Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ

By GS Team
26 Mar 20262 mins read
TukuTouch Logo
જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો એક એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી તમને ઝટકો લાગી શકે છે. 1 એપ્રિલથી એક ચાર્જ વધવા જઈ રહ્યો છે, જેના હેઠળ F&O ટ્રેડિંગ કરતા લોકોને વધુ ચાર્જ આપવો પડશે. તેનું એલાન કેન્દ્રીય બજેટ 2026-27માં જ કરી દેવામાં આવ્યું હતું, જે 1 એપ્રિલથી લાગુ થઈ જશે. આ ચાર્જ સિક્યોરિટી ટ્રાન્જેક્શન ટેક્સ (STT) છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ

STT Charges Hike: જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો એક એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી તમને ઝટકો લાગી શકે છે. 1 એપ્રિલથી એક ચાર્જ વધવા જઈ રહ્યો છે, જેના હેઠળ F&O ટ્રેડિંગ કરતા લોકોને વધુ ચાર્જ આપવો પડશે. તેનું એલાન કેન્દ્રીય બજેટ 2026-27માં જ કરી દેવામાં આવ્યું હતું, જે 1 એપ્રિલથી લાગુ થઈ જશે. આ ચાર્જ સિક્યોરિટી ટ્રાન્જેક્શન ટેક્સ (STT) છે. 

સરકારે બજેટ દરમિયાન STT વધારતા કહ્યું હતું કે, રિટેલ અને નાના રોકાણકારો ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O)માં વધુ ફસાઈ રહ્યા છે અને તેમને મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં તેમને રોકવા માટે આ ચાર્જ વધારવામાં આવી રહ્યો છે. આ ટેક્સનો હેતુ રિટેલર્સને સટ્ટાબાજી કરતા રોકવાનો છે. 

આ ચાર્જ કેટલો વધ્યો?

ફ્યૂચર અને ઓપ્શન (F&O) હેઠળ સિક્યોરિટી ટ્રાન્જેક્શન ટેક્સ (STT)ને 0.02%થી વધારીને 0.05% કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઓપ્શન પ્રીમિયમ પર ટેક્સ અને ઓપ્શન પર એક્સસાઈઝ 0.01% અને 0.125%થી વધીને 0.15% થઈ જશે. દરેક ટ્રેડ પર આ ટેક્સ લાગુ થશે. 

આ પગલા પાછળના તર્કને સમજાવતા રેવેન્યૂ સેક્રેટરી અરવિંદ શ્રીવાસ્તવે કહ્યું કે, આ વધારો ફક્ત F&O પર લાગુ થાય છે અને એ વાત પર ભાર મૂક્યો કે, અન્ય સેક્ટર્સમાં STT રેટ્સને અનચેન્જ રાખવામાં આવ્યા છે. શ્રીવાસ્તવે ઉમેર્યું હતું કે આ પગલાનો હેતુ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં અતિશય સટ્ટાબાજી પર અંકુશ લગાવવાનો છે. 

સરકારે કેમ વધાર્યો ટેક્સ

તેમણે કહ્યું કે, જ્યારે તમે ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રાન્જેક્શનની માત્રા જુઓ છે, ત્યારે તે મોટાપાયે સટ્ટાબાજી હોય છે. જેના કારણે નાના અને રિટેલ રોકાણકારોને મોટું નુકસાન થાય છે. સરકારનો ઉદ્દેશ્ય સટ્ટાબાજીને રોકવાનો અને ડેરિવેટિવ્ઝ સેક્ટરમાં હાજર સિસ્ટમ રિસ્કનું સમાધાન કરવાનો છે. શ્રીવાસ્તવે કહ્યું કે, દરમાં વધારો મૂળભૂત રીતે આ દિશામાં જ એક પગલું છે. વધારા પછી પણ STT દર મોટા પ્રમાણમાં થતા ટ્રાન્જેક્શનની તુલનામાં સાધારણ જ રહેશે.

આ પણ વાંચો: BCCIએ ટીમ ઈન્ડિયાનું 2026-27 માટે આંતરરાષ્ટ્રીય હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું, ગુજરાતમાં ત્રણ મેચો

10માંથી 9 લોકોને થઈ રહ્યું નુકસાન

કેપિટલ માર્કેટ નિયમનકાર સેબી દ્વારા કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં 10 માંથી 9થી વધુ ટ્રેડર્સ નુકસાન ઉઠાવી રહ્યા છે. STTમાં વધારા પર જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના મુખ્ય બજાર વ્યૂહરચનાકાર આનંદ જેમ્સે કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ તો તે ઈક્વિટી માટે સકારાત્મક છે કારણ કે ઓપ્શન્સ ટ્રેડ વધુ મોંઘા થઈ જાય છે.