ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સેન્સેકસમાં પ્રારંભિક સુધારો ધોવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેકસ ૨૧ પોઈન્ટ ઘટી ૭૪૩૧૪: નિફટી ઈન્ડેકસ ૫૩ વધી ૨૩૨૭૦: લિક્વિડિટી ખેંચાઈ જવાથી વધઘટ સાંકડી
મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં પા ટકા વધારા તથા અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ભારત સહિત દસ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરવા સંદર્ભમાં સત્તા આપવાની દરખાસ્તને મંજુરી મળતા આવનારા દિવસોમાં સ્થિતિ કેવો વળાંક લઈ શકે છે તેનો ભારતીય શેરબજારના ખેલાડીઓ હાલમાં અંદાજ મેળવી રહ્યા છે. ગુરુવારે સત્ર દરમિયાન વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ દિવસના અંતે સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે મિડકેપ શેરોમાં ધોવાણ અટકીને રેલી જોવા મળી હતી. અમેરિકામાં વ્યાજ દરમાં વધારાથી ભારત જેવા ઊભરતા અર્થતંત્ર તરફ રોકાણકારોના આકર્ષણમાં ઘટાડો થઈ શકે છે. આઈપીઓના ધસારાને કારણે કામચલાઉ રીતે લિક્વિડિટી ખેંચાઈ જવાની પણ બજાર પર અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સેન્સેકસમાં પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો હતો. જો કે ક્રુડ તેલમાં નરમાઈથી પસંદગીના શેરોને ટેકો મળી રહ્યો હતો. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૭૪૬૭૭.૫૬ અને નીચામાં ૭૪૧૬૩.૯૫ રહી છેવટે ૨૧.૮૬ ઘટી ૭૪૩૧૪.૫૯ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૩૩૬૩.૫૫ અને નીચામાં ૨૩૧૯૩.૬૫ રહી છેવટે ૫૩ પોઈન્ટ સુધરી ૨૩૨૭૦.૬૦ બંધ રહ્યો હતો.
ટાટા જૂાૃથના શેરોમાં તેજી
એન ચંદ્રશેખરનની ચેરમેન તરીકેની મુદત વધુ પાંચ વર્ષ લંબાવવાના ટાટા સન્સની બોર્ડના નિર્ણય તથા ટાટા સન્સના આઈપીઓ માટે સ્થિતિ સાનુકૂળ બની રહેતા ટાટા જૂથના સ્ટોકસમાં ગુરુવારે રેલી જોવા મળી હતી. એનએસઈ પર ટાટા સ્ટીલ રૂપિયા ૪.૨૯ વધી રૂપિયા ૧૮૭.૨૯, ટાટા કેપિટલ રૂપિયા ૦.૧૫ વધી રૂપિયા ૩૪૩.૬૫, ટાટા કન્ઝયૂમર રૂપિયા ૧૩.૬૦ વધી રૂપિયા ૧૦૧૩.૭૦, ટાટા ટેક રૂપિયા ૧૦.૩૫ વધી રૂપિયા ૭૫૮.૭૫ બંધ રહ્યો હતો.
વીમા કંપનીના શેરો ઊંચકાયા
એનએસઈના આઈપીઓને પ્રથમ જ દિવસે સારો પ્રતિસાદ મળી રહેતા તેમાં હિસ્સેદાર રહેલી જનરલ ઈન્સ્યૂરન્સ, ન્યુ ઈન્ડિયા એસ્યૂરન્સ કંપનીના શેરો ઊંચકાયા હતા. જનરલ ઈન્સ્યૂરન્સ રૂપિયા ૨.૦૫ વધી રૂપિયા ૩૩૯.૮૦, ન્યુ ઈન્ડિયા એસ્યૂરન્સ રૂપિયા ૧૨.૮૬ વધી રૂપિયા ૧૯૭.૦૫, એલઆઈસી ઈન્ડિયા રૂપિયા ૪.૫૦ વધી રૂપિયા ૪૦૦.૦૦, એસબીઆઈ લાઈફ રૂપિયા ૬૯.૦૦ વધી રૂપિયા ૧૭૬૬.૯૦ , એચડીએફસી લાઈફ રૂપિયા ૨૬.૮૦ વધી રૂપિયા ૫૫૭ .૦૦, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિઅલ રૂપિયા ૨૦.૫૦ વધી રૂપિયા ૪૯૦.૫૦ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં કરન્ટ
ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાને પગલે રોકાણકારોએ સલામત શેરો તરફ નજર દોડાવવાનું શરૂ કરતા ફાર્મા શેરોમાં સુધારો જોવાયો હતો. નિફટી ફાર્મા ઈન્ડેકસ ૪૩૩ પોઈન્ટ વધ્યો હતો. સન ફાર્મા રૂપિયા ૧૩.૮૦ વધી રૂપિયા ૧૮૬૭.૩૦, ગ્લેનમાર્ક રૂપિયા ૬.૦૦ વધી રૂપિયા ૨૪૧૬.૦૦, ઓરોબિન્દો રૂપિયા ૪૭.૦૦ વધી રૂપિયા ૧૬૯૦.૦૦, લ્યુપિન રૂપિયા ૫૩.૧૦ વધી રૂપિયા ૨૦૯૮.૧૦, પિરામલ ફાર્મા રૂપિયા ૨.૩૪ વધી રૂપિયા ૨૦૪.૭૧બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં વેલ્યુ બાઈંગથી સુધારો
તાજેતરની વેચવાલીને કારણે પટકાયેલા રિઅલ્ટી શેરોમાં ગુરુવારે નીચા મથાળે વેલ્યુ બાઈંગ નીકળતા ભાવમાં વ્યાપક સુધારો જોવા મળ્યો હતો. ડીએલએફ રૂપિયા ૧૭.૨૦ વધી રૂપિયા ૬૪૦.૦૦, ઓબેરોય રિઅલ્ટી રૂપિયા ૩૩.૮૦ વધી રૂપિયા ૧૭૪૦.૭૦, લોઢા ડેવલપર રૂપિયા ૧૫.૭૦ વધી રૂપિયા ૧૧૦૩.૧૦, ગોદરેજ પ્રોપર્ટી રૂપિયા ૧૨.૯૦ વધી રૂપિયા ૧૬૭૮.૨૦ તથા શોભા રૂપિયા ૭.૬૦ વધી રૂપિયા ૧૧૮૯.૪૦ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સુાૃધારાની આગેકૂચ જારી
બાંધકામ ક્ષેત્ર તરફથી માગને પરિણામે મેટલ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ બની હોવાને પરિણામે મેટલ શેરોમાં રોકાણકારોની લેવાલી જોવા મળી રહી છે. સેઈલ રૂપિયા ૧.૪૬ વધી રૂપિયા ૧૭૫.૦૧, હિન્દ કોપર રૂપિયા ૩.૯૦ વધી રૂપિયા ૪૮૫.૫૦, એનએમડીસી રૂપિયા ૦.૪૮ વધી રૂપિયા ૮૦.૮૦ બંધ રહ્યા હતા. લોયડસ મેટલ્સ રૂપિયા ૧૩.૦૦ ઘટી રૂપિયા ૧૭૯૯.૩૦, નેલ્કો રૂપિયા ૦.૩૦ ઘટી રૂપિયા ૩૫૫.૭૦ તથા જિંદાલ સ્ટેન્લેસ રૂપિયા ૬.૪૦ ઘટી રૂપિયા ૭૨૪.૪૫ બંધ રહ્યો હતો.
એફપીઆઈની રૂ. ૩૨૦૮ ંકરોડની વેચવાલી
ગુરુવારે ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ/એફઆઈઆઈ)ની ઈક્વિટી કેશમાં રૂપિયા ૧૧૯૭૦.૪૭ કરોડની વેચવાલી અને રૂપિયા ૮૭૬૧.૭૧ કરોડની લેવાલી સાથે નેટ રૂપિયા ૩૨૦૮.૭૬ કરોડની વેચવાલી રહી હતી. બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ રૂપિયા ૧૪૧૦૫.૦૧ કરોડની લેવાલી કરી હતી અને રૂપિયા ૧૦૪૮૭.૨૬ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૩૬૧૭.૭૫ કરોડની ખરીદી રહી હતી.




