Get The App

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો 1 - image


Sensex and Nifty: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ 'બ્લેક થર્સડે' સાબિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે અમે હજુ 2-3 અઠવાડિયા સુધી ઈરાનને હચમચાવીશું અને તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું... તેમના આ નિવેદનથી ફરી એકવાર વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ. બીજી બાજુ નકારાત્મક સંકેતો અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને પગલે ઘરેલું બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો, જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે. 

સેન્સેક્સમાં 1,500થી વધુનો ઘટાડો

BSE સેન્સેક્સમાં આજે 1,526 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.

જૂનો બંધ  (Prev. Close): 73,134.32

આજની નીચી સપાટી (Low): 71,608.48 

બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ એક સમયે 71,600ની સપાટી પણ તોડી ચૂક્યો હતો.

નિફ્ટી-50 માં પણ 470 પોઈન્ટનું ગાબડું

NSE નિફ્ટી-50 પણ આજે 22,700 ની મહત્વની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. નિફ્ટીમાં 445 થી 470 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

જૂનો બંધ (Prev. Close): 22,679.40

આજની નીચી સપાટી (Low): 22,209.15