શેરોમાં ફોરેન-લોકલ ફંડોની સપ્તાહના અંતે લેવાલીથી તેજી : સેન્સેક્સ 828પોઈન્ટની છલાંગે 77569
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન ટેન્શન વધ્યા છતાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર સહિતના પોઝિટીવ પરિબળે
નિફટી સ્પોટ 244 પોઈન્ટ ઉછળીને 24207 : બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.10.52 લાખ કરોડનો વધારો: FPIs/FIIની કેશમાં રૂ.2604 કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ: ઈરાન અને અમેરિકા દ્વારા ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ નિર્માણ કરી એકબીજાના મથકો પર મિસાઈલ હુમલાથી તણાવ વધ્યા છતાં ટ્રમ્પ દ્વારા ટેકનીકલ વાટાઘાટ ચાલુ રહેવાના નિવેદનને લઈ વિશ્વની ચિંતા હળવી થવાની સાથે ઘર આંગણે ચોમાસાની સારી પ્રગતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોની મુલાકાતમાં મહત્વના કરારો થઈ રહ્યા હોઈ પોઝિટીવ પરિબળે ફંડોની આજે સતત બીજા દિવસે અને સપ્તાહના અંતે શેરોમાં તેજી ચાલુ રહી હતી. ફંડોએ આજે આઈટી જાયન્ટ ટીસીએસના ત્રિમાસિક પરિણામ અને એઆઈ બિઝનેસની સારી કામગીરીના પોઝિટીવ પરિબળે આઈટી શેરોમાં આરંભથી જ મોટી ખરીદી કરી હતી. આ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી શેરોમાં ખરીદી કરતાં બજારનું સેન્ટીમેન્ટ તેજીમય બની ગયું હતું. સેન્સેક્સ ૮૨૭.૫૭ પોઈન્ટ ઉછળીને ૭૭૫૬૯.૩૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૪.૧૦ પોઈન્ટની છલાંગે ૨૪૨૦૬.૯૦ બંધ રહ્યા હતા. આ સાથે બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૧૦.૫૨ લાખ કરોડનો વધારો થયો છે.
ટીસીએસના પરિણામે આઈટી ઈન્ડેક્સ ૫૩૬ પોઈન્ટ ઉછળ્યો : ઝેનસાર, ન્યુજેન, તાન્લા, સાસ્કેન ઉછળ્યા
ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ અને ખાસ એઆઈ ક્ષેત્રે કંપનીના રોકાણ અને એના થકી આવકમાં નોંધનીય વૃદ્વિ અને નવા કર્મચારીઓની નિમણૂક, ૯.૭ અબજ ડોલરથી વધુની ડિલ્સના પોઝિટીવ પરિબળે ફંડો આઈટી શેરોમાં લેવાલ રહ્યા હતા. ટીસીએસ રૂ.૨૧.૩૦ વધીને રૂ.૨૦૬૯.૦૫ રહ્યો હતો. ઝેનસાર ટેકનોલોજી રૂ.૬૦.૯૫ વધીને રૂ.૫૦૭.૮૫, ન્યુજેન રૂ.૪૫.૦૫ વધીને રૂ.૫૧૭.૫૫, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૨૦.૬૫ વધીને રૂ.૩૮૬.૨૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૯.૨૫ વધીને રૂ.૫૫૦.૬૦, સાસ્કેન રૂ.૯૮ વધીને રૂ.૨૦૫૮.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૫૨૫.૮૫ વધીને રૂ.૧૧,૬૫૫.૯૫, પર્સિસ્ટન્ટ રૂ.૨૨૫.૨૦ વધીને રૂ.૫૦૫૪.૨૦, ઈમુદ્રા રૂ.૨૦.૨૦ વધીને રૂ.૪૫૫.૨૦, ડાટામેટિક્સ રૂ.૩૬.૦૫ વધીને રૂ.૯૦૦.૩૦, માસ્ટેક રૂ.૬૬.૨૫ વધીને રૂ.૧૬૭૭.૯૫, એલટીએમ રૂ.૧૮૮.૩૦ વધીને રૂ.૪૦૪૧.૧૫, કોફોર્જ રૂ.૩૪.૭૫ વધીને રૂ.૧૫૦૩.૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૩૬.૨૨ પોઈન્ટ વધીને ૨૭૨૧૧.૯૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૪૨ પોઈન્ટ વધ્યો : ભેલ, જયોતી સીએનસી, સુપ્રિમ, કેઈઆઈ, પ્રીમિયર વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે સતત ધૂમ ખરીદી રહી હતી. ભેલ રૂ.૧૩.૭૫ વધીને રૂ.૩૯૫.૩૦, જયોતી સીએનસી રૂ.૨૭.૨૫ વધીને રૂ.૭૯૬.૪૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૯.૭૦ વધીને રૂ.૩૩૨૨.૦૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૩૦.૭૫ વધીને રૂ.૪૫૦૬.૫૫, કેઈઆઈ રૂ.૧૪૧.૬૫ વધીને રૂ.૫૧૪૪.૦૫, પ્રીમિયર એનજી રૂ.૩૦.૨૦ વધીને રૂ.૧૧૧૮.૪૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૬૬.૪૫ વધીને રૂ.૨૪૯૨.૨૫, સિમેન્સ એનજી રૂ.૭૭.૮૦ વધીને રૂ.૩૫૧૬.૯૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮.૮૫ વધીને રૂ.૪૧૪.૯૦, વારી એનજી રૂ.૫૯.૬૦ વધીને રૂ.૨૯૨૨.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૪૧.૯૫ પોઈન્ટ ઉછળીને ૭૯૧૦૨.૦૮ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવ વધતાં અટકતાં ઓટો શેરોમાં હ્યુન્ડાઈ રૂ.૫૫, બાલક્રિષ્ન રૂ.૫૩, ટાટા મોટર્સ રૂ.૬ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં અને ચોમાસાના પોઝિટીવ પરિબળે અને કંપનીઓના ત્રિમાસિક પરિણામોએ ફરી ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં ખરીદી નીકળી હતી. હ્યુન્ડાઈ મોટર રૂ.૫૫.૫૦ વધીને રૂ.૧૯૮૩, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૩.૩૦ વધીને રૂ.૨૨૫૩.૯૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૪૦ વધીને રૂ.૩૩૮.૧૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૩.૬૫ વધીને રૂ.૨૯૫૯.૬૫, અશોક લેલેન્ડ રૂ.૨.૩૦ વધીને રૂ.૧૫૭.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૩.૯૦ વધીને રૂ.૩૧૨૯.૧૫, હીરો મોટોકોર્પ રૂ.૫૦.૦૫ વધીને રૂ.૪૯૪૮.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૩૦.૮૫ વધીને રૂ.૧૩,૮૫૯.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૪૧.૪૯ પોઈન્ટ વધીને ૫૯૪૦૯.૫૦ બંધ રહ્યો હતો.
કસ્ટમ ડયુટીમાં રાહતે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતી : કલ્યાણ જવેલર્સ, બ્લુ સ્ટાર, અંબર વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રે પણ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. સરકારે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરીંગ માટે મહત્વના કાચામાલ-ઈનપુટ્સ પરની બેઝિક કસ્ટમ ડયુટી દૂર કરી પ્રોત્સાહન આપતાં ફંડોની શેરોમાં ખરીદી વધી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૩૧.૭૦ વધીને રૂ.૪૭૬.૨૫, બ્લુ સ્ટાર રૂ.૪૬.૯૦ વધીને રૂ.૧૬૬૧.૩૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૮૭.૩૫ વધીને રૂ.૭૭૮૦.૮૦, વોલ્ટાસ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૧૨૮૬.૪૦, ટાઈટન રૂ.૩૦.૬૫ વધીને રૂ.૪૫૮૬.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૭૭.૩૧ પોઈન્ટ વધીને ૬૨૦૦૨.૬૮ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં જળવાયેલું આકર્ષણ : બ્લુજેટ, આરપીજી લાઈફ, અકુમ્સ, ટારસન્સ, હાઈકલ, કોપરાન વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોનું પસંદગીનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. બ્લુજેટ રૂ.૪૮.૫૫ ઉછળીને રૂ.૬૨૩.૩૫, આરપીજી લાઈફ રૂ.૧૯૬.૫૦ વધીને રૂ.૨૮૫૪.૫૦, અકુમ્સ રૂ.૪૩.૬૫ વધીને રૂ.૭૦૧.૬૫, હાઈકલ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૨૪૪.૭૫, કોપરાન રૂ.૮.૬૦ વધીને રૂ.૧૯૭.૬૦, વેનબરી રૂ.૧૨.૫૫ વધીને રૂ.૨૯૭.૧૦, બાયોકોન રૂ.૧૪.૮૦ વધીને રૂ.૪૧૮.૪૫, સુવેન રૂ.૧૨ વધીને રૂ.૩૫૮.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૪૨.૩૭ પોઈન્ટ વધીને ૪૯૯૪૧.૧૩ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓ ફરી ખરીદી : ૨૮૦૯ શેરો પોઝિટીવ બંધ
સપ્તાહના અંતે ફંડોની આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી જળવાઈ રહ્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો લેવાલ બનતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૭ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૮૦૯ અને ઘટનારની સંખ્યા ૧૪૬૨ રહી હતી.
FPIs/FIIની રૂ.૨૬૦૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૦૨૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૬૦૩.૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૩૧૮.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૧૪.૩૫ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૦૧૯.૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૧૭૧.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૧૫૨.૦૭ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૫.૮૧ લાખ કરોડ વધીને રૂ.૪૮૧.૭૫ લાખ કરોડ પહોંચી
શેરોમાં આજે ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૮૧ લાખ કરોડ વધીને રૂ.૪૮૧.૭૫ લાખ રહ્યું હતું. આમ બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૧૦.૫૨ લાખ કરોડનો વધારો થયો છે.




