શેરોમાં ઘટાડે સપોર્ટ : ફંડોનું શોર્ટ કવરિંગ સેન્સેક્સ ૨૩૮ પોઈન્ટ વધીને ૭૬૭૪૨
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ફેરવી તોળ્યું : ઈરાન પર હુમલા એ યુદ્વ નથી : વાટાઘાટ ચાલુ રહેશે
નિફટી સ્પોટ ૮૧ પોઈન્ટ વધીને ૨૩૯૬૩ : બેંકિંગ-ફાઈનાન્સ, પાવર-રિયાલ્ટી, હેલ્થકેર શેરોમાં તેજી : FPIs/FIIની રૂ.૫૩૩ કરોડની વેચવાલી
મુંબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્વની સ્થિતિ નિર્માણ થઈ હોવા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતીને તોડી નાખ્યા બાદ ઈરાન પર હુમલાઓ શરૂ કર્યા બાદ આ હુમલા ફરી યુદ્વ નહીં સમજવા અને ઈરાન સાથે વાટાઘાટ ચાલુ રહેશે એવું નિવેદન કરીને ફેરવી તોળતાં આજે વૈશ્વિક બજારોમાં કંઈક અંશે હાશકારો થયો હતો. ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આરંભથી શોર્ટ કવરિંગ કર્યા સાથે ઘટાડે સિલેક્ટિવ ફ્રન્ટલાઈન શેરોમાં ખરીદી કરતાં બજાર પોઝિટીવ બન્યું હતું. ફંડોએ આજે હેલ્થકેર-ફાર્મા, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરી હતી. અલબત ઓટોમોબાઈલ અને આઈટી શેરોમાં આંશિક પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ આરંભમાં ૮૨૩.૦૫ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૬૫૭૬.૧૪ સુધી પહોંચ્યા બાદ વધ્યામથાળે પ્રોફિટ બુકિંગ સાથે અંતે ૨૩૮.૨૨ પોઈન્ટ વધીને ૭૬૭૪૧.૮૨ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૪૧૩૪.૭૦ સુધી જઈ અંતે ૮૦.૭૫ પોઈન્ટ વધીને ૨૩૯૬૨.૮૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૫૯૩ પોઈન્ટ ઉછળ્યો : કેનેરા બેંક, પીએનબી, આઈડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. ખાસ ખાનગી બેંક શેરોમાં આકર્ષણ રહ્યું હતું. કેનેરા બેંક રૂ.૩.૭૦ વધીને રૂ.૧૨૪.૮૦, પીએનબી રૂ.૨.૫૦ વધીને રૂ.૧૦૩.૪૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૬૪ વધીને રૂ.૭૯.૪૭, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૯૦ વધીને રૂ.૧૦૧૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૦૫ વધીને રૂ.૧૫૭.૪૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૬.૫૫ વધીને રૂ.૩૭૭.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૧૫ વધીને રૂ.૨૪૪.૫૫, એચડીએફસી બેંક રૂ.૭.૨૫ વધીને રૂ.૮૧૭.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૬૦ વધીને રૂ.૧૦૪૭.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૬૦ વધીને રૂ.૧૦૨૧.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૯૨.૯૫ પોઈન્ટ વધીને ૬૪૭૮૮.૭૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૫૯૨ વધ્યો : યુનિકેમ રૂ.૮૦, ફર્મેન્ટા રૂ.૩૬, સુવેન રૂ.૨૯, આરપીજી રૂ.૨૦૦ ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોએ આજે મોટું વેલ્યુબાઈંગ કર્યા સાથે કવરિંગ કર્યું હતું. યુનિકેમ લેબ રૂ.૭૯.૬૫ ઉછળીને રૂ.૬૫૧.૩૦, ફર્મેન્ટા રૂ.૩૫.૬૦ વધીને રૂ.૪૦૧.૧૦, સુવેન રૂ.૨૮.૮૫ વધીને રૂ.૩૪૬.૨૦, આરપીજી લાઈફ રૂ.૧૯૯.૭૫ વધીને રૂ.૨૬૫૮, પાર્ક હોસ્પિટલ રૂ.૧૬.૭૦ વધીને રૂ.૨૯૦.૧૫, વેનબરી રૂ.૧૫.૮૫ વધીને રૂ.૨૮૪.૫૫, પેનેશિયા બાયો રૂ.૨૮.૭૫ વધીને રૂ.૫૫૫.૪૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૫૦.૮૦ વધીને રૂ.૧૦૫૦.૭૦, માર્કસન્સ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૨૭૬.૮૫, બજાજ હેલ્થકેર રૂ.૧૬.૧૫ વધીને રૂ.૩૪૯.૮૫, થેમીસ મેડી રૂ.૪.૬૦ વધીને રૂ.૧૧૬.૬૫, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૫૭.૯૫ વધીને રૂ.૧૩૮૧.૩૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૬૬૫.૪૫ વધીને રૂ.૧૯૫૧૯.૪૫, કોન્કોર્ડ રૂ.૪૪.૧૦ વધીને રૂ.૧૩૦૪.૯૦, એસ્ટર ડીએમ રૂ.૨૭.૦૫ વધીને રૂ.૮૦૬.૮૫, મોરપેન લેબ. રૂ.૨.૦૨ વધીને રૂ.૬૦.૯૭ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૯૨.૧૫ પોઈન્ટ વધીને ૪૯૭૯૮.૭૬ બંધ રહ્યો હતો.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : કેઈન્સ રૂ.૨૨૭, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૫૨, અપાર રૂ.૬૧૪ ઉછળ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી રહી હતી. કેઈન્સ રૂ.૨૨૭.૪૦ ઉછળીને રૂ.૩૪૩૩.૨૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૫૧.૬૫ વધીને રૂ.૨૪૨૫.૮૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૧૪.૨૦ વધીને રૂ.૧૪,૦૫૫.૮૦, પ્રીમિયર એનજીૅ રૂ.૪૪.૫૫ વધીને રૂ.૧૦૮૮.૨૫, થર્મેક્સ રૂ.૧૭૭.૮૫ વધીને રૂ.૪૭૮૬.૭૫, પાવર ઈન્ડિયા રૂ.૮૬૩.૨૦ વધીને રૂ.૩૨,૬૦૭.૫૦, જીવી ટી એન્ડ ડી રૂ.૧૭૧.૩૫ વધીને રૂ.૪૬૪૩, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૭૭.૯૦ વધીને રૂ.૩૪૩૯.૧૫, જયોતી સીએનસી રૂ.૧૫.૨૫ વધીને રૂ.૭૬૯.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૨૬.૫૯ પોઈન્ટ વધીને ૭૭૯૬૦.૧૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : કલ્યાણ જવેલર્સ, ડિક્સન, બ્લુ સ્ટાર, અંબર વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૭૦.૨૦ વધીને રૂ.૪૪૪.૫૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૫૬૨.૨૦ વધીને રૂ.૧૩,૪૯૦, બ્લુ સ્ટાર રૂ.૩૭.૯૫ વધીને રૂ.૧૬૧૪.૪૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૬૫.૩૦ વધીને રૂ.૭૫૯૩.૪૫, વોલ્ટાસ રૂ.૧૪.૬૫ વધીને રૂ.૧૨૬૮.૮૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૭૪.૨૫ પોઈન્ટ વધીને ૬૧૫૨૫.૩૭ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૫૩ વધ્યો : લોઢા રૂ.૮૧, બ્રિગેડ રૂ.૩૪, અનંતરાજ રૂ.૨૫, ડીએલએફ રૂ.૨૬ વધ્યા
ચોમાસું નબળું રહેવાની ચિંતા હળવી થતાં અને પ્રોપર્ટી માર્કેટમાં ખરીદી વધવાની અપેક્ષાએ ફંડોની આજે રિયાલ્ટી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. લોઢા ડેવલપર્સ રૂ.૮૧.૧૫ વધીને રૂ.૧૧૯૫.૩૦, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૪.૪૦ વધીને રૂ.૫૩૩.૦૫, અનંતરાજ રૂ.૨૪.૯૦ વધીને રૂ.૫૬૯.૩૫, ડીએલએફ રૂ.૨૬.૨૦ વધીને રૂ.૬૫૯.૯૫, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ રૂ.૫૩.૧૫ વધીને રૂ.૧૪૦૪.૭૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૫૨.૯૦ પોઈન્ટ વધીને ૭૦૮૪.૪૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડોની ઘટાડે ખરીદી : જયોતી લેબ., બજાજ કન્ઝયુમર, ફૂડ્સઈન, ઈઆઈડી પેરી વધ્યા
એફએમસીજી શેરોમાં પણ ઘટાડે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. કયુપિડ રૂ.૧૫.૧૫ વધીને રૂ.૨૦૯.૮૫, જયોતી લેબ. રૂ.૧૨.૭૫ વધીને રૂ.૨૦૧.૭૦, ફૂડ્સઈન રૂ.૩.૯૦ વધીને રૂ.૬૨.૬૦, બજાજ કન્ઝયુમર રૂ.૨૮.૮૦ વધીને રૂ.૬૪૨.૫૫, ઈઆઈડી પેરી રૂ.૨૭.૩૦ વધીને રૂ.૭૪૮.૪૫, ટેસ્ટી બાઈટ રૂ.૨૯૮.૧૦ વધીને રૂ.૮૭૯૨.૨૫, ગોકુલ એગ્રો રૂ.૬.૩૦ વધીને રૂ.૨૧૩ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૭૦.૯૪ પોઈન્ટ વધીને ૧૮૩૯૧.૪૭ બંધ રહ્યો હતો.
એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ઘટાડે સિલેક્ટિવ ખરીદી : ૨૮૨૫ શેરો પોઝિટીવ બંધ
ફંડોની આજે સેન્સેક્સ, નિફટી બેઝડ શોર્ટ કવરિંગની તેજી સાથે ઘટાડે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૮ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૮૨૫ અને ઘટનારની સંખ્યા ૧૪૨૪ રહી હતી.
FPIs/FIIની રૂ.૫૩૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૦૫૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૩૨.૭૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૩૮૮.૪૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૨૧.૨૭કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૦૫૭.૭૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૩૦૨.૮૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૨૪૫.૦૮ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૭૧ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૯૪ લાખ કરોડ
શેરોમાં આજે ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૭૧ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૯૪ લાખ રહ્યું હતું.









