ચાંદીમાં તેજીને બ્રેક: સોનામાં આગેકૂચ વિશ્વ બજારમાં ક્રૂડ વધી ૯૫ ડોલર નજીક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં સોના તથા ચાંદીના ભાવમાં સામસામા રાહ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવ વિશ્વ બજાર પાછળ વધુ ઉંચકાયા હતા. જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૯૮થી ૪૫૯૯ ડોલરવાળા છેલ્લેે સપ્તાહનાં અંતે ૪૬૦૩થી ૪૬૦૪ ડોલર રહ્યાના સમાચાર હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ નીચામાં ૯૮.૫૬ સુધી ઉતર્યા પછી ફરી વધી ૯૮.૯૧ થઈ છેલ્લે ૯૮.૮૪ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધી બેરલના ઉંચામાં ૯૫ ડોલ ર નજીક પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર વધુ રૂ.૭૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૦૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૧૩૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મ ુંબઈ ચાંદીના ભાવ આજે કિલોદીઠ જીએસટી વગર રૂ.૧૦૦૦ ઘટી રૂ.૨૪૫૬૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૬૯.૮૨થી ૬૯.૮૩ ડોલરવાળા ઘટી ૬૮.૯૯થી ૬૯.૦૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીંમાં તેજીને બ્રેક વાગી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૦૦૦ બોલાઈ રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનામાં ઉંચા મથાળે નવી માગ રુંધાતાં નફારૂપી વેચવાલી દેખાઈ હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૯૫ ડોલરની નજીક ૯૪.૮૩ થઈ છેલ્લે ભાવ ૯૪.૩૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૭.૫૧ થઈ ૮૭.૦૬ ડોલર છેલ્લે રહ્યા હતા. અમેરિકાની મિલીટરીના દાવા મુજબ હોર્મુઝ રુટ પર છેલ્લા ત્રણ સપ્તાહમાં આશરે ૧૬ કરોડ બેરલ્સ ક્રૂડ ઔઈલ પસાર થયું છે. દૈનિક ધોરણે આ આંકડો ૭૦ લાખ બેરલ્સનો રહ્યો છે. જો કે ઈરાન યુદ્ધ પૂર્વે આ આંકડો દૈનિક ૨૦૦ લાખ બેરલ્સન રહેતો હતો.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૪થી ૫ ડોલર ઘટી છેલ્લે ભાવ ૧૮૭૯થી ૧૮૮૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના બે ડોલર ઘટી ૧૩૫૨થી ૧૩૫૩ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ છેલ્લે ૧.૮૦ ટકા પ્લસમાં રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામ ે ડોલરના ભાવ રૂ.૯૫.૭૧વાળા રૂ.૯૫.૭૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ હવે વધઘટે ઉંચામાં ૪૬૮૦ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ વધતાં હવે ં રૂપિયો આગળ ઉપર ઉંચકાવાની આશા છે.









