Business

શેરબજારમાં વોલેટાલિટી વચ્ચે ખાનાખરાબી સેન્સેકસ ૭૭૭ પોઈન્ટ ઘટીને ૭૪૦૦૩

By GS Team
16 Sep 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં ઈરાન-અમેરિકા તણાવ, ક્રૂડ ઉછાળા અને ફુગાવા સહિતના વૈશ્વિક પરિબળોની અસર જોવા મળી. નિફ્ટી સ્પોટ 279 પોઈન્ટ તૂટી 23118 બંધ રહ્યો, જ્યારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 9.17 લાખ કરોડનું ધોવાણ થયું. બેન્ક, ઓટો અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી રહી. જોકે, IT શેરોમાં તેજી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં વોલેટાલિટી વચ્ચે ખાનાખરાબી સેન્સેકસ ૭૭૭ પોઈન્ટ ઘટીને ૭૪૦૦૩

ક્રુડમાં ઉછાળા, બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ, ફુગાવામાં વધારા જેવા પરિબળોની અસર
નિફટી સ્પોટ ૨૭૯ પોઇન્ટ તૂટી ૨૩૧૧૮ બંધ : રોકાણકારોની સંપતિમાં રૂપિયા ૯.૧૭ લાખ કરોડનું થયેલું જંગી ધોવાણ
મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચેની તાણમાં થયેલા વધારા, રૂપિયામાં નબળાઈ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધવાની શકયતા, ક્રુડ તેલના ભાવમાં ઉછાળા, વૈશ્વિક બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિ, ફુગાવામાં વધારા તથા ઘરઆંગણે ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ની વર્તમાન મહિને તેજીને પરિણામે ભારતીય શેરબજાર સતત બીજા સત્રમાં ઘટાડે બંધ રહ્યુ હતું. વૈશ્વિક પરિબળોના ટેકા સાથે મંગળવારે પ્રારંભમાં મક્કમ ખૂલ્યા બાદ રોકાણકારોના નબળા માનસ વચ્ચે બજાર મોટા ઘટાડે બંધ રહ્યું હતું. મિડ-કેપ તથા સ્મોલ-કેપમાં મોટી ખાનાખરાબી જોવા મળી હતી. નિફટી ઈન્ડેકસ પાંચ મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આઈટી શેરોને બાદ કરતા મોટાભાગના ક્ષેત્રોમાં જંગી વેચવાલી જોવા મળી હતી. ભારે વેચવાલીને પગલે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા ૯ લાખ કરોડથી વધુનું ધોવાણ થયુ હતું. બેન્ચમાર્ચ બીએસઈ સેન્સેકસ નીચામાં ૭૪૦૦૦ની સપાટી ગુમાવી ૭૩૯૯૪.૦૩ અને ઉપરમાં ૭૫૪૩૬.૪૪ વચ્ચે અથડાઈ છેવટે ૭૭૭.૯૪ પોઈન્ટ ઘટી ૭૪૦૦૩.૮૨ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૩૧૧૮.૬૦ અને ઉપરમાં ૨૩૫૯૨.૮૫ થઈ છેવટે ૨૭૯.૫૦ ઘટી છેવટે ૨૩૧૧૮.૬૦ જ બંધ રહ્યો હતો. નિફટી મિડકેપ શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યુ હતું. નિફટી મિડકેપ ઈન્ડેકસ ૧૩૧૮.૯૫ ઘટી ૬૦૮૭૮.૨૫ બંધ રહ્યો હતો. બેન્ક, કન્ઝયૂમર ડયૂરેબલ્સ તથા ઓટો શેરોમાં મોટેપાયે ધોવાણ થયું હતું. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૯.૧૭ લાખ કરોડ ઘટી રૂપિયા ૪૭૨.૩૮ લાખ કરોડ રહી હતી. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૧૦૯ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૩૩૮૧ના ભાવમાં ઘટાડો થયો હતો અને ૨૧૩ શેરોના ભાવ યથાવત રહ્યા હતા.
ભૂરાજકીય પરિબળોની જોવા મળેલી અસર: ઇન્ડિયા VIX નવ ટકા વધ્યો
બજાર અનેક ચિંતાઓના દબાણ હેઠળ છે. ક્રૂડ ઓઇલના ભાવ વાૃધી રહ્યા છે, જેના કારણે બોન્ડ યીલ્ડમાં વાૃધારો થઈ રહ્યો છે. ફુગાવા અંગે ચિંતાઓ યથાવત છે. પરિણામે, રોકાણકારો વિશ્વની મુખ્ય કેન્દ્રીય બેંકોના નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૧૦૫ ડોલરથી ઉપર રહે છે, જે ભારતના આયાત બિલ અને ફુગાવામાં વાૃધારો કરી શકે છે. તેમજ કોર્પોરેટ ખર્ચ અને નફાને અસર કરી શકે છે. બીજી બાજુ, ડોલર સામે ભારતીય રૂપિયાના તીવ્ર નબળા પડવાથી પણ રોકાણકારોની ચિંતા વાૃધી છે. જથ્થાબંાૃધ ફુગાવામાં તાજેતરના વાૃધારાથી એવી આશંકા મજબૂત થઈ છે કે નજીકના ભવિષ્યમાં ખર્ચ દબાણ ઊંચું રહી શકે છે. આનાથી તાત્કાલિક વ્યાજ દરમાં રાહતની શક્યતા ઘટી શકે છે. બજાર તેની ઊંચી સપાટી જાળવી રાખવામાં નિષ્ફળ ગયું અને વેચવાલી વાૃધી છે. બજારમાં ગભરાટનો અંદાજ ઇન્ડિયા VIX પરથી પણ લગાવી શકાય છે, જે લગભગ ૯% વાૃધીને ૧૩.૪ પર બંાૃધ થયો હતો.
નિફટી બેન્ક ઈન્ડેકસમાં ૮૧૧ પોઈન્ટ ગબડી ૫૫૭૯૪ બંાૃધ: ઈન્ડેકસના મોટા ભાગના ઘટક શેરો તૂટયા
એફસીએનઆર ડીપોઝિટ પરના વ્યાજની ચૂકવણી ચૂકવણી માટે હેજિંગનો ખર્ચ બેન્કોએ ઉઠાવવાનો હોવાથી તેમના એફસીએનઆર ડીપોઝિટ પેટેના ખર્ચમાં ૧૫થી ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો થવાના અહેવાલે બેન્ક શેરોમાં ગાબડાં પડયા હતા. આ ઉપરાંત અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થવાની શકયતા વર્તાઈ રહી છે, જે ડોલરની કિંમતમાં વધારો કરાવશે. એસબીઆઈ રૂપિયા ૨૭.૭૦ ઘટી રૂપિયા ૯૬૮, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૫.૪૩ ઘટી રૂપિયા ૨૩૨.૭૦, ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૨૧.૭૦ ઘટી રૂપિયા ૯૫૬.૫૦, કોટક મહિન્દ્રા રૂપિયા ૯.૨૦ ઘટી રૂપિયા ૪૦૯.૮૦ બંધ રહ્યો હતો. સીઈઓની નિમણૂંક માટે એચડીએફસી તરફથી રિઝર્વ બેન્કને બે નામો પાઠવાયા હોવાના અહેવાલ બાદ એચડીએફસીમાં કરન્ટ જોવા મળ્યો હતો અને ભાવ રૂપિયા ૮.૩૦ વધી રૂપિયા ૭૧૬.૫૫ બંધ રહ્યો હતો.
કાચા માલના ઊંચા ભાવાૃથી માર્જિન પર દબાણની ચિંતાએ રિઅલ્ટી શેરો દબાણ હેઠળ
બાંધકામ ક્ષેત્ર માટે મહત્વના કાચા માલ સિમેન્ટ તથા લોખંડના ભાવમાં થઈ રહેલા વધારાને પરિણામે રિઅલ્ટી ક્ષેત્રની કંપનીના માર્જિન દબાણ હેઠળ આવી જવાની ધારણાંએ રિઅલ્ટી શેરો દબાણ હેઠળ આવી ગયા હતા. નિફટી રિઅલ્ટી ઈન્ડેકસમાંના દરેક ઘટક શેરો ઘટાડે બંધ રહ્યા હતા. પ્રેસ્ટિજ એસ્ટેટ રૂપિયા ૮૧.૦૦ ઘટી રૂપિયા ૧૪૧૭.૦૦, ગોદરેજ પ્રોપર્ટી રૂપિયા ૮૮.૭૦ ઘટી રૂપિયા ૧૬૫૯.૩૦, લોઢા ડેવલપર રૂપિયા ૫૨.૧૦ ઘટી રૂપિયા ૧૦૬૪.૮૦, ઓબેરોય રિઅલ્ટી રૂપિયા ૭૨.૬૦ ઘટી રૂપિયા ૧૬૬૮.૫૦ તથા શોભા રૂપિયા ૨૪.૧૦ ઘટી રૂપિયા ૧૧૯૨.૭૦ બંધ રહ્યો હતો.
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં ધીમી ગતિએ આગળ વાૃધવાની હાકલને પગલે આઈટી શેરો ઝળકયા
એન્થ્રોપિક તથા ઓપન એઆઈ જેવી કંપનીઓએ એઆઈ મોડેલ્સ વિકસાવવામાં ધીમી ગતિએ આગળ વધવાની કરેલી હાકલ પરંપરાગત આઈટી કંપનીઓ માટે પોઝિટિવ બની રહેવાની ગણતરીએ મંદ બજાર વચ્ચે આઈટી શેરો ઝળકયા હતા. એઆઈને કારણે આઈટી કંપનીઓના કામકાજ પર અસર પડવાની ચિંતા પ્રવર્તતી હતી જે સદર હાકલને પગલે હળવી થઈ છે. એચસીએલ ટેક રૂપિયા ૪૭.૬૦ વધી રૂપિયા ૧૨૫૩.૭૦, ઈન્ફોસિસ રૂપિયા ૩૯.૩૦ વધી રૂપિયા ૧૦૭૭.૦૦, ટીસીએસ રૂપિયા ૫૦.૨૦ વધી રૂપિયા ૨૨૫૧.૦૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૩૪.૯૦ વધી ૧૫૭૫.૯૦, વિપ્રો રૂપિયા ૨.૬૦ વધી રૂપિયા ૧૭૦.૦૦ બંધ રહ્યો હતો. પરસિસ્ટન્ટરૂપિયા ૩૮.૫૦ ઘટી રૂપિયા ૫૪૭૭.૫૦ જ્યારે કોફોર્જ રૂપિયા ૭૧.૦૦ ઘટી રૂપિયા ૧૭૭૫.૫૦ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ઘટાડો: દેશમાં ફુગાવોે વાૃધતા રિઝર્વ બેન્ક રેપો રેટમાં વાૃધારો કરશે તેવી અટકળોએ ઓટોમાં વેચવાલી
ઓગસ્ટનો રિટેલ તથા જથ્થાબંધ ફુગાવો વધીને આવતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પર રેપો રેટ વધારવાનું દબાણ આવવાની અટકળોએ ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. નીચા વ્યાજ દરોના ટેકા સાથે તાજેતરના સમયમાં ઓટો વેચાણ આંક પ્રોત્સાહક જોવા મળી રહ્યા છે. અશોક લેલેન્ડ રૂપિયા ૭.૧૦ ઘટી રૂપિયા ૧૫૬.૬૫, મધરસન રૂપિયા ૬.૩૦ ઘટી રૂપિયા ૧૫૮.૧૫, ટીવીએસ મોટર રૂપિયા ૭૫ ઘટી રૂપિયા ૪૦૫૦.૦૦, હીરો મોટોકોર્પ રૂપિયા ૫૫.૫૦ ઘટી રૂપિયા ૫૧૬૬.૦૦ જ્યારે એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૩.૪૫ ઘટી રૂપિયા ૪૦૯.૨૦ બંધ રહ્યો હતો.
સેન્સેકસ હેવીવેઈટ ભારત ઈલે., લારસન, રિલાયન્સ, એશિયન પેઈન્ટ, બજાજ ફાઈનાન્સ સહિતના શેરો પ્રોફિટ બુકિંગે ગબડયા
સેન્સેકસ હેવીવેઈટ શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારત ઈલેકટ્રોનિકસ રૂપિયા ૨૪.૫૦ ઘટી રૂપિયા ૩૮૧.૦૦ બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ સર્વિસીઝ રૂપિયા ૫૯.૩૦ ઘટી રૂપિયા ૧૮૫૮.૦૦, એશિયન પેઈન્ટસ રૂપિયા ૬૨.૦૦ ઘટી રૂપિયા ૨૪૦૮.૦૦, રિલાયન્સ રૂપિયા ૨૨.૦૦ ઘટી રૂપિયા ૧૨૩૬.૦૦, લારસન રૂપિયા ૬૫.૦ ઘટી રૂપિયા ૩૮૫૦.૦૦ એનટીપીસી રૂપિયા ૩.૩૦ ઘટી રૂપિયા ૩૩૦.૦૦, આઈટીસી રૂપિયા ૨.૨૫ ઘટી રૂપિયા ૨૫૮.૦૦ બંધ રહ્યો હતો. એચયુએલ રૂપિયા ૬ વધી રૂપિયા ૧૯૪૦ તથા ટાટા સ્ટીલ રૂપિયા ૦.૫૫ વધી રૂપિયા ૧૮૩.૪૦ બંધ રહ્યો હતો.
મેટલ, રિયલ્ટી અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીના દબાણ ઝડપી નરમાઇ
મંગળવારે આઈટી એકમાત્ર મુખ્ય ક્ષેત્ર હતું જે વાૃધારા સાથે બંાૃધ થયું હતું. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૨.૨% વધ્યો હતો. મોટી આઈટી કંપનીઓ અને વિદેશથી આવક ઉત્પન્ન કરતી કંપનીઓના શેરમાં ખરીદીથી બજારને થોડો ટેકો મળ્યો હતો.તેનાથી વિપરીત, રિયલ્ટી ઇન્ડેક્સ ૪ ટકાથી વાૃધુ ઘટયો હતો. મેટલ ઇન્ડેક્સ ૨.૫ ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ ૨.૪ ટકા ઘટયો હતો. બેંકિંગ, નાણાકીય સેવાઓ અને ઔદ્યોગિક કંપનીઓના શેરમાં પણ નફા-બુકિંગ જોવા મળ્યું હતું. મોટી કંપનીઓ કરતાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં વેચાણ વાૃધુ તીવ્ર હતું. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૨.૧ ટકા અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૨.૪ ટકા ઘટયો હતો.