રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: ડોલર ૬૬ પૈસા ગબડીને રૂ.૯૬ની અંદર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં ડોલરનો ઈન્ફલો ૮૦થી ૮૫ અબજ ડોલર વધવાની શકયતા: પાઉન્ડ તથા યુરોના ભાવ પણ ગબડયા
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી તૂટી જતાં રૂપિયામાં સ્પ્રિંગ જેવો ભાવ ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ૭થી ૮ ટકા તૂટી જતાં તથા ઘરઆંગણે શેરબજારમાં તેજી આવતાં કરન્સી બજારમાં રૂપિયા પર આજે ખાસ્સી પોઝીટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી ડોલરના ભાવ બેકફૂટ પર રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૯૬.૫૭ વાળા આજે સવારે રૂ.૯૬.૧૫ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૬.૨૮ થયા પછી નીચામાં ભાવ રૂ.૯૬ની અંદર ઉતરી રૂ.૯૫.૭૫ થઈ રૂ.૯૫.૯૧ રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ૬૬ પૈસા તૂટતાં ડોલર સામે રૂપિયો ૦.૬૮ ટકા ઉંચકાયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. રૂપિયાના ભાવમાં આજે જોવા મળેલી વૃદ્ધી છેલ્લા ચાર સ પ્તાહની સૌથી મોટી એક દિવસીય વૃદ્ધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઘટાડા પર રહ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઉંચામાં ૧૦૧.૩૨તથા નીચાંમાં ૧૦૧.૧૨ થઈ ૧૦૧.૨૬ રહ્યાના સમાચાર હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચ શાંતિની શક્યતા વધતાં વિશ્વ બજારમાં ડોલરમાં આજે સેફ-હેવન સ્વરૂપની નવી લેવાલી ધીમી પડયાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં મંગળ તથા બુધવારે મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં હવે વ્યાજના દર વિશે કેવો વ્યુહ અપનાવવામાં આવે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓનીનજર રહી હતી. ત્યાં વ્યાજના દરનમાં પા ટકાની વૃદ્ધી થવાની શકયતા પણ વિશ્વ બજારમાં આજે ચર્ચાઈ રહી હતી.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામ ે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૭ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૭.૭૮ થઈ રૂ.૧૨૭.૮૩ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૬૯ પૈસા ગબડી નીચામાં ભાવ રૂ.૧૦૯.૨૩ થઈ રૂ.૧૦૯.૨૮ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૫૪ ટકા તૂટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામ ે આજે ૦.૬૪ ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. એકંદરે વિવિધ કરન્સીઓ સામે આજે રૂપિયામાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. મુંબઈ બજારમાં આજે રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે વિવિધ સરકારી બેન્કો ડોલર વેંચી રહી હતી. એવી ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી. રિઝર્વ બેન્કે તાજેતરમાં ભારતમાં ડોલરનો ઈન્ફલો વધારવા વિવિધ પગલાંઓ ભર્યા પછી ફોરેન કરન્સી ડિપોઝીટસના સ્વરૂપમાં દેશમાં ૩૨ અબજ ડોલરનો ઈન્ફલો આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સરકારી બેન્કોએ આજે રૂ.૯૬.૧૫ આસપાસના ભાવોએ નોંધપાત્ર પ્રમાણમાં ડોલર વેંચ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, રિઝર્વ બેન્કની સ્વેપ સવલતમાં નિયમો હળવા કરાતાં ભારતમાં ડોલરનો ઈન્ફલો ૮૦થી ૮૫ અબજ ડોલર વધવાની શક્યતા બજારોમાં ચર્ચાઈ રહી હતી.
ફોરેક્સ ભાવ
ડોલર | રૂ. ૯૬.૯૧ |
પાઉન્ડ | રૂ. ૧૨૭.૮૩ |
યુરો | રૂ. ૧૦૯.૨૮ |
યેન | રૂ. ૦.૫૯ |









