Get The App

સેફગાર્ડ ડયૂટી ઉપરાંત કાચા માલના ખર્ચમાં વધારાથી સ્ટીલના ભાવ ઊંચકાયા

- દોઢ માસમાંં પ્રતિ ટન રૂપિયા ૫૦૦૦થી વધુનો વધારો

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
સેફગાર્ડ ડયૂટી ઉપરાંત કાચા માલના ખર્ચમાં વધારાથી સ્ટીલના ભાવ ઊંચકાયા 1 - image

મુંબઈ : સેફગાર્ડ ડયૂટી ઉપરાંત કાચા માલના ખર્ચમાં વધારો અને નિકાસ વૃદ્ધિને પરિણામે  સ્ટીલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશની સ્ટીલ મિલોએ ગયા સપ્તાહમાં હોટ રોલ્ડ કોઈ (એચઆરસી)ના ભાવમાં પ્રતિ ટન રૂપિયા ૫૦૦થી રૂપિયા ૭૫૦નો વધારો ઝિકયો છે. ફલેટ સ્ટીલ માટે એચઆરસી એક બેન્ચમાર્ક છે.

વર્તમાન મહિનામાં સ્ટીલ મિલો દ્વારા ભાવમાં બીજી વખત વધારો આવી પડયો છે. ડિસેમ્બરના મધ્યથી અત્યારસુધીમાં એચઆરસીના ભાવમાં પ્રતિ ટન રૂપિયા ૩૦૦૦થી રૂપિયા ૫૨૫૦ સુધીનો વધારો થતા હાલમાં ભાવ રૂપિયા ૫૧૭૫૦ સુધી  પહોંચી ગયા છે. 

આયાતી મેટ કોકની કિંમતમાં વધારા તથા રૂપિયામાં નબળાઈને કારણે તેની આયાત પડતર મોંઘી બની છે. આ ઉપરાંત દેશમાં આયાત થતા સ્ટીલ સામેથી ઘરેલુ ઉદ્યોગને રક્ષણ આપવા લાગુ કરાયેલી સેફગાર્ડ ડયૂટી, લાંબા પ્રોડકટસની નીચી ઉપલબ્ધતા અને મજબૂત નિકાસ ઓર્ડરોને કારણે ઘરઆંગણે ભાવ ઊંચકાયા છે એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

ગયા સંપૂર્ણ  કેલેન્ડર વર્ષ દરમિયાન સ્ટીલના ભાવ સતત દબાણ હેઠળ જ રહ્યા હતા, તેને ધ્યાનમાં રાખતા સ્ટીલ ઉદ્યોગ માટે આ ટર્નિંગ પોઈન્ટ છે. 

વિશ્વમાં ભારત ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે માટે સ્ટીલના દરેક ઉત્પાદકો માટે તે સાનુકૂળ સ્થિતિ છે. 

ગયા વર્ષ ઘરઆંગણે સ્ટીલની માગ મજબૂત રહી હતી, જેને કારણે વધારાનો પૂરવઠો ગ્રહણ થઈ ગયો હતો.