Business

કન્ઝયુમર ડયુરેબલ્સ, IT, હેલ્થકેર શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 115 પોઈન્ટ વધ્યો

By GS Team
24 Jan 20254 mins read
This article was originally published on 24 Jan 2025
કન્ઝયુમર ડયુરેબલ્સ, IT, હેલ્થકેર  શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 115 પોઈન્ટ વધ્યો

મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકામાં ટ્રમ્પના ટેરિફ યુદ્વનો વંટોળ શાંત થવા લાગતાં અને કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામો આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓમાં કોફોર્જ સહિતના એકંદર સારા આવતાં અને અમેરિકામાં ટ્રમ્પ શાસનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સુપર પાવર બનાવવાના લક્ષ્યને જોતાં ભારતીય આઈટી ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષાએ આજે સતત બીજા દિવસે આઈટી શેરોમાં તેજી રહી હતી. આઈટી શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરો અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આકર્ષણે સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારો આગળ વધ્યો હતો. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં ગાબડાં પડતાં અટકી પસંદગીના શેરોમાં આંશિક ખરીદી નીકળી હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે અંતે સાવચેતીએ ઉછાળો ઓસરતો જોવાયો હતો. એક તબક્કે સેન્સેક્સ ૩૩૮.૫૫ પોઈન્ટ વધીને ઉપરમાં ૭૬૭૪૩.૫૪ સુધી જઈ અંતે ૧૧૫.૩૯ પોઈન્ટ વધીને ૭૬૫૨૦.૩૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક તબક્કે ૧૧૫.૪૫ પોઈન્ટ વધીને ઉપરમાં ૨૩૨૭૦.૮૦ સુધી જઈ અંતે ૫૦ પોઈન્ટ વધીને ૨૩૨૦૫.૩૫ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં કંપની રિઝલ્ટનું આકર્ષણ : કોફોર્જ, પર્સિસ્ટન્ટ, સિગ્નિટી, ઝેનસાર, રામકો સિસ્ટમમાં તેજી

કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં કોફોર્જનો ચોખ્ખો નફો ૧૦.૩ ટકા વધીને રૂ.૨૬૮ કરોડ થતાં અને આવક ૮.૪ ટકા વધતાં શેરમાં ખરીદીના આકર્ષણે રૂ.૯૩૧.૫૫ ઉછળી રૂ.૯૧૫૬.૬૫ રહ્યો હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૦ ટકા વધીને રૂ.૩૭૩ કરોડ થતાં અને શેર દી રૂ.૨૦ ઈન્ટરીમ ડિવિડન્ડે શેરમાં ખરીદીએ રૂ.૬૦૦.૮૦ ઉછળી રૂ.૬૨૮૬.૧૫ રહ્યો હતો. સિગ્નિટી ટેકનો રૂ.૧૭૫.૮૦ વધીને રૂ.૧૬૬૫.૦૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૮૭.૫૦ વધીને રૂ.૮૩૮, સોનાટા સોફ્ટવેર રૂ.૩૯.૨૫ વધીને રૂ.૫૯૩.૧૫, રામકો સિસ્ટમ્સ રૂ.૨૧.૬૫ વધીને રૂ.૪૦૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૪૪૨.૧૫ વધીને રૂ.૧૦૦૩૧.૧૦, ન્યુક્લિયસ રૂ.૪૫.૨૦ વધીને રૂ.૧૦૬૦.૪૫, બ્લેક બોક્સ રૂ.૩૦.૨૦ વધીને રૂ.૬૪૦, વિપ્રો રૂ.૮.૬૦ વધીને રૂ.૩૧૭.૬૫, સિએન્ટ રૂ.૪૨.૯૫ વધીને રૂ.૧૭૪૯.૪૦, માસ્ટેક રૂ.૧૦૩ વધીને રૂ.૨૭૧૩.૫૫, ઈમુદ્રા રૂ.૨૪ વધીને રૂ.૯૭૨.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૩૭.૮૩ પોઈન્ટ વધીને ૪૨૭૫૧.૪૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સની ૧૧૨૯ પોઈન્ટની છલાંગ : ડિક્સન રૂ.૭૭૫ ઉછળી રૂ.૧૫,૪૮૧

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની આક્રમક ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૨૯.૪૧ પોઈન્ટ ઉછળીને ૫૯૧૨૯.૮૪ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજીના ગઈકાલે ત્રિમાસિક રિઝલ્ટ પાછળ ૧૪ ટકાનું ધોવાણ થયા બાદ આજે રિકવરીએ રૂ.૭૭૪.૭૫ ઉછળીને રૂ.૧૫,૪૮૧.૨૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૫૦.૮૫ વધીને રૂ.૧૬૨૪.૯૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૪૨.૩૫ વધીને રૂ.૧૫૯૬.૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૩.૧૫ વધીને રૂ.૩૯૬૯.૩૦, બ્લુ સ્ટાર રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૯૧૭.૪૦, ટાઈટન કંપની રૂ.૪૧.૨૫ વધીને રૂ.૩૩૯૬.૩૫ રહ્યા હતા.

વોખાર્ટ રૂ.૧૩૦ ઉછળી રૂ.૧૪૨૮ : સ્ટાર હેલ્થ, બ્લુજેટ, રેઈનબો, ઈન્નોવાકેપ, ઓરોબિન્દોમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ ફરી પસંદગીની આક્રમક ખરીદી કરી હતી. વોખાર્ટમાં ત્રણ દિવસ ધોવાણ બાદ આજે ફરી ખરીદીએ રૂ.૧૨૯.૮૦ ઉછળી રૂ.૧૪૨૮,  રેઈનબો રૂ.૬૯ વધીને રૂ.૧૪૭૦.૬૦, યથાર્થ રૂ.૨૦.૩૫ વધીને રૂ.૪૫૨.૨૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૫૪.૧૦ વધીને રૂ.૧૨૪૫.૩૦, નોવાર્ટિસ રૂ.૩૬ વધીને રૂ.૯૦૧, મેનકાઈન્ડ રૂ.૯૪.૯૫ વધીને રૂ.૨૬૧૦, આરપીજી લાઈફ રૂ.૭૮.૪૫ વધીને રૂ.૨૧૫૨.૧૫, ટોરન્ટ ફાર્મા રૂ.૯૮.૫૦ વધીને રૂ.૩૨૬૫.૩૦, મેદાન્તા રૂ.૨૫.૮૫ વધીને રૂ.૧૦૭૦.૫૦, સિન્જેન રૂ.૨૦.૧૫ વધીને રૂ.૮૪૭.૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૪૩.૯૫ પોઈન્ટ વધીને ૫૦૮૨૬.૪૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : કોટક બેંક, સ્ટેટ બેંક, એયુ બેંક, પીએનબી હાઉસીંગમાં વેચવાલી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૩.૧૭ પોઈન્ટ ઘટીને ૨૮૬૮૩.૭૩ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૨.૫૫ ઘટીને રૂ.૧૮૯૪.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૩૦ ઘટીને રૂ.૭૪૫.૯૫, એક્સિસ બેંક રૂ.૮.૨૦ ઘટીને રૂ.૯૫૧.૬૫ રહ્યા હતા. ફાઈનાન્શિયલ અને અન્ય બેંકિંગ શેરોમાં સ્પન્દના સ્ફૂર્તિ રૂ.૧૭.૪૦ ઘટીને રૂ.૩૪૧.૭૦, એયુ સ્મોલ બેંક રૂ.૨૨.૪૫ ઘટીને રૂ.૫૮૧.૯૫, પીએનબી હાઉસીંગ રૂ.૨૭.૧૫ ઘટીને રૂ.૮૮૪.૫૦, જિયો ફાઈનાન્શિયલ રૂ.૬.૮૦ ઘટીને રૂ.૨૫૬.૦૫, હુડકો રૂ.૫.૮૫ ઘટીને રૂ.૨૨૧.૫૦, ધની સર્વિસિઝ રૂ.૨.૦૨ ઘટીને રૂ.૯૦.૮૯ રહ્યા હતા.

ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૭ વધી રૂ.૩૩૫૦ : એક્સાઈડ, મહિન્દ્રા વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે પસંદગીની ખરીદી રહી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૭.૪૫ વધીને રૂ.૩૩૫૦, એક્સાઈડ રૂ.૭.૭૫ વધીને રૂ.૩૮૩.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૭.૩૦ વધીને રૂ.૨૮૮૫.૩૫, આઈશર મોટર્સ રૂ.૯૭.૩૫ વધીને રૂ.૫૧૦૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૧૦૮૫.૯૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં બાદ ફંડોની ઘટાડે સિલેક્ટિવ ખરીદી : ૨૧૧૯ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા ગાબડાં પડતાં જોવાઈ રહ્યા હોઈ મ્યુચ્યુઅલ ફંડોમાં રિડમ્પશન પ્રેશર અને માર્જિન ફંડિંગનો સ્ટોક ફૂટી રહ્યાના દબાણ બાદ આજે ઘટાડે ઓપરેટરો, ફંડોની પસંદગીની ખરીદી થતાં માર્કેટબ્રેડથ  પોઝિટીવ બની હતી. અલબત ઉછાળે ઘણા શેરોમાં મ્યુચ્યુઅલ ફંડો વેચી રહ્યાના અહેવાલ હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૧૯  અને ઘટનારની સંખ્યા ૧૮૪૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૫૪૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૭૧૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  ગુરૂવારે કેશમાં રૂ.૫૪૬૨.૫૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૩,૩૧૬.૫૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૭૭૯.૦૭ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૭૧૨.૫૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૪૧૨.૭૩  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૦૦.૧૮ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૫ લાખ કરોડ વધીને રૂ.૪૨૪.૬૩ લાખ કરોડ

સ્મોલ,મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઘટાડે પસંદગીની ખરીદી થવા સાથે એ ગુ્રપના શેરોમાં પસંદગીના આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૫  લાખ કરોડ વધીને રૂ.૪૨૪.૬૪  લાખ કરોડ પહોંચ્યું હતું.