માંગ વધતા સ્ટીલના ભાવ ચાર વર્ષની ઊંચાઈએ પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાચા માલના ભાવ વધી જતા ઉત્પાદકો પર માર્જિનનું સતત વધી રહેલું દબાણ
મુંબઈ : ટ્રેડરો તથા વિતરકો દ્વારા સ્ટોકિંગમાં વધારો થતા સ્ટીલના ભાવ વધી ચાર વર્ષની ટોચે પહોંચી ગયા છે. ગયા સપ્તાહમાં હોટ રોલ્ડ કોઈલ (એચઆરસી)ના ભાવ પ્રતિ ટન ૧૬૦૦ વધી રૂપિયા ૬૩૮૦૦ પહોંચી ગયા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ભાવમાં વધુ વધારો થશે તેવી ધારણાંએ ટ્રેડરો તથા વિતરકો માલનો સ્ટોક કરી રહ્યા છે. સળિયાના ભાવ પણ પ્રતિ ટન વધી રૂપિયા ૬૦૫૦૦ કવોટ થઈ રહ્યા છે.
સીઆરસીના ભાવ રૂપિયા ૭૩૫૦૦ બોલાઈ રહ્યા છે. કાચા માલની કિંમતમાં વધારો તથા માગ વૃદ્ધિને પરિણામે સ્ટીલના ભાવ તાજેતરના દિવસોમાં મક્કમ જોવા મળી રહ્યા છે.
ચોમાસુ સમાપ્ત થવા સાથે બાંધકામ તથા માળખાકીય ક્ષેત્ર તરફથી માગ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી માલનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે.
પૂરવઠાની ચિંતાને લઈને આયાતી કોકિગ કોલના ભાવ ટન દીઠ વીસ ટકા જેટલા વધી ઓગસ્ટમાં ૨૩૨ ડોલર પહોંચી ગયાનું પણ બજારના સુત્રોએ જણાવ્યું હતું. કાચા માલના ભાવ વધી જતા ઉત્પાદકો પર માર્જિન દબાણ આવી રહ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.




