સેન્સેક્સ ૨૯૯ પોઈન્ટ વધીને ૭૪૮૨૮
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેટલ, બેંકિંગ, હેલ્થકેર શેરોમાં ફંડોની આક્રમક તેજી : આઈટી શેરોમાં ફંડોનું ઓફલોડિંગ
નિફટી સ્પોટ ૧૧૮ પોઈન્ટ ઉછળીને ૨૩૪૪૭ : રોકાણકારોની સંપત્તિમાં રૂ.૩.૨૫ લાખ કરોડનો વધારો
મુંબઈ : અમેરિકામાં ઈરાનના ટોચના અધિકારીઓની યોજાયેલી મીટિંગ અને બન્ને દેશો વચ્ચે યુદ્વ અંત માટેની ડિલ થવાની અપેક્ષા છતાં હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતીએ નરમાઈથી વિપરીત ભારતીય શેર બજારોમાં પણ આજે મજબૂતી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ફરી એક થી દોઢ ટકા વધી આવ્યા છતાં ફંડોએ આજે મેટલ-માઈનીંગ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. મેટલ શેરો સાથે બેંકિંગ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં ખરીદીના આકર્ષણે બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. અલબત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈના ફફડાટને લઈ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સતત ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ ૨૯૯.૧૭ પોઈન્ટ વધીને ૭૪૮૨૮.૨૫ અને નિફટી ૫૦ સ્પોટ ૧૧૭.૮૦ પોઈન્ટ વધીને ૨૩૪૪૬.૮૦ બંધ રહ્યા હતા.
મેટલ ઈન્ડેક્સની ૯૭૫ પોઈન્ટની છલાંગ : સેઈલ રૂ.૧૨, નાલ્કો રૂ.૧૨, ટાટા સ્ટીલ રૂ.૬ ઉછળ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે મોટી તેજી કરી હતી. સેઈલ રૂ.૧૧.૬૦ ઉછળીને રૂ.૧૮૫.૬૦, નાલ્કો રૂ.૧૧.૬૫ વધીને રૂ.૩૬૩.૫૫, ટાટા સ્ટીલ રૂ.૬.૦૫ વધીને રૂ.૧૯૦.૭૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૪.૫૦ વધીને રૂ.૧૧૭૩, હિન્દાલ્કો રૂ.૨૬.૧૦ વધીને રૂ.૧૦૦૧.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૧.૯૫ વધીને રૂ.૧૨૯૭.૯૫, એનએમડીસી રૂ.૨.૦૧ વધીને રૂ.૮૨, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૪.૯૫ વધીને રૂ.૭૫૮.૪૦, લોઈડ્સ મેટલ રૂ.૩૪.૭૦ વધીને રૂ.૧૮૯૨.૧૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૪૫ વધીને રૂ.૫૯૫.૭૦, એપીએલ અપોલો રૂ.૧૪.૧૦ વધીને રૂ.૨૧૯૪.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૭૫.૭૮ પોઈન્ટની છલાંગે ૪૨૦૬૪.૪૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૪૨૭ પોઈન્ટ ઉછળ્યો : આરપીજી રૂ.૨૮૭, યુનિકેમ રૂ.૩૮, વોક્હાર્ટ રૂ.૧૪૫ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે આક્રમક ખરીદી રહી હતી. આરપીજી લાઈફ રૂ.૨૮૬.૬૦ વધીને રૂ.૩૦૩૩.૫૫, યુનિકેમ લેબ રૂ.૩૮.૩૦ વધીને રૂ.૫૭૨.૯૫, સુપ્રિયા રૂ.૬૩.૮૦ વધીને રૂ.૧૦૦૦.૮૦, વોક્હાર્ટ રૂ.૧૪૪.૮૫ વધીને રૂ.૨૩૨૯.૮૦, આરતી ફાર્મા રૂ.૫૬.૫૫ વધીને રૂ.૯૪૦.૧૦, શેલબી રૂ.૮.૩૦ વધીને રૂ.૧૪૫.૫૦, ક્લિચ ડ્રગ રૂ.૧૦.૬૫ વધીને રૂ.૨૨૩.૮૫, બજાજ હેલ્થકેર રૂ.૧૬.૭૦ વધીને રૂ.૩૫૨.૮૫, થ્રીબી બ્લેકબાયો રૂ.૬૬.૫૫ વધીને રૂ.૧૪૩૩.૫૫, વેનબરી રૂ.૧૦.૭૦ વધીને રૂ.૨૩૩.૧૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૭.૯૦ વધીને રૂ.૨૦૫.૮૦, અંબાલાલ સારાભાઈ રૂ.૧.૪૧ વધીને રૂ.૪૦.૨૩, માર્કસન્સ રૂ.૧૪.૮૫ વધીને રૂ.૩૪૭.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૨૭.૫૧ પોઈન્ટ ઉછળીને ૫૨૧૪૨.૦૨ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૮૩.૫૪ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૮૩.૫૪ લાખ કરોડ રહ્યું હતું.
બેંકેક્સ ૩૮૭ પોઈન્ટ વધ્યો : આઈડીએફસી બેંક, કેનેરા, એયુ બેંક, એસએમસી, પોલીસીબઝાર વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે ફરી મજબૂત ખરીદી રહી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં ફંડોની તેજીએ રૂ.૨.૭૦ વધીને રૂ.૮૭.૮૯, કેનેરા બેંક રૂ.૨.૮૦ વધીને રૂ.૧૨૫.૮૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૧૬.૧૦ વધીને રૂ.૧૦૫૨.૧૦, ફેડરલ બેંક રૂ.૩ વધીને રૂ.૩૩૦, યુનિયન બેંક રૂ.૧.૬૦ વધીને રૂ.૧૭૯.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૩૫ વધીને રૂ.૯૯૩.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭ વધીને રૂ.૯૬૦ રહ્યા હતા. એસએમસી ગ્લોબલ રૂ.૪.૫૬ વધીને રૂ.૮૭.૨૧, પોલીસી બઝાર રૂ.૯૦ વધીને રૂ.૧૮૯૦, આઈએફસીઆઈ રૂ.૩.૪૮ વધીને રૂ.૭૯.૪૧,સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧.૮૨ વધીને રૂ.૪૭.૦૮, અરિહંત કેપિટલ રૂ.૩.૧૯ વધીને રૂ.૯૪.૦૧ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૮૭.૩૧ પોઈન્ટ વધીને ૬૩૯૧૬.૫૨ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં તેજી : બિકાજી ફૂડ, કયુપિડ, દાલમિયા, કેઆરબીએ, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ વધ્યા
એફએમસીજી શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. બિકાજી રૂ.૩૭.૭૦ વધીને રૂ.૫૯૦.૮૦, કયુપીડ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૨૭૩.૧૦, દાલમિયા સુગર રૂ.૧૯.૬૫ વધીને રૂ.૪૦૮.૭૦, કેઆરબીએલ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૪૦૪.૯૫, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૬.૦૫ વધીને રૂ.૧૬૩.૩૫, ટેસ્ટી બાઈટ રૂ.૩૨૪.૩૫ વધીને રૂ.૧૦,૧૩૬, ઉગાર સુગર રૂ.૧.૬૮ વધીને રૂ.૫૭.૧૮, ઉત્તમ સુગર રૂ.૭.૭૦ વધીને રૂ.૨૬૬.૨૫, ધામપુર સુગર રૂ.૪.૧૫ વધીને રૂ.૧૬૮.૩૦, ગોદરેજ એગ્રો રૂ.૧૬.૧૦ વધીને રૂ.૬૬૮.૩૫, બલરામપુર ચીની રૂ.૧૫.૩૫ વધીને રૂ.૬૭૭ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૨૪.૧૩ પોઈન્ટ વધીને ૧૭૪૯૦.૦૬ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ઘટાડે સપોર્ટ : સોના બીએલડબલ્યુ, ટાટા મોટર્સ, મધરસન, અશોક લેલેન્ડ, અપોલો વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતીને લઈ પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારા અને મોંઘવારીના કારણે તહેવારોમાં વાહનોની ખરીદી મંદ પડવાના અંદાજોએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી બાદ આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી રહી હતી. સોના બીએલડબલ્યુ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૮૩૨.૯૦, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૯.૮૦ વધીને રૂ.૪૫૦.૧૦, મધરસન રૂ.૨.૫૦ વધીને રૂ.૧૬૪.૫૦, અશોક લેલેન્ડ રૂ.૧.૮૦ વધીને રૂ.૧૬૨.૭૫, અપોલો ટાયર રૂ.૩.૪૫ વધીને રૂ.૪૦૫.૯૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧.૫૫ વધીને રૂ.૩૦૦.૮૦, આઈશર મોટર્સ રૂ.૩૦ વધીને રૂ.૭૪૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૬૮.૧૩ પોઈન્ટ વધીને ૬૦૦૬૯.૫૨ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૭૨ પોઈન્ટ વધ્યો : ટીમકેન, કાર્બોરેન્ડમ, કેઈઆઈ, જયોતી સીએનસીમાં તેજી
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી જોવાઈ હતી. કાર્બોરેન્ડ યુનિવર્સલ રૂ.૫૦.૭૦ વધીને રૂ.૧૨૬૩.૭૦, ટીમકેન રૂ.૧૦૩.૭૫ વધીને રૂ.૩૨૮૨.૫૫, કેઈઆઈ રૂ.૧૩૫ વધીને રૂ.૪૭૨૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૬૧.૫૫ વધીને રૂ.૨૨૧૯.૩૫, જયોતી સીએનસી રૂ.૧૪.૮૦ વધીને રૂ.૧૧૦૦.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૭૨.૩૫ પોઈન્ટ વધીને ૭૬૫૮૮.૩૦ બંધ રહ્યો હતો.
એઆઈના વધતા ફફડાટે આઈટી શેરોમાં સતત ધોવાણ : યુનીઈકોમ, ટેરાસોફ્ટ, પર્સિસ્ટન્ટ, ડીસીઆઈ ઘટયા
એઆઈના વધતાં પ્રભાવ અને આઈટી ઉદ્યોગને ફટકો પડવાના ફફડાટે ફંડોની આઈટી શેરોમાં આજે સતત વેચવાલી રહી હતી. યુનીઈકોમ રૂ.૩.૧૩ ઘટીને રૂ.૮૩.૩૮, ટેરાસોફ્ટ રૂ.૬.૮૫ ઘટીને રૂ.૨૩૨.૭૫, પર્સિસન્ટ સિસ્ટમ રૂ.૧૩૭ ઘટીને રૂ.૫૨૩૬, ડીસીઆઈ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૨૬૮.૬૫, બીએલએસઈ રૂ.૭.૦૫ ઘટીને રૂ.૩૨૨.૪૦, મેપમાય ઈન્ડિયા રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૯૦૪.૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૦.૯૧ પોઈન્ટ ઘટીને ૨૭૩૧૩.૩૬ બંધ રહ્યો હતો.
ફંડો, ખેલંદાઓની ફરી સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ખરીદી વ્યાપક બની : ૨૭૫૨ શેરો પોઝિટીવ બંધ
ફંડો, ખેલંદાઓ ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદદાર બનતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૧૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૫૨ અને ઘટનારની સંખ્યા ૧૬૫૫ રહી હતી.




