નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૬૮૨૨ ઉપર બંધ થતાં ૭૭૫૮૮ જોવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૪૦૧૧ ઉપર બંધ થતાં ૨૪૨૫૫ જોવાશે
અલ-નીનોનું જોખમ હજુ ઝળુંબી રહ્યું હોઈ આગામી દિવસોમાં આ પરિબળ પણ બજારના સેન્ટીમેન્ટને અસર કરશે
મુંબઇ : અનિશ્ચિતતાના દોરમાંથી વિશ્વ અત્યારે પસાર થઈ રહ્યું છે. ફરી ઈરાન-અમેરિકા યુદ્વના મેદાનમાં આવીને હોર્મુઝ માર્ગે વેપાર અટકાવી દેવાના પ્રયાસો અને હોર્મુઝને બદલે જોખમી છતાં વૈકલ્પિક રાતા સમુદ્ર માર્ગે વેપાર કરનારાને પણ ઈરાન સમર્થિત હુથીઓ થકી બાનમાં લઈને સાઉદી અરેબિયાઅને એના થકી અમેરિકા સહિતના દેશો પરની ભીંસ વધારવાના પ્રયાસો થયા છે. જેનાથી ફરી ક્રુડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલરની સપાટી ગત સપ્તાહે કુદાવી જતાં ભારત સહિતના દેશોની ચિંતા વધી છે. જો કે ઈરાન-અમેેરિકા ફરી વાટાઘાટના ટેબલ પર પાછા આવશે એવા સપ્તાહના અંતે અહેવાલ વહેતા કરીને ક્રુડ ઓઈલમાં ઘટાડો લાવીને તેજીવાળાને ટ્રેપમાં લેવાયા છે. જ્યારે બીજી તરફ ટ્રમ્પેે ફરી ટેરિફની તલવાર મ્યાનમાંથી કાઢીને ભારત, ચાઈના સહિત એશિયાના દેશો બાદ યુરોપના દેશો પર વિંઝવાનું ચાલુ કરી દેતાં અને ગુગલને દંડિત કરનાર યુરોપિયન યુનિયનને આડે હાથ લેતાં વિશ્વમાં ફફડાટ વ્યાપત થયો છે. ક્રુડની આગ, ડોલર સામેે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ધોવાણ અને ઘર આંગણે ચોમાસાની સારી પ્રગતિ બાદ હવે મહારાષ્ટ્ર, ગુજરાત સહિતમાં અતિવૃષ્ટિનું જોખમ અને અન્ય રાજ્યોની સ્થિતિને જોતાં અલ-નીનોનું જોખમ હજુ ઝળુંબી રહ્યું હોઈ આગામી દિવસોમાં આ પરિબળ પણ બજારના સેન્ટીમેન્ટને અસર કરશે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૬૮૨૨ ઉપર બંધ થતાં ૭૭૫૮૮ અને નિફટી સ્પોટ ૨૪૦૧૧ ઉપર બંધ થતાં ૨૪૨૫૫ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : DYNAMIC CABLES LTD.
બીએસઈ (૫૪૦૭૯૫), એનએસઈ (DYCL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ડાયનામિક કેબલ્સ લિમિટેડ(DYNAMIC CABLES LIMITED), ભારતમાં ૪૦ વર્ષથી વધુ સમયથી કેબલ અને વાયર મેન્યુફેકચરર્સ તરીકે કાર્યરત છે, જે સ્થાનિક અને વિદેશોમાં એનજીૅ અને પાવર ક્ષેત્ર બન્ને સર્વિસિઝ પૂરી પાડી રહી છે. રાજસ્થાનના હાર્દમાં સ્થિત ત્રણ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ અને આરઈઈએનજીયુએસ ખાતે એક મળીને કુલ ચાર પ્લાન્ટ ધરાવે છે. કંપનીના ઉત્પાદનો સીઈ પ્રમાણિત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ટેસ્ટિંગ લેબ્સ જેમ કે સીપીઆરઆઈ, ઈઆરડીએ અને ટીએજી કોર્પોરેશન દ્વારા ટાઈપ-ટેસ્ટ કરવામાં આવે છે, જે ઔદ્યોગિક, નિકાસ, ટર્નકી પ્રોજેક્ટસ, પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર વર્કસ સહિતને આવરી લે છે. જયપુર ઉત્પાદન સુવિધાઓ ISO 9001:2015, ISO 45001 : 2018, ISO 14001:2015, આઈસીએલ (ઈન્ટરટેક સર્ટિફિકેશન લિમિટેડ યુકેએએસ, યુ.કે.) સાથે સર્ટિફાઈડ છે. માર્કેટિંગ ૧૦૦થી વધુ વિદેશી ખરીદદારો, ૨૫૦થી વધુ સ્થાનિક ખરીદદારો દ્વારા ૪૩થી વધુ દેશોમાં નિકાસ કરે છે, ૬૦૦થી વધુ લોકોની ટીમ ધરાવે છે.
પ્રોડક્ટસ : ડાયનામિક હાઉસ વાયર, બેરે કન્ડકટર્સ, ઈન્સ્યુલેટેડ કન્ડકટર્સ, ૬૬કેવી એચવી પાવર કેબલ્સ, એમવી એરિઅલ બન્ચ્ડ કેબલ્સ એમવી પાવર કેબલ્સ કોપર, એમવી પાવર કેબલ્સ એલ્યુમીનિયમ, એલવી એરિઅલ બન્ચ્ડ કેબલ્સ, એલવી પાવર કેબલ્સ કોપર, એલવી પાવર કેબલ્સ એલ્યુમીનિયમ, એલવી કંટ્રોલ કેબલ્સ, એલવી કોન્સેન્ટ્રિક કેબલ્સ, રેલવે સિગ્નલિંગ કેબલ્સ, ગેલ્વેનાઈઝ્ડ સ્ટે વાયર-અર્થ વાયર સહિતનો સમાવેશ છે.
કંપની તેની આવકના ૮૦ ટકા ખાનગી કંપનીઓ પાસેથી, ૧૩ ટકા પીએસયુ સાહસો પાસેથી અને ૭ ટકા નિકાસમાંથી મેળવે છે. કંપનીના પ્રમુખ ગ્રાહકોની યાદીમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ભેલ, એનટીપીસી, મહાવિતરણ, કેએસઈબી, પંજાબ પાવર, તમિલ નાડુ ઈલેક્ટ્રિક, બીસકોમ, ડીવીસી, ટાટા પાવર, ગોદરેજ, વોલ્ટાસ, જીવી વર્નોવા, એબીબી, બીએસઈએસ, બજાજ, એનસીસી, જીનસ, લાર્સન એન્ડ ટુબ્રો, કેઈસી, સ્ટર્લિંગ એન્ડ વિલસન, સિમેન્સ, અદાણી, હિટાચી એનજીૅ, બ્લુ સ્ટાર, એનપીસીએલ, એકમે, આદિત્ય બિરલા, અમર રાજા સહિતનો સમાવેશ છે. કંપની નિકાસો અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂતાન, ફાસો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈજીપ્ત, ઈથોપિયા, ગેબોન, ગાંબિયા, ઘાના, ગીની બિસ્સુ, ઈરાક, જોર્ડન, કેન્યા, લાઓસ, લાઈબિરીયા, લિબિયા, માલી, મોરિટાના, મોરિશિયસ, મોઝામ્બિક, મ્યાનમાર, નેપાળ, નાઈજીરિયાા, ફિલિપાઈન્સ, રવાન્ડા, સેનેગલ, સિએરા લીઓન, સાઉથ આફ્રિકા, શ્રી લંકા, સિરીયા, તાન્ઝાનિયા, ટોગો, ત્રિનિદાદ અને ટોબાગો, ટયુનિશિયા, યુગાન્ડા, યુ.એસ.એ., યેમેન, ઝામ્બિયા અને ઝાંઝિબાર સહિતમાં કરેે છે.
કંપનીના ક્રેડિટ રેટિંગમાં ક્રિસિલ એ/સ્ટેબલ ફોર લોંગટર્મ અને ક્રિસિલ એ/૧ ર્ફાર શોર્ટ ટર્મ ધરાવે છે. ૧, એપ્રિલ મુજબ કંપનીની ઓર્ડર બુક રૂ.૮૦૮ કરોડની છે.
પ્રમુખ બિઝનેસ ડેવલપમેન્ટ : (૧) બીટુબી સેગ્મેન્ટ મમાટે એફઆર-એલએસએચ અને એચઆર-એફઆરએલએસએચ હાઉસિંગ વાયર લોન્ચ (૨) એસીએસઆર અને એએલ-૫૯ કંડકટર માટે પીજીસીઆઈએલ મંજૂરી (૩) ટેકનિકલ એચટીએલએસ કાર્બન કોર કંડકટર (ટીએસ કંડકટર)નું ઉત્પાદન અને માર્કેટ કરવા માટે ટીએસ કંડકટર કોર્પ, યુ.એસ.એ. સાથે ભાગીદારી. રિન્યુએબલ સેગ્મેન્ટમમાં ૧૦૦ ટકા વધારો થયો છે, જે કુલ આવકના ૧૯ ટકા યોગદાન આપે છે. નાણા વર્ષ ૨૦૨૬ માટે કોર પ્રોડક્ટ ગ્રોથ ૨૫ ટકા રહ્યો છે. કંપનીનો ગ્રીન ફિલ્ડ ઈન્ટીગ્રેટેડ પ્લાન્ટ, ઈ-બિમ ટેકનોલોજી સપોર્ટેડ છે, ફનજીબલ કેબલ્સ અને વાયર્સ ક્ષમતા, સાથે સપ્ટેમ્બર ૨૦૨૭થી ઉત્પાદન કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રોડક્ટસ મિક્સમાં ૬૩ ટકા એચવી કેબલ્સ, ૧૨ ટકા એલવી કેબલ્સ, ૬ ટકા કન્ડકટરર અને ૧૯ ટકા રિન્યુએબલ્સ છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૧૭ ટકા વધીને રૂ.૧૧૯૨ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૩૧ ટકા વધીને રૂ.૧૧૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૦૮ ટકા થકી ચોખ્ખો નફો ૩૦ ટકા વધીને રૂ.૮૪ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૭.૪૨ હાંસલ કરી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ : ચોખ્ખી આવક ૩૩ ટકા વધીને રૂ.૩૪૯ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો ૩૭ ટકા વધીને રૂ.૩૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૧૬ ટકા થકી ચોખ્ખો નફો ૩૭ ટકા વધીને રૂ.૨૫ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૫.૧૫ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક ૨૦ ટકા વધીને રૂ.૧૪૩૦ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો ૨૪ ટકા વધીને રૂ.૧૪૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૩૫ ટકા થકી ચોખ્ખો નફો ૨૫ ટકા વધીને રૂ.૧૦૫ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૧.૬૭ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૬૭, માર્ચ ૨૦૨૩ના રૂ.૮૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૯૭, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૫૪, માર્ચ ૨૦૨૬ના રૂ.૯૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૧૫
બોનસ શેર ઈસ્યુ : વર્ષ ૨૦૨૫માં ૧:૧ શેર બોનસ થકી કુલ ઈક્વિટીમાં ૫૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ૬૯ ટકા પ્રમોટર્સ, ૨૨ ટકા રિટેલ રોકાણકારો હસ્તક, પાંચ ટકા એચએનઆઈ અને ચાર ટકા અન્યો પાસે છે.
આવક : વર્ષ ૨૦૨૨માં રૂ.૫૬૪ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૬૬૯ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૭૬૮ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૧૦૨૮ કરોડ, વર્ષ ૨૦૨૬માં રૂ.૧૧૯૮ કરોડ
ઓપરેટિંગ નફો-ઈબીટા : વર્ષ ૨૦૨૨માં રૂ.૬૦ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૬૩ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૭૭ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૧૦૫ કરોડ, વર્ષ ૨૦૨૬માં રૂ.૧૩૦ કરોડ
ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન-ઈબીટા : વર્ષ ૨૦૨૨માં ૧૦.૬ ટકા, વર્ષ ૨૦૨૩માં ૯.૪ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૦.૧ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૦.૩ ટકા, વર્ષ ૨૦૨૬માં ૧૦.૮ ટકા
ચોખ્ખો નફો : વર્ષ ૨૦૨૨માં રૂ.૩૧ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૩૧ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૩૮ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૬૫ કરોડ, વર્ષ ૨૦૨૬માં રૂ.૮૫ કરોડ
આરઓસીઈ : વર્ષ ૨૦૨૨માં ૨૩.૮ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૪.૫ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૬.૪ ટકા, વર્ષ ૨૦૨૬માં ૨૬.૮ ટકા
ડેટ ટુ ઈક્વિટી રેશિયો : વર્ષ ૨૦૨૨માં ૦.૫૨, વર્ષ ૨૦૨૩માં ૦.૪૬, વર્ષ ૨૦૨૪માં ૦.૫૬ , વર્ષ ૨૦૨૫માં ૦.૧૬, વર્ષ ૨૦૨૬માં ૦.૦૯
નેટવર્થ : વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૭ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૧૭૭ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૨૧૪ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૩૭૪ કરોડ, વર્ષ ૨૦૨૬માં રૂ.૪૫૭ કરોડ
આરઓઈ : વર્ષ ૨૦૨૨માં ૨૩.૩ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૯.૧ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૯.૩ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૨.૧ ટકા, વર્ષ ૨૦૨૬માં ૨૦.૩ ટકા
પીયર પી/ઈ : પોલીકેબ ઈન્ડિયા ૪૮, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ ૫૨, વી માર્ક ૪૧, પાવર કેેબલ ઉદ્યોગ સરેરાશ ૪૫
શેર દીઠ આવક-ઈપીએસ : વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪.૦૪, વર્ષ ૨૦૨૩માં રૂ.૧૪.૦૯, વર્ષ ૨૦૨૪માં રૂ.૧૭.૧૬, વર્ષ ૨૦૨૫માં રૂ.૨૬.૭૫, વર્ષ ૨૦૨૬માં રૂ.૧૭.૪૨ (૧:૧ શેર બોનસ બાદ)
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૬૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, ડાયનામિક કેબલ્સ લિમિટેડ, વર્ષ ૨૦૨૫માં ૧:૧ શેર બોનસ ઈસ્યુ કરનાર, નાણાકીય વર્ષ ૨૦૨૬માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૧.૬૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૧૫ સામે શેર રૂ.૪૦૨ ભાવે, પાવર કેબલ ઉદ્યોગના સરેરાશ ૪૫ના પી/ઈ સામે ૧૮ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યોછે.




