Business

'અમે નોટિસની તપાસ કરી રહ્યા છીએ...', અમેરિકાની ટેરિફની ધમકી પર ભારત સરકારનો જવાબ

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકા દ્વારા 25% સુધીના નવા ટેરિફના પ્રસ્તાવ પર ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે, USTR ની કલમ 301 હેઠળની તપાસનું સંજ્ઞાન લેવાયું છે અને તેની તપાસ ચાલી રહી છે. ભારતે રચનાત્મક ભાગીદારી નોંધાવી છે અને વાટાઘાટોથી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. 8 મહિનાની તપાસ બાદ 14 અર્થતંત્રોમાં ભારતનો સમાવેશ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમે નોટિસની તપાસ કરી રહ્યા છીએ...', અમેરિકાની ટેરિફની ધમકી પર ભારત સરકારનો જવાબ

India Reply on Tarrif Threat : અમેરિકા દ્વારા પ્રસ્તાવિત નવા ટેરિફ મુદ્દે ભારત સરકારે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. વાણિજ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાના વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર) ની કલમ 301 હેઠળની તપાસના નિર્ધારણ અને ટિપ્પણી માટેની નોટિસનું ભારતે સંજ્ઞાન લીધું છે અને હાલ તેની તપાસ ચાલી રહી છે.

વાટાઘાટોથી ઉકેલ લાવવા પર ભાર

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતે સમગ્ર તપાસ પ્રક્રિયામાં રચનાત્મક ભાગીદારી નોંધાવી છે. વાણિજ્ય વિભાગ અગાઉ પણ જણાવી ચૂક્યું છે કે ભારતના કોઈપણ ક્ષેત્રમાં માળખાકીય વધારાની ક્ષમતા નથી, તેમજ વેપાર સંબંધિત ચિંતાઓનો ઉકેલ આ જ વાટાઘાટોના માળખામાં આવવો જોઈએ.

25 ટકા સુધી ટેરિફનો પ્રસ્તાવ, સમજૂતીથી 17 ટકા શક્યતા

યુએસટીઆરના મતે આ ક્ષેત્રને લગતી ભારતની નીતિઓ અયોગ્ય છે અને અમેરિકન વાણિજ્ય પર ભારણ મૂકે છે, જેના કારણે કલમ 301(b) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. એજન્સીએ કેટલીક ચીજોને મુક્તિ આપીને અને હાલના કલમ 301 ટેરિફમાં ઘટાડો કરીને ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા સુધીના શુલ્કનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે વેપાર સમજૂતી થાય તો આ દર ઘટીને 17 ટકા થઈ શકે છે.

8 મહિનાની તપાસ બાદ 14 અર્થતંત્રો પર નજર

આ પ્રસ્તાવ 8 મહિનાની તપાસ બાદ આવ્યો છે, જે 16 વેપારી ભાગીદારોની મેન્યુફેક્ચરિંગ નીતિઓ અને અમેરિકાના ઉદ્યોગો પર તેની અસર અંગે હતી. નવા શુલ્કના પ્રસ્તાવમાં સામેલ 14 અર્થતંત્રોમાં ભારતનો પણ સમાવેશ થાય છે, જ્યારે વિગતવાર ટેરિફ દર અને ઉત્પાદનોનો વ્યાપ હજુ જાહેર કરાયો નથી.