નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૫૫૫ ઉપર બંધ થતાં ૭૯૩૩૩ જોવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૪૫૫૫ ઉપર ઉપર બંધ થતાં ૨૪૭૭૭ જોવાશે
નવા કોઈ નેગેટીવ પરિબળો નહીં સર્જાવાના સંજોગોમાં શેરો ફરી તેજીનો જુવાળ બતાવશે
મુંબઈ : ચોમાસાના વિલંબે દેશને હજુ અઠવાડિયા પહેલા સુધી ચિંતામાં ગરકાવ કરી દીધો હતો. ઈરાન-અમેરિકા યુદ્વના અંત માટેની સમજૂતી અને હોર્મુઝ માર્ગે ફરી ક્રુડ ઓઈલના પુરવઠો વહેતો થવાથી વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ તૂટીને યુદ્વ પહેલાના સ્તરે આવી જવાના પોઝિટીવ પરિબળ અને અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ અટકવું સહિતના પોઝિટીવ પરિબળ છતાં ચોમાસાની ચિંતા બજારમાં વર્તાતી હતી. અલબત હવે ચોમાસાની વર્તમાન સારી પ્રગતિ જોતાં આ પરિબળ હાલ તુરત પોઝિટીવ બનતું જોવાયું છે. શેરોમાં ઘટાડે હવે લોકલ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સાથે વિદેશી રોકાણનો પ્રવાહ વહેતો થતો જોવાઈ રહ્યો છે. એફપીઆઈઝ શેરોમાં ઘટાડે લેવાલ બની રહ્યા છે. યુદ્વની સ્થિતિ શાંત થતાં અને અમેરિકાના ભારત માટે ટ્રેડ ડિલ માટેની આતુરતા સાથે ભારતના પક્ષમાં પલડું નમી રહ્યાના સંકેતોએ શકય છે કે બજારનું સેન્ટીમેન્ટ સુધરતું જોવાશે. હાલ તુરત નેગેટીવ પરિબળો મર્યાદિત અને પોઝિટીવ પરિબળો વધુ છે. કોર્પોરેટ કમાણીના અંદાજો પણ હવે જૂન અંત માટેના સુધરવાની શકયતા અને અગાઉનો નબળી કામગીરીનો ભય હળવો થતો જોવાઈ રહ્યો છે. જે શકય છે કે નવા કોઈ નેગેટીવ પરિબળો નહીં સર્જાવાના સંજોગોમાં શેરોમાં ફરી તેજીનો જુવાળ બતાવશે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૫૫૫ ઉપર બંધ થતાં ૭૯૩૩૩ અને નિફટી સ્પોટ ૨૪૫૫૫ ઉપર બંધ થતાં ૨૪૭૭૭ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : DCM SHRIRAM LTD.
બીએસઈ (૫૨૩૩૬૭), એનએસઈ (DCMSHRIRAM) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, ડીસીએમ શ્રીરામ લિમિટેડ(DCM SHRIRAM LIMITED), એક વૈવિધ્યિકૃત અને ઈન્ટીગ્રેટેડ બિઝનેસ ધરાવતી કંપની છે. જે કૃષિ વેલ્યુ ચેઈન, કેમિકલ્સ અને વિનાઈલ ઉદ્યોગ અને બિલ્ડિંગ મટીરિયલ પ્રોડક્ટસમાં સક્રિય છે. કંપનીના તમામ મુખ્ય મેન્યુફેકચરીંગ એકમો પર સ્વવપરાશી પાવરની ઉપલબ્ધિ બિઝનેસને સ્પર્ધાત્મક બનાવવા સક્ષમ કરે છે.
ડીસીએમ શ્રીરામનો બિઝનેસ પોર્ટફોલિયો કૃષિ-ગ્રામીણ બિઝનેસ : યુરિયા, ખાંડ, ઈથેનોલ, ફાર્મ સોલ્યુશન બિઝનેસ સહિત અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે, જેમાં ઈનપુટ્સ, રિસર્ચ અને ડેવલપમેન્ટ આધારિત હાઈબ્રિડ બિયાની સમગ્ર શ્રેણીને આવરી લેવામાં આવે છે.
કેમિકલ્સ અને વિનાઈલ બિઝનેસ : કોસ્ટિક સોડા, ક્લોરિન, એલ્યુમીનિયમ ક્લોરાીડ, હાઈડ્રોજન પેરોક્સાઈડ, કેલ્શિયમ કાર્બાઈડ, પીવીસી રેઝિન, પોલિમર કમ્પાઉન્ડસ તેમ જ એપોક્સી, રિફાઈન્ડ ગ્લિસરીન અને એપિક્લોરોહાઈડ્રિન (ઈસીએચ) જેવી આધુનિક મટીરિયલ્સ, પાવર અને સિમેન્ટ સાથે અન્ય વેલ્યુ એડેડ બિઝનેસોમાં ફેનેસ્ટા બિલ્ડિંગ સિસ્ટમ્સ યુપીવીસી અને એલ્યુમીનિયમ વિન્ડોઝ અને દરવાજા, સોલિડ પેનલ દરવાજા અને ફેસેડ સોલ્યુશન્સ બનાવે છે.
પ્રમુખ પૂર્ણ કરેલા રોકાણ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૬ :
(૧) ભરૂચ યુનિટ ખાતે ૮૫૦ ટીપીડી કોસ્ટિક ક્ષમતા વિસ્તરણ મે ૨૦૨૪ (૨) ભરૂચ યુનિટ ખાતે ૧૨૦ મેગાવોટ પ્લાન્ટ, જૂન ૨૦૨૪ (૩) ભરૂચ યુનિટ ખાતે ૫૨,૫૦૦ ટીપીએ હાઈડ્રોજન પેરોક્સાઈડ પ્લાન્ટ, ઓગસ્ટ ૨૦૨૪ (૪) લોની યુનિટ ખાતે ૨૧૦૦ ટીસીડી સુગર ક્ષમતા વિસ્તરણ નવેમ્બર ૨૦૨૪ (૫) અજબાપુર યુનિટ ખાતે ૧૨ ટીપીડી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (સીબીજી) પ્લાન્ટ માર્ચ ૨૦૨૫ (૬) ડીએનવી ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડમાં ૫૩ ટકા હોલ્ડિંગ હસ્તગત (હાર્ડવેર) મે ૨૦૨૫ (૭) એચએસસીએલમાં ૧૦૦ ટકા હોલ્ડિંગ હસ્તગત(એડવાન્સ્ડ મટિરિયલ્સ જેમ કે ઈપોક્સી) ઓગસ્ટ ૨૦૨૫ (૮) ૫૨,૦૦૦ ટીપીએ ભરૂચ ખાતે એપિક્લોરોહાઈડ્રિન પ્લાન્ટ એપ્રિલ ૨૦૨૬ (૯) એચએસસીએલ: હિન્દુસ્તાન સ્પેશ્યાલિટી કેમિકલ્સ લિમિટેડ, ઓકટોહબર ૨૦૨૫માં ૩૫,૦૦૦ ટીપીએ કાર્યરત થયું અને બાકીની ૧૭૦૦૦ ટીપીએ ક્ષમતા એપ્રિલ ૨૦૨૬માં કાર્યરત થઈ. સરેરાશ ૩૪ મેગાવોટ, જેએસડબલ્યુ રિન્યુએબલ્સ સાથેના સંયુક્ત સાહસ દ્વારા ગુ્રપ સ્વવપરાશી સ્ટ્રકચર હેઠળ અમલમાં મૂકવામાં આવી રહી છે, ૧૫ મેગાવોટ (સરેરાશ) માટે ઈન્જેકશન ૪,મે ૨૦૨૬થી શરૂ થયું.
અમલીકરણ હેઠળના પ્રમુખ રોકાણો : (૧) ફેનેસ્ટા એલ્યુમીનિયમ કોટા ખાતે એક્સટ્રુઝન પ્લાન્ટ (પ્રથમ તબક્કામાં) નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક (૨) ૬૮ મેગાવોટ (પીક) કોટા માટે કેપ્ટિવ રિન્યુએબલ એનજીૅ નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક (૩) ૧૦૦ ટીપીડી એલ્યુમીનિયમ ક્લોરાીડ (એઆઈસીઆઈ૩) ભરૂચ નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક (૪) ૨૨૫ ટીપીડી ભરૂચ ખાતે કેલ્શિયમ ક્લોરાઈડ નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક (૫) પ્રસ્તાવિત ૨,૦૮,૦૦૦ એમટીપીએ કુલ ક્ષમતાવાળા મીઠાના કામોનું સંપાદન નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક (૬) ૪૮ મેગાવોટ (પીક) કેપ્ટિવ રિન્યુએબલ એનજીૅ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચર ભરૂચ નાણાકીય વર્ષ ૨૦૨૮ના પ્રથમ ત્રિમાસિક (૭) ૩૬ કેટીપીએ ફોર્મ્યુલેટેડ રેઝિન (એફઆર) નાણાકીય વર્ષ ૨૦૨૮ના બીજા ત્રિમાસિકમાં એચએસસીએલ ક્ષમતા વિસ્તરણ.
કંપનીના સીએમડીનું નિવેદન : ૧૩, મે ૨૦૨૬ના રોજ, માર્ચ ૨૦૨૬ના પૂરા થયેલા ત્રિમાસિક અને નાણાકીય વર્ષની કામગીરી પર ટિપ્પણી કરતાં કંપનીની ચેરમેન અને સિનિયર મેનેજિંગ ડિરેકટર અજય શ્રીરામ અને વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર વિક્રમ શ્રીરામે જણાવ્યું હતું કે, ''નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક સંગઠનો અને સરકારો સતત અનિશ્ચિતતાઓ દ્વારા તણાવ પરીક્ષિત જોવા મળી. વધતો વેપાર સંરક્ષણવાદ, પુરવઠા ચેઈનના પુન:સંકલન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષમાં વધારો કોમોડિટી બજારો, લોજિસ્ટિક્સ કોરિડોર અને મૂડી પ્રવાહને ્અસર કરતો રહ્યો, જે ઓપરેશનલ ચપળતા અને સ્થિતિસ્થાપકતાના મહત્વને મજબૂત બનાવે છે. આ અવરોધો છતાં, ભારતીય અર્થતંત્રે મજબૂત મેક્રોઈકોનોમિક મૂડીગત પરિબળો, સતત સ્થાનિક માંગ અને સતત જાહેર ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ દ્વારા સમર્થિત વધુ સારી સ્થિતિસ્થાપકતા દર્શાવી. કંપનીના કેમિકલ્સ વ્યવસાયે મજબૂત વોલ્યુમ વૃદ્વિ નોંધાવી, જે છેલ્લા બે વર્ષમાં વિસ્તરણના પ્રગતિશીલ રેમ્પ-અપ અને ડાઉનસ્ટ્રીમ એકીકરણ દ્વારા સંચાલિત છે. એપિક્લોરોહાઈડ્રિન (ઈસીએચ) સુવિધા, જે અદ્યતન સામગ્રી મૂલ્ય સાંકળનો ભાગ છે, એપ્રિલ ૨૦૨૬માં સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ હતી અને બજારમાં સ્વીકૃતિને પ્રોત્સાહન મળી રહ્યું છે. વર્ષ દરમિયાન કંપનીએ જે ઈપોક્સી અને ફોર્મ્યુલેટેડ રેઝિનસ વ્યવસાય મેળવ્યો હતો, તે હવે વિસ્તૃત થઈ રહ્યો છે. ખાસ કરીને વેલ્યુ-એડેડ ફોર્મ્યુલેટેડ રેઝિન ક્ષેત્રમાં છે. કંપનીએ વ્યુહાત્મક ભાગીદારી દ્વારા કંપનીના બિઝનેસોને વધારવા માટે અન્વેષણ કરી રહી છે. કંપનીએ પીવીસી કમ્પાઉન્ડિંગ બિઝનેસ માટે યુ.એસ.ની કંપની સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે અને વૃદ્વિને વેગ આપવાની યોજના બનાવી છે. ખાંડ અને ઈથેનોલ બિઝનેસમાં, ભારતીય ખાંડનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ આ સિઝનમાં ૨.૩ એમએમટી વધ્યું છે. ઉદ્યોગ માર્જિન દબાણનો સામનો કરી રહ્યો છે. જે શેરડીના ઊંચા ખર્ચ અને ખાંડ તેમ જ ઈથેનોલ બિઝનેસમાં વધુ પડતા પુરવઠાને કારણે ઉદ્દભવે છે. ઊંચા ખાંડ એમએસપી, વિસ્તૃત મિશ્રણ આદેશો, નિકાસ સુવિધા અને વૈકલ્પિક ઈથેનોલ ઉપયોગ દ્વારા સતત નીતિ સહાય- ઉદ્યોગની સદ્વરતા માટે મહત્વપૂર્ણ રહે છે. કંપનીની ગ્રાહક બિઝનેસો, ફેનેસ્ટા બ્લિડિંગ સિસ્ટમ્સ અને શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ તેમની બજાર સ્થિતિને મજબૂત કરતી વખતે અને નવા સીમાચિહ્નો સુધી પહોંચતી વખતે સ્વસ્થ ગતિએ વૃદ્વિ કરવાનું ચાલુ રાખ્યું છે. કંપની વેલ્યુ-ચેઈન સંકલન, ક્ષમતા ઓપ્ટિમાઈઝેશન, ખર્ચ કાર્યક્ષમતા અને શિસ્તબદ્વ મૂડી ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મજબૂત બેલેન્સશીટના સમર્થનથી, કંપનીએ વધુને વધુ ગતિશીલ વૈશ્વિક વાતાવરણમાં નેવિગેટ કરતી વખતે વૃદ્વિની તકોને અનુસરવા માટે સારી સ્થિતિમાં છે.''
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :ચોખ્ખી આવક ૧૧.૯૫ ટકા વધીને રૂ.૧૪,૨૬૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૧૧.૭૭ ટકા વધીને રૂ.૧૦૧૬ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬ ટકા થકી ચોખ્ખો નફો ૪૧.૭૨ ટકા વધીને રૂ.૮૫૬ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૫૪.૭૩ હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૬,૨૫૦ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૨૨૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૮૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૯૫૦ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૬૧ અપેક્ષિત છે.
બોનસ ઈસ્યુ : વર્ષ ૨૦૨૫માં ૧:૧ શેર થકી કુલ ઈક્વિટીમાં ૫૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ૬૭ ટકા પ્રમોટર્સ, ૧૩ ટકા સંસ્થાઓ, ૪ ટકા એફઆઈઆઈઝ પાસે, ૯ ટકા એચએનઆઈ હસ્તક અને ૭ ટકા રિટેલ શેરધારકો પાસે છે.
બુક વેલ્યુ : વર્ષ ૨૦૨૨માં રૂ.૩૫૪, વર્ષ ૨૦૨૩માં રૂ.૪૦૨, વર્ષ ૨૦૨૪માં રૂ.૪૨૧, વર્ષ ૨૦૨૫માં રૂ.૪૫૦, વર્ષ ૨૦૨૬માં રૂ.૪૯૫,
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨માં ૭૩૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૭૦૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૩૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૪૫૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૫૬૦ ટકા
ડિવિડન્ડ પે-આઉટ રેશિયો : વર્ષ ૨૦૨૨માં ૨૨ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૪ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૩ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૩ ટકા, વર્ષ ૨૦૨૬માં ૨૧ ટકા.
ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન : વર્ષ ૨૦૨૨માં ૧૯ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૪ ટકા, વર્ષ ૨૦૨૪માં ૯ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૧ ટકા, વર્ષ ૨૦૨૬માં ૧૧ ટકા.
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ત્રણ વર્ષમાં પાંચ ટકા, પાંચ વર્ષમાં ૧૦ કા, ૧૦ વર્ષમાં ૯ ટકા, ટીટીએમ ૧૨ ટકા.
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૧ ટકા, પાંચ વર્ષમાં ૬ ટકા, ત્રણ વર્ષમાં નેગેટીવ એક ટકા, ટીટીએમ ૪૯ ટકા.
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૧૭ ટકા, પાંચ વર્ષમાં ત્રણ ટકા, ત્રણ વર્ષમાં પાંચ ટકા, એક વર્ષમાં નેગેટીવ ૨૮ ટકા.
ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૧૫ ટકા, પાંચ વર્ષમાં ૧૨ ટકા, ત્રણ વર્ષમાં ૯ ટકા, પાછલા વર્ષમાં ૧૨ ટકા.
પીબીડીઆઈટી : વર્ષ ૨૦૨૫માં રૂ.૧૪૭૨ કરોડ, વર્ષ ૨૦૨૬માં ૧૫ ટકા વધી રૂ.૧૬૯૪ કરોડ.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)૬૭ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ અને કુલ ઈક્વિટીમાં ૫૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, ડીસીએમ શ્રીરામ લિમિટેડ, કેમિકલ, વિનાઈલ, સુગર, ઈથેનોલ, બિલ્ડિંગ મટીરિયલ્સ, ફાર્મ સોલ્યુશન્સ, ફર્ટિલાઈઝર, બાયોસીડ, સિમેન્ટ ક્ષેત્રે વૈવિધ્યિકૃત, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ૧૩થી ૧૪ ટકા(૨૦૨૫-૨૬ના ૧૧ ટકા) અને અપેક્ષિત ઈપીએસ રૂ.૬૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૫૬ સામે શેર રૂ.૧૦૩૨ ભાવે,૧૭ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.









