સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ વધીને ૭૭૯૨૮
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફેડરલ રિઝર્વે વ્યાજ દર જાળવતા વૈશ્વિક બજારોમાં રિકવરી
નિફટી ૬૭ પોઈન્ટ વધીને ૨૪૩૧૭ :ઓઈલ-ગેસ, મેટલ, આઈટી શેરોમાં વધેલું આકર્ષણ :ઓટો શેરોમાં તેજી
મુંબઈ : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્વ વકરવા સાથે રશિયા અને યુક્રેન વચ્ચે પણ ફરી યુદ્વ આક્રમક બની રહ્યું હોઈ જીઓપોલિટીકલ ટેન્શન છતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકી આજે ઘટાડા તરફી રહેતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વે વ્યાજ દર જાળવી રાખ્યા સાથે વૈશ્વિક આઈટી જાયન્ટ માઈક્રોસોફ્ટના પ્રોત્સાહક પરિણામોની પોઝિટીવ અસરે આજે વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. ફંડોએ આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં મોટી ખરીદી કર્યા સાથે મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં લેવાલ રહ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સતત મોટી ખરીદીને આજે ઉછાળે વિરામ મળતો જોવાયો હતો. સિલેક્ટિવ આઈટી શેરોમાં આરંભમાં મોટી ખરીદી થઈ હતી. રિયાલ્ટી કંપનીઓના શેરો સાથે કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી નીકળી હતી. ઓટો શેરોમાં મોટી તેજીએ સેન્સેક્સ ૨૭૩.૫૫ પોઈન્ટ વધીને ૭૭૯૨૮.૧૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૬૬.૯૫ પોઈન્ટ વધીને ૨૪૩૧૭.૧૫ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૯૬૭ પોઈન્ટ ઉછળ્યો :બાલક્રિષ્ન રૂ.૨૨૫, હીરો મોટો રૂ.૧૭૯, મારૂતી રૂ.૨૪૭ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨૫ વધીને રૂ.૨૩૦૬.૧૦, સોના કોમ રૂ.૪૨.૩૫ વધીને રૂ.૭૬૨.૭૫, એક્સાઈડ રૂ.૧૬.૬૫ વધીને રૂ.૪૫૨.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭૯.૨૫ વધીને રૂ.૫૩૨૫.૨૫, ટીવીએસ મોટર રૂ.૧૪૦.૬૫ વધીને રૂ.૪૨૧૧.૮૫, મારૂતી સુઝુકી રૂ.૨૪૬.૬૫ વધીને રૂ.૧૪,૧૮૮.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૫.૭૫ વધીને રૂ.૩૨૭૮.૯૦, આઈશર મોટર્સ રૂ.૧૩૦.૬૦ વધીને રૂ.૭૯૧૨, હ્યુન્ડાઈ મોટર રૂ.૩૨.૪૫ વધીને રૂ.૨૦૨૪.૫૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૪.૧૫ વધીને રૂ.૩૩૪, બોશ રૂ.૪૫૮.૬૦ વધીને રૂ.૪૧,૫૨૦.૮૫, બજાજ ઓટો રૂ.૧૦૪.૬૦ વધીને રૂ.૧૧,૪૩૪.૮૦, એમઆરએફ રૂ.૭૩૫.૯૫ વધીને રૂ.૧,૩૪,૮૯૮.૪૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૩.૮૫ વધીને રૂ.૪૧૫.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૬૭.૨૫ પોઈન્ટ વધીને ૬૨૦૨૬.૯૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ :એસએમએસ ફાર્મા, સુવેન, વનશોર્સ, ઈન્ડોકો, સિન્જેન, થેમીસ ઘટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડોએ તેજીને વિરામ આપીને પ્રોફિટ બુકિંગ કર્યું હતું. એસએમએસ ફાર્મા રૂ.૨૨.૪૦ તૂટીને રૂ.૩૭૩.૭૫, સુવેન રૂ.૧૩.૬૫ ઘટીને રૂ.૨૯૯.૬૦, વનશોર્સ રૂ.૬૪.૧૫ ઘટીને રૂ.૧૬૮૩.૯૫, ઈન્ડોકો રૂ.૮.૧૫ ઘટીને રૂ.૨૧૭, સિન્જેન રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૩૯૮.૮૫, થેમીસ મેડી રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૦૪.૧૦, ગ્લેનમાર્ક રૂ.૭૦.૯૦ ઘટીને રૂ.૨૧૯૧.૦૫, નેફ્રોપ્લસ રૂ.૨૧.૧૫ ઘટીને રૂ.૬૮૨.૭૫, વેનબરી રૂ.૭.૮૦ ઘટીને રૂ.૨૯૮.૪૦, ન્યુલેન્ડ લેબ રૂ.૪૯૯.૩૦ ઘટીને રૂ.૧૯,૨૧૭ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૦૯.૪૨ પોઈન્ટ ઘટીને ૫૦૭૦૦.૩૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ :પ્રીમિયર એનજીૅ રૂ.૫૨, વારી એનજીૅ રૂ.૧૧૪, થર્મેક્સ રૂ.૧૨૩ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. પ્રીમિયર એનજીૅ રૂ.૫૨.૧૫ ઘટીને રૂ.૯૮૨.૯૫, વારી એનજીૅ રૂ.૧૧૩.૬૦ ઘટીને રૂ.૨૬૨૪.૪૦, થર્મેક્સ રૂ.૧૨૩.૧૫ ઘટીને રૂ.૪૨૫૦.૭૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૭.૬૫ ઘટીને રૂ.૨૧૩૨.૩૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૮૯.૧૦ ઘટીને રૂ.૪૫૬૨.૧૦, પોલીકેબ રૂ.૧૪૬.૬૦ ઘટીને રૂ.૮૮૯૪.૮૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૫૬૮.૭૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૬૭.૯૨ પોઈન્ટ ઘટીને ૭૫૬૬૭.૪૨ બંધ રહ્યો હતો.
એમપીઆઈડી કોર્ટના ક્રેડિટરો વચ્ચે સેટલમેન્ટ સંબંધિત આદેશ પગલે ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૬૯ ઉછળ્યો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં તેજીને વિરામ મળ્યા સામે અન્ય ઘણા શેરોમાં ફંડોની તેજી રહી હતી. માઈક્રોસોફ્ટના સારા પરિણામે આજે આઈટી શેરોમાં સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. એમપીઆઈડી કોર્ટ દ્વારા ૨૯, જુલાઈ ૨૦૨૬ના આદેશથી એનએસઈએલ અને ચોક્કસ ક્રેડિટરો વચ્ચે વનટાઈમ સેટલમેન્ટ માટે સ્કિમ ઓફ અરેન્જમેન્ટ માટેની અરજદારો દ્વારા ફાઈલ કરાયેલી અરજીઓ પૈકી એકને માન્ય કરતાં ૬૩ મૂન્સ ટેકનોલોજીસના શેરમાં આજે એનએસઈ પર ૯૬.૬૫ લાખ શેરો અને બીએસઈ પર ૫.૧૨ લાખ શેરોના ટ્રેડિંગ વોલ્યુમ સાથે શેર ૮.૮૨ ટકા એટલે કે રૂ.૬૮.૮૫ ઉછળીને રૂ.૮૪૭.૦૫ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં પસંદગીની તેજી :આરપી ટેક, રામકો, કોફોર્જ, વિપ્રો વધ્યા :કેપીઆઈટી, હેક્ઝાવેર ઘટયા
આઈટી શેરોમાં અન્યોમાં આરપી ટેક રૂ.૪૧.૨૦ વધીને રૂ.૮૧૧.૫૦, એએસએમ ટેકનોલોજી રૂ.૧૩૯.૭૫ વધીને રૂ.૪૬૮૯.૨૫, રામકો સિસ્ટમ્સ રૂ.૧૫.૨૫ વધીને રૂ.૬૦૪.૭૫, કોફોર્જ રૂ.૨૯.૪૦ વધીને રૂ.૧૭૪૬.૦૫, મેપમાય ઈન્ડિયા રૂ.૧૮.૭૫ વધીને રૂ.૧૧૮૩.૯૦, વિપ્રો રૂ.૨.૮૦ વધીને રૂ.૧૮૬.૩૫, ટેક મહિન્દ્રા રૂ.૨૪.૫૦ વધીને રૂ.૧૬૬૮.૮૫, માસ્ટેક રૂ.૨૫.૪૫ વધીને રૂ.૧૯૨૯.૮૫, ટાટા ટેકનોલોજી રૂ.૯.૪૦ વધીને રૂ.૭૫૧.૬૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૪.૨૫ વધીને રૂ.૪૫૨.૪૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૯.૬૦ વધીને રૂ.૧૩૫૩.૨૦ રહ્યા હતા. જ્યારે કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૫૦.૪૦ તૂટીને રૂ.૫૮૮.૨૦, હેક્ઝાવેર રૂ.૪૩.૨૦ તૂટીને રૂ.૫૭૪.૭૫, જેનેસીસ રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૩૧૭.૯૫, તાન્લા રૂ.૧૭.૯૫ ઘટીને રૂ.૫૯૨.૬૦, નેટવેબ રૂ.૧૭૧.૦૫ ઘટીને રૂ.૪૧૯૭.૦૫ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના ભાવ ઘટયા :ઓઈલ ઈન્ડિયા, રિલાયન્સ, ઓએનજીસી, પેટ્રોનેટમાં આકર્ષણ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકીને આજે સાધારણ ઘટી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૧૦ વધીને રૂ.૪૫૬.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૪૦ વધીને રૂ.૧૨૯૪.૪૦, ઓએનજીસી રૂ.૩.૩૫ વધીને રૂ.૨૪૧.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૮૫ વધીને રૂ.૨૭૯.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૯૮.૯૮ પોઈન્ટ વધીને ૨૬૨૧૯.૩૦ બંધ રહ્યો હતો.
ફંડો, ખેલંદાઓના સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ :૨૬૩૦ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના ઘણા શેરોમાં આજે ફરી પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૭ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૫૩૩થી ઘટીને ૧૬૦૧ અને ઘટનારની સંખ્યા ૧૭૦૫થી વધીને ૨૬૩૦ રહી હતી.
FPIs/FIIની રૂ.૩૬૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી :DIIની રૂ.૧૮૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૬૨૩.૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૭,૪૩૧.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૮૦૮.૪૫ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૮૬૪.૦૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૭,૯૭૯.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૮૪૩.૬૬ કરોડની વેચવાલી કરી હતી.
યુરોપના બજારોમાં રિકવરી :એશિયામાં મિશ્ર ટ્રેન્ડ :નિક્કી ૪૩૩ પોઈન્ટ, હેંગસેંગ ૫૧ પોઈન્ટ વધ્યા
વૈશ્વિક બજારોમાં આજે રિકવરી જોવાઈ હતી. યુરોપના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૩૮ પોઈન્ટ, ફ્રાંસનો કેક ૮૩ પોઈન્ટ, લંડન શેર બજારનો ફુત્સી ૨૭ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. એશિયાના બજારોમાં જાપાનનો નિક્કી ૪૩૩ પોઈન્ટનો સુધારો, હેંગસેંગ ૫૧ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. જ્યારે તાઈવાન વેઈટેજ ૧૦૬ પોઈન્ટનો ઘટાડો, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૭૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.









