ચાંદી બે દિવસમાં 10,000 થી વધુ તો સોનું 3,000થી વધુ મોંઘું, જાણો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Price Updates : સોના-ચાંદીના વાયદા બજારમાં છેલ્લા બે દિવસથી ધૂમ તેજી જોવા મળી રહી છે. ગઇકાલે અને આજના લેટેસ્ટ રેટનુ આકલન કરીને તો ચાંદી લગભગ બે દિવસમાં જ 10000 રૂપિયાથી વધુ મોંઘી થઈ ચૂકી છે અને ફરી એકવાર 240000ની સપાટીને ક્રોસ કરી ચૂકી છે. જ્યારે સોનામાં પણ એવો જ માહોલ રહ્યો છે. સોનું ફરી એકવાર ઉછળીને 153000 ની સપાટીને વટાવી ગયો છે.
ચાંદીમાં ધૂમ તેજી
ચાંદીની વાત કરીએ તો ગઇકાલે ચાંદી એક સમયે 230221 ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. જોકે પછી તેમાં તેજીનો માહોલ જળવાતા તે 239300 રૂપિયાના હાઈલેવલે પહોંચી ગઇ હતી. જોકે આજે સવારે ચાંદી ખુલતાની સાથે ફરી એકવાર 240000ના લેવલને ક્રોસ કરી ગઈ હતી. ચાંદીમાં બે દિવસના કુલ ઉછાળાની વાત કરીએ તો 10140 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. આજે ચાંદીમાં 2156 નો ઉછાળો આવ્યો છે.
સોનામાં પણ તેજીનો તરખાટ
બીજી બાજુ સોનાની વાત કરીએ સોનું ગઈકાલે એક સમયે દોઢ લાખની સપાટી ગુમાવવાની નજીક પહોંચી ગયો હતો. ગઈકાલે સોનાએ 150483 નું લૉ લેવલ બનાવ્યું હતું. જોકે પછી રાત સુધીમાં તેજી આવતા સોનું ફરી એકવાર 152981 રૂપિયા પર ક્લૉઝ થયો હતો. જોકે આજે ખુલતાની સાથે 153637 રુપિયાના હાઈ પર પહોંચી ગયો હતો. સોનામાં ગઈકાલથી આજ સુધીમાં કુલ 3154 રૂપિયાનો કુલ ઉછાળો આવી ચૂક્યો છે.




