World

યુએસ મિડટર્મ ચૂંટણીમાં મસ્કનો રૂ. 4,000 કરોડનો દાવ નિષ્ફળ, નિષ્ણાતોએ ગણાવ્યા સૌથી મોટા ‘પરાજિત ઉમેદવાર’

By GS Team
5 Nov 20263 mins read
TukuTouch Logo
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્કને મોટો ઝટકો લાગ્યો છે. રિપબ્લિકન પાર્ટીને $500 મિલિયનનો ખર્ચ કરવા છતાં, ડેમોક્રેટ્સે યુએસ કોંગ્રેસના બંને ગૃહો પર કબજો જમાવ્યો છે. મોંઘવારી, સરકારી કર્મચારીઓની છટણી અને ધનિકોના પ્રભાવ સામેના આક્રોશને કારણે મસ્કનો ગઢ ગણાતા ટેક્સાસમાં પણ રિપબ્લિકનોનો પરાજય થયો છે. ચૂંટણી બાદ મસ્કની કંપનીઓના શેરમાં પણ કડાકો બોલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુએસ મિડટર્મ ચૂંટણીમાં મસ્કનો રૂ. 4,000 કરોડનો દાવ નિષ્ફળ, નિષ્ણાતોએ ગણાવ્યા સૌથી મોટા ‘પરાજિત ઉમેદવાર’

Musk’s $500M Gamble Fails in US Midterm : અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના મેગા ડોનર અને ટેસ્લા-સ્પેસએક્સના બિલિયોનેર માલિક ઇલોન મસ્ક આ વખતની યુએસ મિડટર્મ ચૂંટણીમાં પોતે ઉમેદવાર નહોતા, પરંતુ આ પરિણામો બાદ તેઓ જ ચૂંટણીના સૌથી મોટા પરાજિત ગણાઈ રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે મસ્કે લગભગ $500 મિલિયન (આશરે ₹4,000 કરોડથી વધુ) ની જંગી રકમ ખર્ચી હતી, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીએ આંચકારૂપ જીત મેળવીને યુએસ કોંગ્રેસના બંને ગૃહ, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર કબ્જો જમાવી લીધો છે.

મસ્કના પરાજયના મુખ્ય કારણ

  • મોંઘવારી અને જીવનનિર્વાહનો ખર્ચ: મસ્કની અબજો ડોલરની જાહેરાતો અને પ્રચાર ઉમેદવારોની લોકપ્રિયતા વધારી શક્યા નહીં. યુએસ-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધના કારણે વધેલા ઈંધણના ભાવ અને રોજિંદી ચીજોની મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય મતદારોએ મસ્કના નાણાકીય પાવર કરતા પોતાના આર્થિક પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું.
  • ધનિકોના રાજકીય પ્રભાવ સામે આક્રોશ: ડેમોક્રેટિક ઉમેદવારોએ પ્રચારમાં મસ્કને જ મુખ્ય નિશાન બનાવ્યા. તેમણે મતદારો સામે દલીલ કરી કે અબજોપતિઓ નાણાંના જોરે રાજકારણ અને સરકારને ખરીદી રહ્યા છે. આ "જનતા વિરુદ્ધ અબજોપતિઓ" ના નારાએ મતદારોને ભારે આકર્ષ્યા.
  • DOGE ની છટણીઓ સામે કર્મચારીઓનો રોષ: ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના વડા તરીકે મસ્કે 2.5 લાખથી વધુ સરકારી નોકરીઓ ખતમ કરી અને કલ્યાણકારી યોજનાઓ બંધ કરી, જેનો મોટો આક્રોશ સરકારી કર્મચારીઓ અને મધ્યમ વર્ગમાં જોવા મળ્યો.
  • સ્થાનિક વીજળી અને પાણીના ભાવનો મુદ્દો: ટેક્સાસમાં મસ્કના ટેસ્લા, સ્પેસએક્સ અને AI ડેટા સેન્ટર્સના કારણે વીજળી અને પાણીનો વપરાશ ખૂબ વધી ગયો હતો, જેનાથી સામાન્ય નાગરિકોના વીજ બિલ વધી ગયા હતા. આ સ્થાનિક અસંતોષ રિપબ્લિકનોને નડી ગયો.

ટેક્સાસમાં ઐતિહાસિક અપસેટ, મસ્કનો ગઢ ધરાશાયી
મસ્કના બિઝનેસ સામ્રાજ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા ટેક્સાસ રાજ્યમાં જ રિપબ્લિકનોનો સફાયો થયો છે.

  • ગવર્નર રેસ: ડેમોક્રેટ ગિના હિનોજોસાએ ગવર્નર ગ્રેગ એબટને હરાવીને છેલ્લા ત્રણ દાયકામાં ટેક્સાસના પ્રથમ ડેમોક્રેટિક અને પ્રથમ લેટિના ગવર્નર બનીને ઇતિહાસ રચ્યો છે.
  • સેનેટ રેસ: ડેમોક્રેટ જેમ્સ તાલારિકોએ રિપબ્લિકન કેન પેક્સટનને પરાજય આપ્યો છે. તાલારિકોએ પોતાના પ્રચારમાં મસ્ક જેવા અબજોપતિઓના રાજકીય પ્રભાવ અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.

બિઝનેસ સામ્રાજ્ય પર સંકટ, શેરબજારમાં કડાકો
ચૂંટણીના પરિણામો સામે આવતાની સાથે જ મસ્કની કંપનીઓના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

  • આ ચૂંટણીના પરિણામો બાદ સ્પેસએક્સ (SpaceX) ના શેરમાં 5.5% અને ટેસ્લા (Tesla) ના શેરમાં 5.1% નો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે સામે પક્ષે નાસ્ડેક (Nasdaq) ઈન્ડેક્સ 2% જેટલો સુધર્યો હતો.
  • ટેક્સાસમાં નવા ચૂંટાયેલા ડેમોક્રેટ ગવર્નર હિનોજોસાએ મસ્કના એઆઈ (AI) ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ પરની સબસિડી બંધ કરવા અને વીજળી-પાણીના રક્ષણ માટે કડક નિયમો લાવવાની જાહેરાત કરી છે.

DOGE ની કામગીરી અને સરકારી કરારો પર તપાસની તલવાર
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં ડેમોક્રેટ્સ બહુમતીમાં આવતા જ મસ્ક વિરૂદ્ધ કડક તપાસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

  • DOGE ની તપાસ: ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના વડા તરીકે મસ્કના કાર્યકાળમાં 2.5 લાખથી વધુ સરકારી કર્મચારીઓની છટણી અને ગ્રાન્ટ રદ કરવાના વિવાદિત નિર્ણયો સામે તપાસ સમિતિ રચવામાં આવશે.
  • સેટેલાઇટ નેટવર્ક: સ્પેસએક્સના 'સ્ટારશિલ્ડ' નેટવર્કમાં મસ્કની કથિત ભૂમિકા અને સરકારી કોન્ટ્રાક્ટ્સ અંગે પણ કડક સવાલો પૂછાશે.

ચૂંટણી પરિણામો બાદ મસ્કની પ્રતિક્રિયા
આ પરિણામો બાદ મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, ‘એવું લાગે છે કે આ વખતે મારા ઇલેક્શન-ઇન્ટરફિયરિંગ સ્પેસ લેઝર્સે કામ ન કર્યું.’ આ સાથે તેમણે કહ્યું હતું કે, જમીન પરના વિરોધને જોતાં હવે અંતરિક્ષમાં ડેટા સેન્ટર્સ સ્થાપવાનો વિકલ્પ વધુ આકર્ષક લાગી રહ્યો છે.