Business

સેન્સેક્સ ૧૧૪ પોઈન્ટ વધીને ૭૮૦૮૦

By GS Team
13 Aug 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં ઈરાન-અમેરિકા તણાવ છતાં, ફંડોએ ઓટો, IT, અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં વેલ્યુબાઈંગ કરતા બજારમાં યુ-ટર્ન આવ્યો. સેન્સેક્સ 113.61 પોઈન્ટ વધી 78079.96 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 40.10 પોઈન્ટ ઘટી 24395.85 પર રહ્યો. FPIs/FIIsની રૂ.511 કરોડની વેચવાલી સામે DIIની રૂ.4353 કરોડની ખરીદી નોંધાઈ. રોકાણકારોની સંપત્તિ રૂ.71 હજાર કરોડ વધી રૂ.492.88 લાખ કરોડ થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ ૧૧૪ પોઈન્ટ વધીને ૭૮૦૮૦

ઓટો, IT, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ
નિફટી સ્પોટ ૪૦ પોઈન્ટ ઘટીને ૨૪૩૯૬ : FPIs/FIIની રૂ.૫૧૧ કરોડની વેચવાલી
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ માર્ગ મામલે કોકડું ફરી ગૂંચવાતા અને અમેરિકાએ પોતાનો અંકુશ હોવાના અને ઈરાને પોતાના નિયંત્રણમાં હોવાના વિરોધાભાસી દાવાઓ કરતાં ફરી વિશ્વનું ટેન્શન વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આરંભમાં ધુ્રજરો ટ્રેન્ડ રહ્યો હતો. ફંડો, ખેલાડીઓએ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ખાનગી બેંક શેરો સાથે ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, આઈટી ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલી કરતાં ટ્રેડિંગના શરૂઆતના કલાકોમાં બજાર નરમાઈ તરફી રહ્યું હતું. પરંતુ બાદમાં ક્રુડ ઓઈલના ભાવ બે ટકા જેટલા તૂટતાં અને વૈશ્વિક બજારોની રિકવરી પાછળ ફંડોએ હિન્દુસ્તાન યુનિલિવરની આગેવાનીમાં એફએમસીજી શેરો તેમ જ લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી સહિત પાવર-કેપિટલ ગુડઝ શેરો અને ટેક મહિન્દ્રા, ટીસીએસ સહિતના આઈટી શેરોમાં કવરિંગ સાથે ખરીદી કરતાં અને ઓટો, ફાઈનાન્સ શેરોમાં સિલેક્ટિવ તેજીએ બજારે છેલ્લા કલાકમાં યુ-ટર્ન લીધો હતો. સેન્સેક્સ નીચામાં ૭૭૬૬૫.૮૯ મથાળેથી પાછો ફરીને ઉપરમાં ૭૮૧૧૯.૩૯ સુધી જઈ અંતે ૧૧૩.૬૧ પોઈન્ટ વધીને ૭૮૦૭૯.૯૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૪૩૧૧.૪૦ સુધી આવી પાછો ફરી ઉપરમાં ૨૪૪૩૧.૬૦ સુધી જઈ અંતે ૪૦.૧૦ પોઈન્ટ ઘટીને ૨૪૩૯૫.૮૫ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ટીસીએસની આગેવાનીએ ફરી રિકવરી : બ્લેકબોક્સ, નેટવેબ, નેલ્કો, સિએન્ટ, સાસ્કેનમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ટીસીએસની આગેવાનીએ ફરી રિકવરી જોવાઈ હતી. ટીસીએસમાં ગઈકાલે ટાટા સન્સના ચેરમેન પદેને એન. ચંદ્રશેખરને છોડવાનો નિર્ણય જાહેર કર્યા બાદ નીકળેલી વેચવાલી આજે અટકી હતી. ટાટા ટેકનોલોજી રૂ.૨૭.૪૫ વધીને રૂ.૮૬૮.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૨૫ વધીને રૂ.૧૬૫૦, કોફોર્જ રૂ.૨૭.૪૦ વધીને રૂ.૧૮૨૫,ટીસીએસ રૂ.૨૩.૨૦ વધીને રૂ.૨૩૭૨.૯૦, ઈમુદ્રા રૂ.૬.૫૦ વધીને રૂ.૫૪૨.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૩૦ વધીને રૂ.૧૩૭૪.૧૦, માસ્ટેક રૂ.૧૫.૦૫ વધીને રૂ.૧૮૩૫.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૮.૨૫ પોઈન્ટ વધીને ૩૦૨૧૦.૪૬ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડોનો ઘટાડે સપોર્ટ : ટાટા મોટર્સ ગુ્રપ શેરોમાં તેજી : બોશ, આઈશર મોટર્સ, મહિન્દ્રા વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ઘટાડે ખરીદીનો સપોર્ટ મળ્યો હતો. ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૧૮ વધીને રૂ.૪૭૪.૮૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૭૫ વધીને રૂ.૩૪૮.૦૫, બોશ રૂ.૪૭૦ વધીને રૂ.૪૬,૭૨૦, આઈશર મોટર્સ રૂ.૭૨ વધીને રૂ.૮૦૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮ વધીને રૂ.૩૪૨૭ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૫.૦૪ પોઈન્ટ વધીને ૬૪૮૦૮.૨૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં એસ્ટ્રલ રૂ.૧૩૩, જયોતી સીએનસી રૂ.૨૧, ભારત ડાયનામિક રૂ.૫૨ વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે પસંદગીની ખરીદી થઈ હતી. એસ્ટ્રલ રૂ.૧૩૩.૦૫ વધીને રૂ.૧૫૯૨, ભારત ડાયનામિક્સ રૂ.૫૧.૬૦ વધીને રૂ.૧૩૭૨.૬૦, જયોતી સીએનસી રૂ.૨૧.૩૫ વધીને રૂ.૮૪૦, કાર્બોરેન્ડમ રૂ.૨૭.૮૫ વધીને રૂ.૧૧૮૧.૭૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૮ વધીને રૂ.૪૧૨, મઝગાંવ ડોક રૂ.૨૫.૨૦ વધીને રૂ.૨૫૬૫.૨૦, ડાટા પેટર્નસ રૂ.૪૨.૪૦ વધીને રૂ.૪૫૩૦, વારી એનજીૅ રૂ.૧૫ વધીને રૂ.૨૬૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૭૨.૦૫ પોઈન્ટ વધીને ૮૦૦૩૩.૪૨ બંધ રહ્યો હતો.
લાર્સનને મેગા એનવીડિયા ઓર્ડર મળતાં શેર વધ્યો : એલએમડબલ્યુ, મિધાની, આઝાદ, એમસીએક્સ વધ્યા
લાર્સન એન્ડ ટુબ્રોને સિંગલ-ક્લસ્ટર એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર, ચન્નેઈ ડેટા સેન્ટર કેમ્પસ ખાતે એઆઈ ફેકટરી ૧૦,૦૦૦ માટે એનવીડિયા બી૩૦૦ જીપીયુ, મેગા રૂ.૧૦,૦૦૦થી રૂ.૧૫,૦૦૦ કરોડનો ઓર્ડર મળતાં કંપનીનો શેર રૂ.૭૮ વધીને રૂ.૪૦૭૦ રહ્યો હતો. લક્ષ્મી મશીન વર્કસ-એલએમડબલ્યુ રૂ.૧૧૬૩.૬૫ વધીને રૂ.૧૮,૭૦૯,૪૦, મિધાની રૂ.૩૬.૪૫ વધીને રૂ.૪૪૪.૫૫, આઝાદ એન્જિનિયરીંગ રૂ.૧૮૩.૭૦ વધીને રૂ.૨૬૬૧.૮૫, હબટાઉન રૂ.૧૧.૮૫ વધીને રૂ.૧૯૦.૧૫, એમસીએક્સ માટે યુબીએસ દ્વારા ન્યુટ્રલથી બાય રેટિંગ આપીને ૧૨ મહિના માટે શેરના ભાવનો ટાર્ગેટ રૂ.૩૬૦૦થી વધારીને રૂ.૩૮૦૦ મૂકતાં શેર રૂ.૫.૭૦ વધીને રૂ.૨૯૬૭.૭૦, સોલાર ઈન્ડસ્ટ્રીઝ ત્રિમાસિક પરિણામે રૂ.૧૨૨૬ વધીને રૂ.૨૦,૨૯૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : વાડીલાલ, ડોડલા ડેરી, ઉગાર, મગધ સુગર, ઉત્તમ સુગર વધ્યા
એફએમસીજી શેરોમાં પણ ફંડોનું આજે વેલ્યુબાઈંગ થયું હતું. રિટેલ ફુગાવાનો આંક વધીને આવ્યા છતાં ચોમાસાના પોઝિટીવ પરિબળે ફંડોએ આજે ફ્રન્ટલાઈન શેરોમાં ખરીદી કરી હતી. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૭૯.૦૫ વધીને રૂ.૭૮૦૪.૯૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૫.૪૦ વધીને રૂ.૨૦૯૩.૨૦, બલરામપુર ચીની રૂ.૧૨.૪૦ વધીને રૂ.૬૧૮, ગોદરેજ કન્ઝયુમર રૂ.૨૧.૪૦ વધીને રૂ.૯૩૨ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૭૫.૬૪ પોઈન્ટ વધીને ૧૮૩૪૮.૪૦ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૪૧૦ ગબડયો : નાલ્કો રૂ.૧૬, સેઈલ રૂ.૬, હિન્દાલ્કો રૂ.૨૮, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે વેચવાલી રહી હતી. નાલ્કો રૂ.૧૫.૬૦ ઘટીને રૂ.૪૦૨.૯૦, સેઈલ રૂ.૫.૯૫ ઘટીને રૂ.૧૬૮.૦૫, હિન્દાલ્કો રૂ.૨૮.૫૦ ઘટીને રૂ.૧૦૪૬.૫૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૮૦ ઘટીને રૂ.૫૭૮, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૨૯૫૫.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૧૦.૧૦ પોઈન્ટ ઘટીને ૪૧૭૦૭.૯૪ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : ઓબેરોય રિયાલ્ટી, લોઢા ડેવલપર્સ, અનંતરાજ, પ્રેસ્ટિજ વધ્યા
પ્રોપર્ટી માર્કેટમાં આગામી દિવસોમાં તહેવારોની સીઝને ખરીદી વધવાની અપેક્ષાએ ફંડોની રિયાલ્ટી શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૧.૩૦ વધીને રૂ.૧૬૦૬.૩૦, ડીએલએફ રૂ.૭.૮૦ વધીને રૂ.૬૬૩, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૩ વધીને રૂ.૨૦૨૦.૨૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૦૧.૦૬ પોઈન્ટ વધીને ૭૦૦૧.૦૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : કલ્યાણ જવેલર્સ, અંબર, ડિક્સન, બ્લુ સ્ટાર, એશીયન પેઈન્ટ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. કલ્યાણ જવેલર્સ રૂ.૧૪.૧૦ વધીને રૂ.૬૧૧.૧૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૫૩.૫૦ વધીને રૂ.૭૧૭૪.૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૯૦ વધીને રૂ.૧૪,૦૫૦, બ્લુ સ્ટાર રૂ.૨૧ વધીને રૂ.૧૫૧૦, એશીયન પેઈન્ટ રૂ.૩૦.૭૦ વધીને રૂ.૨૭૫૬.૬૦ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૯૨ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ વધતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૫૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૯૨ અને ઘટનારની સંખ્યા ૨૧૨૭ રહી હતી.
DIIની રૂ.૪૩૫૩ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૧૦.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૩૫૩.૦૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૧ હજાર કરોડ વધીને રૂ.૪૯૨.૮૮ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭૧ હજાર કરોડ વધીને રૂ.૪૯૨.૮૮ લાખ કરોડ પહોંચ્યું હતું.