Business

શેરબજાર ધડામ : સેન્સેક્સમાં ૧૧૨૪ પોઈન્ટનું ગાબડું

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
હોર્મુઝ માર્ગ ખોલવા ઈરાનના સાત દિવસના સીઝફાયર પ્રસ્તાવને અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફગાવતા વૈશ્વિક બજારોમાં તબાહી સર્જાઈ. ભારતીય શેરબજારોમાં બેન્કિંગ, ઓટો, કેપિટલ ગુડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી નીકળતા નિફ્ટી 360 પોઈન્ટ તૂટીને 22780 બંધ રહ્યો હતો. FPIs દ્વારા રૂ.5353 કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજાર ધડામ :  સેન્સેક્સમાં ૧૧૨૪ પોઈન્ટનું ગાબડું

હોર્મુઝ મામલે ઇરાનના પ્રસ્તાવને અમેરિકાએ ફગાવતા વૈશ્વિક તબાહી : બેંકિંગ, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં ધૂમ વેચવાલી
નિફટી સ્પોટ ૩૬૦ પોઈન્ટ તૂટીને ૨૨૭૮૦ : એફપીઆઈઝની કેશમાં રૂ.૫૩૫૩ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : હોર્મુઝ માર્ગ ખોલવા માટે સાત દિવસના સીઝફાયરના ઈરાનના પ્રસ્તાવને અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફગાવતા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચતા વૈશ્વિક બજારોમાં તબાહી સાથે ભારતીય શેર બજારો ધડામ પછડાયા હતા. ઈરાનના પ્રસ્તાવને નકારાતા વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બેથી ત્રણ ટકા વધીને બ્રેન્ટ ક્રુડના ૧૦૭ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૯૫ ડોલર પાર થઈ જતાં અને વૈશ્વિક પુરવઠા સ્થિતિ ફરી ખોરવાઈ જવાની દહેશતે વૈશ્વિક બજારોમાં ચિંતાએ પેનીક સેલિંગ જોવાયું હતું.
એશિયાના બજારોમાં દક્ષિણ કોરિયા અને ચાઈનાના શેર બજારોમાં પણ ધબડકો બોલાયો હતો. ભારતીય શેર બજારોમાં બેેંકિંગ-ફાઈનાન્સ, ઓટમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ શેરો સાથે હેલ્થકેર, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં ધૂમ વેચવાલી નીકળી હતી. સેન્સેક્સ ૧૧૨૪.૦૨ પોઈન્ટ તૂટીને ૭૨૭૭૧.૭૨ અને નિફટી ૫૦ સ્પોટ ૩૬૦.૨૫ પોઈન્ટ ગબડીને ૨૨૭૮૦.૨૫ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૧૨૮૮ પોઈન્ટ ખાબક્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ધૂમ વેચવાલી થઈ હતી. પીએનબી રૂ.૪.૨૦ તૂટીને રૂ.૧૧૨.૫૦, કેનેરા બેંક રૂ.૪.૦૫ તૂટીને રૂ.૧૨૦.૯૦, બેંક ઓફ બરોડા રૂ.૭.૩૫ ઘટીને રૂ.૨૨૭.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૭૧૮.૮૫, સ્ટેટ બેંક રૂ.૨૦.૬૦ ઘટીને રૂ.૯૬૧.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૫.૨૫ તૂટીને રૂ.૧૩૦૧.૨૫, એયુ બેંક રૂ.૧૮ ઘટીને રૂ.૯૯૮,એક્સિસ બેંક રૂ.૯ ઘટીને રૂ.૧૨૧૧ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૮૭.૬૦ પોઈન્ટ તૂટીને ૬૧૫૪૫.૫૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ તૂટયો
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની મોટાપાયે વેચવાલી થઈ હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૯૪.૪૦ તૂટીને રૂ.૧૭,૨૭૨.૦૫, મઝગાંવ ડોક રૂ.૬૦ ઘટીને રૂ.૨૧૪૦, સુઝલોન રૂ.૧.૧૦ ઘટીને રૂ.૩૯.૬૮, સીજી પાવર રૂ.૨૧.૯૦ તૂટીને રૂ.૮૬૪ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૧૬.૮૯ પોઈન્ટ તૂટીને ૭૪૪૪૧.૯૫ બંધ રહ્યો હતો.
ઓટો શેરો તૂટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ભડકે બળવા લાગતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ગમે તે ઘડીએ વધારો થવાના સંકેતે અને મોંઘવારીના પરિબળે તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીમાં મંદ પ્રતિસાદને લઈ આજે ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ કડાકો બોલાવી દીધો હતો. ભારત ફોર્જ રૂ.૫૧ ઘટીને રૂ.૧૯૫૪, હ્યુન્ડાઈ મોટર રૂ.૫૩ તૂટીને રૂ.૨૦૫૨, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૭.૩૦ ઘટીને રૂ.૨૮૩ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૬૩.૨૦ પોઈન્ટ તૂટીને ૬૧૫૪૫.૫૩ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરો ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન-અમેરિકા વચ્ચે ટેન્શન વધતાં ફરી ભડકે બળવા લાગી બેથી ત્રણ ટકા વધી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની વેચવાલી થઈ હતી. એચપીસીએલ રૂ.૯.૩૦ તૂટીને રૂ.૩૪૨.૨૦, અદાણી ટોટલ ગેસ રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૫૯૪.૬૫, ઓએનજીસી રૂ.૫.૫૫ ઘટીને રૂ.૨૩૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૧૧૯૮.૫૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૩૩.૨૦, બીપીસીએલ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૩૦૨, ઓઈલ ઈન્ડિયા રૂ.૭ ઘટીને રૂ.૪૬૭.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૫૧.૧૭ પોઈન્ટ તૂટીને ૨૫૦૫૯.૪૨ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ગબડયો
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે મોટી વેચવાલી થઈ હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૫૭૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૫.૧૦ ઘટીને રૂ.૧૧૩૯.૯૦, હિન્દાલ્કો રૂ.૧૯.૧૦ ઘટીને રૂ.૯૫૭, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૯ ઘટીને રૂ.૧૨૬૧ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૮૧.૨૩ પોઈન્ટ ગબડીને ૪૦૬૭૬.૫૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સમાં ગાબડું
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોની આજે ધૂમ વેચવાલી થઈ હતી. કોન્કોર્ડ બાયો રૂ.૬૦.૦૫ ઘટીને રૂ.૧૩૯૪.૧૫, મેદાન્તા રૂ.૬૧.૫૦ ઘટીને રૂ.૧૪૩૩.૮૦, હાઈકલ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૨૦૯.૩૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૪.૭૫ પોઈન્ટ તૂટીને ૫૧૧૧૨.૩૫ બંધ રહ્યો હતો.
સ્મોલ મિડ કેપમાં વેચવાલી
બજારનું સેન્ટીમેન્ટ અત્યંત ડહોળાઈ જતાં સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો, ખેલંદાઓની વ્યાપક વેચવાલીએ માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૭૩૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૭૧ અને ઘટનારની સંખ્યા ૩૨૧૮ રહી હતી.
રોકાણકારોની સંપતિમાં ધોવાણ
સાર્વત્રિક વેચવાલીએ શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૫૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૭૪.૩૬ લાખ કરોડ રહ્યું હતું.
DIIની રૂ.૫૧૮૯ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૩૫૩.૨૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૦૪૭.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૪૦૦.૭૮ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૧૮૯.૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૯૧૮.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૨૯.૩૦ કરોડની વેચવાલી કરી હતી.