Business

ચાંદીમાં ટ્રેડિંગની શરુઆતમાં જ ₹12,700નો કડાકો, સોનું પણ ₹ 3,000થી વધુ તૂટ્યું, જાણો કારણ

By GS TEAM
22 Jan 20262 mins read
TukuTouch Logo
છેલ્લા કેટલાક દિવસોથી રૅકોર્ડ હાઇ પર પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે, 22 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય વાયદા બજાર(MCX)માં ઐતિહાસિક કડાકો બોલાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય તણાવ ઘટવાના સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે નફારૂપી વેચવાલીના દબાણને કારણે બંને કિંમતી ધાતુઓમાં હાહાકાર મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદીમાં ટ્રેડિંગની શરુઆતમાં જ ₹12,700નો કડાકો, સોનું પણ ₹ 3,000થી વધુ તૂટ્યું, જાણો કારણ

Silver and Gold Price News : છેલ્લા કેટલાક દિવસોથી રૅકોર્ડ હાઇ પર પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે, 22 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય વાયદા બજાર(MCX)માં ઐતિહાસિક કડાકો બોલાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય તણાવ ઘટવાના સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે નફારૂપી વેચવાલીના દબાણને કારણે બંને કિંમતી ધાતુઓમાં હાહાકાર મચી ગયો છે.

ચાંદીમાં ₹12,700થી વધુનો ઐતિહાસિક કડાકો 

ચાંદીના ભાવમાં આજે સૌથી મોટો અને ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.

જૂનો બંધ ભાવ: બુધવારે ચાંદીનો વાયદો ₹3,18,492 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આજનો ઓપન ભાવ: આજે બજાર ખૂલતા સમયે ચાંદી ₹3,19,843 પર ખૂલી હતી.

આજનો કડાકો: બજાર ખૂલતાની સાથે જ વેચવાલીનું ભારે દબાણ આવતા ભાવ ગગડીને ₹3,05,753ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આમ, દિવસ દરમિયાન ચાંદીમાં ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં ₹12,700થી વધુનો ઐતિહાસિક કડાકો જોવા મળ્યો. હાલ ચાંદી ₹11,640 ના ઘટાડા સાથે ₹3,06,852 આસપાસ ટ્રેડ થઈ રહી છે.

સોનામાં પણ મોટી પીછેહઠ

સોનામાં પણ મોટી નરમાઈ જોવા મળી હતી, જે તેની તાજેતરની રૅકોર્ડ સપાટીથી નીચે આવ્યું છે.

જૂનો બંધ ભાવ: બુધવારે સોનાનો વાયદો ₹1,52,862 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આજનો ઓપન ભાવ: આજે સોનું ₹1,51,557ના ભાવે ખુલ્યું હતું.

આજનો કડાકો: કારોબાર દરમિયાન વેચવાલીના દબાણને કારણે ભાવ ₹1,48,777 સુધી ગગડ્યો હતો. આમ, સોનામાં ₹3,200થી વધુનો ઘટાડો નોંધાયો. હાલ સોનું ₹3,239ના ઘટાડા સાથે ₹1,49,623 પર કારોબાર કરી રહ્યું છે.

કડાકા પાછળના કારણો 

બજારના નિષ્ણાતોના મતે, આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલૅન્ડ મુદ્દે યુરોપિયન દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ પાછો ખેંચી લેવાના નિર્ણયથી વૈશ્વિક તણાવમાં ઘટાડો થયો છે. આ કારણે, રોકાણકારોએ સોના-ચાંદી જેવી સુરક્ષિત રોકાણ સંપત્તિમાંથી નફો બુક કરવાનું શરુ કર્યું છે, જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ઘટાડાએ છેલ્લા કેટલાક દિવસોની એકતરફી તેજી પર બ્રેક લગાવી દીધી છે.