Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે

- નિફટી ૨૫૭૪૪ ઉપર બંધ થતાં ૨૬૦૧૧ જોવાશે

- નિફટીમાં ૨૫૨૩૩ ટેકા અને સેન્સેક્સમાં ૮૨૩૮૮ના સપોર્ટ લેવલ

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે 1 - image


મુંબઈ : વર્ષ ૨૦૨૫ જાણે કે  વિશ્વ માટે યુદ્વ, આર્થિક સંકટનું હોય એમ સતત અશાંતીનું બની રહ્યું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્વનો અંત લાવવાના ટ્રમ્પના પ્રયાસોના પોઝિટીવ પરિણામો દેખાયા બાદ ફરી યુદ્વ ભડક્યું અને યુક્રેન મામલે રશીયાને ભીંસમાં લેવાના અમેરિકાના દરેક પ્રયાસો છતાં રશીયાના પુતિન ટસના મસ નહીં થઈ ટ્રમ્પને પડકારો ફેંકવાનું ચાલુ રાખ્યું છે. રશીયાના યુદ્વમાં મળતી મદદ બંધ કરવા ભારત અને ચાઈના પર રશીયાનું ઓઈલ નહીં ખરીદવા દબાણ લાવવામાં કંઈક અંશે સફળ રહેલું અમેરિકા જાણે એશીયાના દેશોને હવે અસ્થિર કરવા લાગ્યા હોય એમ પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્વના મળી રહેલા સંકેતે જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધ્યું છે. ઘર આંગણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ન્યુયોર્કમાં હાર બાદ ટેરિફ મામલે યુ.એસ. કોર્ટના કાયદેસરતા સામે સવાલને લઈ ઘેરાયા છે. જ્યારે શટડાઉનને કારણે અનેક લોકોની હાલત કફોડી બની હોવા સાથે એઆઈના કારણે અમેરિકામાં લાખો લોકો બેરોજગાર બની રહ્યાના અનેકવિધ પડકારોથી ટ્રમ્પ ઘેરાયા છે. જીઓપોલિટીકલ ટેન્શન અને આર્થિક સંકટ અમેરિકાને મુશ્કેલીમાં મૂકી રહ્યા સાથે વિશ્વ માટે પણ હાલ સારા સંકેત નથી. આર્થિક અસ્થિરતા સાથે આગામી દિવસોમાં વૈશ્વિક ફાઈનાન્શિયલ સિસ્ટમમાં મોટી ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન, બેંકો સહિત માટે નવી આફત સર્જે તો પણ નવાઈ નહીં એવા સમીક્ષકોના મતને જોતાં વૈશ્વિક બજારોમાં મોટી ખાનાખરાબી જોવાઈ શકે છે. અલબત આ પડકારો વચ્ચે વિદેશોના ફંડો ફરી સુરક્ષિત ગણાતાં ભારતીય બજારોમાં રોકાણ તરફ વળતાં જોવાય એવી પણ શકયતા છે. જે શકય છે કે ભારતીય બજારોમાં પ્રત્યાઘાતી સુધારાનો દોર લાવી શકે છે. આ સાથે વેલ્યુએશનની ગેમમાં ફંડો તેમના  પોર્ટફોલિયો પરર્ફોર્મન્સને લઈને પણ ચિંતિત  હોઈ આગામી દિવસોમાં પોર્ટફોલિયોનું વેલ્યુએશન સુધારવા ડિસેમ્બર પૂર્વે તેજીનો એક મોટો રાઉન્ડ લાવી શકે છે. જે શકયતાને જોતાં આગામી દિવસોમાં ફંડોનું ઘટાડે ઘણા શેરોમાં વેલ્યુબાઈંગ નીકળેતું જોવાઈ શકે છે. અલબત વૈશ્વિક મોરચે અત્યારે ઈઝરાયેલ, રશીયા, પાકિસ્તન, અફઘાનિસ્તાન મોરચે થઈ રહેલા ડેવલપમેન્ટને લઈ મોટા કમિટમેન્ટ-ખરીદીથી દૂર રહી ઘટાડે શેરોમાં સિલેક્ટિવ રહેવું હિતાવહ રહેશે. વૈશ્વિક ડેવલપમેન્ટ સાથે સ્થાનિક પરિબળો વચ્ચે  આગામી નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૨૩૮૮ના ટેકાએ ૮૪૦૫૫ ઉપર બંધ થતાં૮૪૮૮૮ અને નિફટી સ્પોટ ૨૫૨૩૩ના ટેકાએ ૨૫૭૪૪ ઉપર બંધ થતા ૨૬૦૧૧ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : BASILIC FLY STUDIO LTD.

એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ ઈમર્જ પર(BASILIC) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, બેસિલિક ફ્લાય સ્ટુડિયો લિમિટેડ(BASILIC FLY STUDIO LIMITED), વર્ષ ૨૦૧૬માં સ્થાપીત, કંપની ઉચ્ચ કક્ષાના વિઝયુઅલ ઈફેક્ટસ અને ટુડી અને થ્રીડી પ્રદાન કરવાની પોસ્ટ-પ્રોડક્શન પ્રવૃતિઓના વ્યવસાયમાં છે. બીએફએસ એ ચેન્નઈમાં મુખ્ય મથક ધરાવતો વિઝ્યુઅલ ઈફેક્ટસ (વીએફએક્સ) સ્ટુડિયો છે. જેની પેટી કંપનીઓ કેનેડા અને યુ.કે.મમાં છે. જે ફિલ્મો, ટીવી શો, વેબ સિરીઝ અનને જાહેરાતો માટે વીએફએક્સ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નિષ્ણાંત છે. તેમની પાસે ૧૦,૦૦૦ પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ છે, ૩૦૦થી વધુ ક્લાયન્ટ છે. જેમાં ૯૦૦ મુવીઝ, ૨૦૦૦ સિરીઝ, ૮૦૦૦ એડવર્ટાઈઝ વગેરેનો સમાવેશ છે. મેનેજમેનન્ટ નાણાકીય વર્ષ ૨૦૨૬ને સીમાચિહ્નરૂપ વર્ષ તરીકે જુએ છે, જે કંપનીને ઈનોર્ગેનિક ગ્રોથ (દા.ત. સંભવિત ભાગીદારી) દ્વારા સંપૂર્ણપણે સંકલિતત વૈશ્વિક વીએફએક્સ પાવર હાઉસ તરીકે સ્થાન આપે છે.

કંપની દ્વારા ઓફર કરાતી સર્વિસિઝ : (૧) રોટોસ્કોપ : જેમાં લાઈવ વિડીયોમાં ફ્રેમ-બાય-ફ્રેમ ટ્રેસિંગ અને એલિમેન્ટ આઈસોલેશનનો સમાવેશ થાય છે. (૨) પ્રિવિસ અને પ્રિવ્યુઝ્યુલાઈઝેશન : આ વાસ્તવિક ફિલ્માંકન પહેલા ફિલ્મમાં દ્રશ્યો અથવા સિક્વન્સનું વિઝ્યુલાઈઝેશન કરવાની પ્રક્રિયા છે, જેનો ઉપયોગ એનિમેશન, પ્રદર્શન કલા, વિડિયો  ગેમ ડિઝાઈન અને ફોટોગ્રાફી જેવા વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોમાં થાય છે. (૩) કેમેરા/બોડી ટ્રેકિંગ અને રોટોમેશનઓબ્જેકટ ટ્રેકિંગ : જેમાં દ્રશ્યમાં લાઈવ કેમેરાની સાથે વર્ચ્યુઅલ કેમેરા અથવા ઓબ્જેક્ટની ગતિ અને સ્થાનનું ચોક્કસ મેપિંગ સામેલ છે. રોટોમેશન એ એક વીએફએક્સ ટેકનોલોજી છે, જે વાસ્તવિકક કલાકારો અથવા ઓબ્જેક્ટની ગતિને કેપ્ચર કરે છે અને તે ડેટાને કોમ્પ્યુટર-જનરેટેડ પાત્રો અથવા ઓબ્જેક્ટસ પર લાગુ  કરે છે. (૪) કોમ્પ્યુટર ગ્રાફિક્સ : જેમાં કોમ્પ્યુટર-જનરેટેડ એસેટ્સ, એફએક્સ, લાઈટિંગ, ડિજિટલ મેટ પેઈન્ટિંગ, પર્યાવરણ અને કોમ્પોઝિશનનો સમાવેશ થાય છે. જે એક્સપ્લોઝન્સ, લાઈટિંગ ઈફેક્ટ્સ ઈમર્સિવ એન્વાયરમેનન્ટ અને વિઝ્યુઅલ એલીમેન્ટ્સના સીમલેસ એકીકરણ જેવા એલીમેન્ટ્સનને જીવંત બનાવે છે. (૫) પેઈન્ટ અને પ્રિપેરેશન : વીએફએક્સમાં આ મહત્વપૂર્ણ પગલાં છે. જેમાં લાઈવ વિડિયોમાં સુધારો અનને ફેરફાર સામેલ છે. (૬) સેટ પર દેખરેખ : વિઝયુઅલ ઈફેક્ટ્સ ધરાવતા પ્રોજેક્ટો માટે તે મહત્વપૂર્ણ છે. વીએફએક્સ સુપરવાઈઝર સ્ક્રીપ્ટની જરૂરીયાતને  સમજવા માટે ડિરેક્ટર અને પ્રોડકશન ટીમ સાથે સહયોગ કરે છે. આ ખર્ચાળ રી-શૂટને અટકાવે છે અને વિભાગો વચ્ચે અસરકારક સહયોગને સરળ બનાવે છે.

મુખ્ય વીએફએક્સ તકનીકો અને ટેકનોલોજીસ : ઓટોડેસ્ક માયા, ન્યુક, થ્રીડી ઈક્વેલાઈઝર, સિલુએટ, બ્લેન્ડર, હૌદિની, ધ ફાઉન્ડ્રી મારી, પિક્સોલોજિક, ઝેડબ્રશ, શોટગ્રીડ, આર્ક, ટેરાડિસી, ડેડલાઈન, એસ્પેરા, એફએફટીપી.

આગામી પ્રોજેક્ટસ : કંપની ઈટાલી, સ્પેન, ફ્રાંસ અને ઉત્તર અમેરિકાના નવા સાહસો સાથે તેના પ્રોજેક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરી રહી છે. જેમાં સાયન્સ ફિક્શન, એક્શન-કોમેડી, ફ્રેન્ચાઈઝ સ્પિન-ઓફ-પ્રિક્વલ, ડોક્યુડ્રામાં સિરીઝ, હાઈ-ફેન્ટેેસી અમેરિકન સિરીઝ, આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ સ્પર્ધા, ફેમિલી ફ્રેન્ડલી ફ્રેન્ચાઈઝ, સેરેન ડ્રામા-રોમાન્સનો સમાવેશ થાય છે.

તાજેતરની નાણાકીય કામગીરી અને વૃદ્વિ પ્રેરક પરિબળો :

નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રમુખ મુદ્દાઓ (૩૧, માર્ચ ૨૦૨૫ના અંતના) : આવક ત્રણ ગણી વધીને રૂ.૩૦૬ કરોડ થઈ (નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૧૦૬ કરોડ હતી), જે યુ.કે. સ્થિત વન ઓફ અસ (૭૦ ટકા હિસ્સો)ના એક્વિઝિશન અને હોલીવૂડ હડતાલ પછી પુન:પ્રાપ્તિનને કારણે થઈ છે. ઈબીટા ૨૦.૧ ટકા વધીને રૂ.૬૨.૭ કરોડ થયો, જેમાં ચોખ્ખો નફો રૂ.૪૫.૬ કરોડ (૨૪.૮ ટકા વાર્ષિક ધોરણે વૃદ્વિ, એડજસ્ટેડ ચોખ્ખો નફો રૂ.૪૮.૬ કરોડ, વન-ટાઈમ મર્જર-અમાલ્ગમેશન ખર્ચા બાદ ૩૩.૧ ટકા વૃદ્વિ). બીજા અર્ધવાર્ષિક નાણા વર્ષ ૨૦૨૫મમાં આવક ફક્ત રૂ.૨૨૮.૭ કરોડ (૩૨૪ ટકા વાર્ષિક ધોરણે વૃદ્વિ) હતી, જે એક્વિઝિશન બાદના ઈન્ટીગ્રેશનની સફળતાને દર્શાવે છે. મુખ્ય સક્ષમકર્તા : માર્ચ ૨૦૨૫ સુધીમાં ઓર્ડર બુકનું  વિસ્તરણ રૂ.૩૦૧.૩ કરોડ (૪૦ ટકા વાર્ષિક વૃદ્વિ) થયું, જેમાં નેટફ્લિક્સ, એમેઝોન અને સોનીના પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે. માર્જિન : ૨૦.૫ ટકા પર કોન્સોલિડેટેડ ઈબીટા, યુ.કે. સબસીડિયરી માર્જિન સુધરીને ૧૫.૩ ટકા થયું છે. તાજેતરની ઓર્ડર મેળવવા (૮,ઓકટોબર ૨૦૨૫), વીએફએક્સ કાર્ય માટે નેટફ્લિક્સ તરફથી રૂ.૨૯.૭૧ કરોડ (બ્રિટીશ પાઉન્ડ ૨૫ લાખ) સહિત રૂ.૧૫૦ કરોડથી વધુ ઓર્ડર બુક સુરક્ષિત કર્યા છે. વૈશ્વિક વિસ્તરણને ભંડોળ પૂરૂ પાડવા માટે ક્યુઆઈપી (૨૦.૨૫ લાખ  શેરો શેર દીઠ રૂ.૪૧૯.૭૨ ભાવે, પાંચ ટકા ડિસ્કાઉન્ટ) દ્વારા રૂ.૮૪.૯૯ કરોડ એકત્ર કર્યા છે. ઓર્ડર બુક સ્થિતિ : મે ૨૦૨૫ સુધીમાં, યુ.કે. સબસીડિયરી ઓર્ડર બુક રૂ.૨૯૦ કરોડ (ત્યાર સુધીમાં અગાઉના રૂ.૩૦૦ કરોડની બુકના ૫૦ ટકા ડિલિવર કર્યા છે, નવા ઓર્ડર સાથે ફરી રિફિલ કરવામાં આવી હતી. મોટાભાગના બીજા અને ત્રીજા ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૬ ડિલિવરી  માટે નિર્ધારિત છે, જે આવકની વિઝિબિલિટી દર્શાવે છે. આ મેટ્રિક્સ વૃદ્વિને વેગ આપવાનું સૂચવે છે, જેમાં ક્યુઆઈપી સ્કેલિંગ માટે લિક્વિડિટી પ્રદાન કરે છે. (દા.ત. તાજેતરના વેપાર કરાર હેઠળ યુ.કે.-ભારત સહયોગમાં એઆઈ લેબ). માર્જિન વિસ્તરણ : ઓફશોરિંગમાં વધારો (દા.ત. રોટો, પેેઈન્ટ, પ્રેપ વર્ક પહેલાથી જ ૮૫ ટકા ભારત-આધારિત, પોસ્ટ-ટેક ઈન્ટિગ્રેશન પછી કમ્પોઝિટિંગ-સીજી દ્વારા કોન્સોલિડેટેડ માર્જિન ૨-૩ ટકા સુધારો  થવાની અપેક્ષાલછે. ખર્ચ  આર્બિટ્રેજ સાથે યુ.કે. માર્જિનમાં વધુ વધારો થશે (ભારતનો ખર્ચ યુ.કે. કરતાં  પાંચથી સાત ગણો ઓછો છે.) નાણાકીય વર્ષ ૨૦૨૫મમાં ઈક્વિટી પર વળતર-આરઓઈ ૨૮ ટકા હતું. આરઓસીઈ ૨૩ ટકા- બન્નેમાં સુધારો થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક (૩૦, જૂન ૨૦૨૫ના પૂરા થયેલા) : આવક ૪.૮ ગણી વાર્ષિક ધોરણે વધીને રૂ.૯૦ કરોડ થઈ, જેમાં નેટફ્લિક્સ, ડિઝની અને એચબીઓ તરફથી રૂ.૧૫૦ કરોડના નવા ઓર્ડર આવ્યા છે. આ યુ.કે. પેટા કંપની તરફથી રૂ.૩૫-૪૦ કરોડના માસિક રન રેટ સાથે સુસંગત છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ : 

(પેઈડ-અપ ઈક્વિટી રૂ.૨૫.૨૭ કરોડ)

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક ૧૯૬ ટકા વધીને રૂ.૩૦૪ કરોડ મેળવીને ચોખ્ખો નફો ૧૫  ટકા વધીને રૂ.૪૫.૬૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૮.૦૫, બુક વેલ્યુ રૂ.૧૧૪ નોંધાવી હતી

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક રૂ.૪૨૫ કરોડ મેળવીને અપેક્ષિત ચોખ્ખો નફો  ૧૫.૭૫ ટકા વૃદ્વિએ રૂ.૬૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૬.૫૦ અને બુક વેલ્યુ રૂ.૧૪.૨૦ અપેક્ષિત છે.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) મનોરંજન-એન્ટરટેઈન્મેન્ટ ઉદ્યોગની કંપની, બેેસિલિક  ફ્લાય સ્ટુડિયો લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ-શેર દીઠ કમાણી રૂ.૨૬.૫૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૪૦ સામેે એનએસઈ એસએમઈ-ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ (BASILIC) રૂ.૩૮૩ ભાવે, ઉદ્યોગના સરેરાશ ૩૨ના પી/ઈ સામે ૧૪.૪૫ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.


Tags :