિતર સંપત્તિ સીઝ થઈ શકે છે.

હોમ લોનમાં ઈન્સ્યોરન્સ ખૂબ જરૂરી

હોમ લોનમાં ઈન્સ્યોરન્સ હોવો ખૂબ જરૂરી છે. જો કોઈ કારણોસર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો લોનનો બોજ પરિવાર પર પડે છે. એવામાં જો ઈન્સ્યોરન્સ હોય તો વીમામાંથી મળતી રકમથી બાકીની લોન ચૂકવી શકાય છે. જો મૃત્યુ પામેલા વ્યક્તિના હિસ્સાની લોનનો વીમો લેવાયેલો હોય તો વીમા કંપની બાકીની રકમનો પૂરો હિસ્સો ચૂકવી દે છે.