Get The App

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
Market Updates and Silver Gold News


Market Updates and Silver Gold News : આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

શેરબજારમાં ઉછાળો

આજે બજાર ખુલ્યા બાદ BSE SENSEX 574.18 પોઈન્ટ (0.75%) ના વધારા સાથે 77,238.39 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, NIFTY 50 પણ 174.65 પોઈન્ટ (0.73%) ઉછળીને 24,072.60 ની સપાટી વટાવી ગયો છે. બજારની શરૂઆત મજબૂત ગેપ-અપ સાથે થઈ હતી, જેમાં નિફ્ટીએ દિવસની હાઈ સપાટી 24,107.60 ને સ્પર્શ કર્યો હતો.

સોના-ચાંદીમાં તેજીની તેજ રફ્તાર

માત્ર શેરબજાર જ નહીં, પણ કિંમતી ધાતુઓમાં પણ આજે તેજીનો માહોલ છે.

સોનું (GOLD): MCX પર જૂન વાયદાનું સોનું 281 રૂપિયા વધીને 1,52,980 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.

ચાંદી (SILVER): ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. જુલાઈ વાયદાની ચાંદી 392 રૂપિયાના ઉછાળા સાથે 2,50,450 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

ઈન્ડેક્સ / કોમોડિટીવર્તમાન કિંમત (સવારે 10:05)વધારો (પોઈન્ટ/રૂપિયા)ટકાવારી વધારો
BSE Sensex77,238.39574.180.75%
Nifty 5024,072.60174.650.73%
Gold (10g)1,52,980.002810.18%
Silver (1kg)2,50,450.003920.16%

આ પણ વાંચો: બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી

નિષ્ણાંતોના મતે, બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ અને રિકવરીને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ઇન્ડેક્સ અને કોમોડિટીના ભાવ પર પડી છે.

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ 2 - image