Gandhinagar

ગુજરાત સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું, જાણો કયા-કયા તહેવારોમાં રજા

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે 2027 માટે જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલી યાદીમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, દિવાળી, નૂતન વર્ષ સહિતના મુખ્ય 22 તહેવારોનો સમાવેશ છે. સરકારી કચેરીઓમાં આ રજાઓ પાળવામાં આવશે. વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે. શનિ-રવિવારે આવતી રજાઓ માટે અલગથી રજા નહીં મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું, જાણો કયા-કયા તહેવારોમાં રજા

Gujarat Holidays 2027: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર જાહેર રજાઓ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર રજાઓની યાદીમાં મુખ્ય ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દશેરા, દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના દિવસોનો સમાવેશ થાય છે.

image.png

આ સિવાય સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ મેળવી શકે તે માટે મરજિયાત (વૈકલ્પિક) રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં ભગવાન પરશુરામ જયંતિ, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રસંગોનો સમાવેશ થાય છે.

image.png

સરકારી જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ જાહેર રજા મહિનાના બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારના દિવસે આવશે, તો તેના બદલામાં અલગથી કોઈ રજા આપવામાં આવશે નહીં. વધુમાં, મુસ્લિમ સમુદાયના તહેવારોની રજાઓ ચાંદ દર્શનને આધીન રહેશે.