યુવાનો દ્વારા સંચાલિત કંપનીઓના વેલ્યુએશનમાં ૨૩ ટકાનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧ બિલિયન ડોલરથી વધુ વેલ્યુએશન ધરાવતી ૩૭ કંપનીઓ
અમદાવાદ : ૩૫ વર્ષથી ઓછી વયના યુવાનો દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓનું કુલ મૂલ્યાંકન ૨૩% વાૃધીને રૂ. ૪૮ લાખ કરોડ થયું છે. જેમાં વ્યવસાય ચલાવતા સ્થાપકો અને વારસદારોનો સમાવેશ થાય છે, તેમાં યુવાનોની સંખ્યા ગત વર્ષની સરખામણીએ ૧૫૫ થી ૧૬% વધીને ૧૮૦ થઈ ગઈ છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
આ યાદીમાં પ્રથમ પેઢીના સ્થાપકોનો સમાવેશ થાય છે જેઓ ૫૦ મિલિયન ડોલર કે તેથી વાૃધુ મૂલ્યના સાહસોનું નિર્માણ કરી રહ્યા છે અને આગામી પેઢીના લીડર્સ જેઓ ૧૦૦ મિલિયન ડોલર મૂલ્યના પારિવારિક વ્યવસાયોનું સંચાલન કરી રહ્યા છે. આ યાદીમાં ૧ બિલિયન ડોલરથી વાૃધુ વેલ્યુએશન ધરાવતી ૩૭ કંપનીઓનો સમાવેશ થાય છે. આ સાહસો સામૂહિક રીતે ૫,૮૮,૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપે છે. યાદીમાં રહેલા ૧૮૦ અગ્રણીઓમાંથી ૭૧% પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો છે. અહેવાલ મુજબ, સ્પેસ, ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કામ કરતા સ્થાપકો સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ક્ષેત્રના પ્રવેશકર્તાઓની સંખ્યા ચાર ગણી વધીને ૧૨ થઈ ગઈ છે. આ યાદીમાં ૨૩ મહિલાઓ સામેલ છે.




