Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૫૫૫૫ ઉપર બંધ થતાં ૭૬૨૨૨ જોવાય

By GS Team
13 Sep 20267 mins read
TukuTouch Logo
મુંબઈ: ઈરાન-અમેરિકા તણાવથી ક્રૂડના ભાવ 109 ડોલર નજીક પહોંચ્યા છે. આગામી સપ્તાહે 14 સપ્ટેમ્બર, 2026ના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે શેરબજારો બંધ રહેશે. વૈશ્વિક પરિબળો વચ્ચે નિફટી 23666 ઉપર બંધ થતાં 23888 અને સેન્સેક્સ 74111ના સપોર્ટે 75555 ઉપર બંધ થતાં 76222 જોવાઈ શકે છે. STYLAM INDUSTRIES LTD. 100% ડેટ-મુક્ત, 70-75% આવક નિકાસમાંથી મેળવતી કંપની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૫૫૫૫ ઉપર બંધ થતાં ૭૬૨૨૨ જોવાય

નિફટી ૨૩૬૬૬ ઉપર બંધ થતાં ૨૩૮૮૮ જોવાય
સોમવારે ગણેશ ચતુર્થીના શેર બજારો બંધ રહેશે : સેન્સેક્સ ૭૪૧૧૧ અને નિફટી ૨૩૧૧૧ સપોર્ટ
મુંબઈ : ઈરાન મોરચે અમેરિકાને જોઈતી જીત નહીં મળતાં ધૂંઆપૂંઆ થયેલા અમેરિકી ટ્રમ્પ શાસને ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવાની ચેતવણી આપીને ઈરાનના ઓઈલ ટેન્કરોને મોટી સંખ્યામાં ઉડાવી દેવાના શરૂ કરેલા જંગના પરિણામે ફરી વિશ્વ માટે ઓઈલનો પુરવઠો રૂંધાઈ જવાના જોખમે પાછલા સપ્તાહમાં ક્રુડના ભાવો વિશ્વ બજારમાં તીવ્ર ઉછળી ૧૦૯ ડોલર નજીક આવી ગયા હતા. ઓઈલ-ગેસ સપ્લાયને લઈ વિશ્વના આયાત નિર્ભર દેશોની હાલત કફોડી બની રહી છે.પાછલા સપ્તાહમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારો અપેક્ષા મુજબ ડામાડોળ થતાં જોવાયા છે.આગામી સપ્તાહમાં સોમવારે ૧૪, સપ્ટેમ્બર ૨૦૨૬ના ગણેશ ચતુર્થીની નિમિતે શેર બજારો બંધ રહેનાર છે, ત્યારે વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી ચાર દિવસના સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૧૧૧ની ટેકાની સપાટીએ ૨૩૬૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૩૮૮૮ અને સેન્સેક્સ ૭૪૧૧૧ના સપોર્ટે ૭૫૫૫૫ ઉપર બંધ થતાં ૭૬૨૨૨ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : STYLAM INDUSTRIES LTD.
બીએસઈ(૫૨૬૯૫૧), એનએસઈ (STYLAM IND) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, સ્ટાયલેમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(STYLAM INDUSTRIES LIMITED), ૧૦૦ ટકા ડેટ-ઋણ મુક્ત, ૭૦થી ૭૫ ટકા આવક નિકાસમાંથી મેળવતી, ૪૦ ટકા એઆઈસીએ ભાગીદારી (જાપાનીઝ વ્યુહાત્મક રોકાણકાર), વર્ષ ૧૯૯૧માં શરૂઆતથી ૩૫ વર્ષની સફર કરીને કંપની લેમિનેટ્સ અને સરફેસ સોલ્યુશન્સ ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતી કંપની બની છે. સ્ટાયલમએ વિશ્વસ્તરીય સરફેસ પ્રોડક્ટ્સ દ્વારા જગ્યાઓને નવી રીતે પરિભાષિત કરી છે અને સમગ્ર વિશ્વમાં આર્કિટેક્ટસ, ડિઝાઈનર્સ તથા ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે.
સ્ટાયલમએ હાઈ-પ્રેશર લેમિનેટ્સ, કોમ્પેક્ટ પેનલ્સ, એક્રેલિક સોલિડ સરફેસ અને આધુનિક એક્સટિરિયર ક્લેડિંગ સોલ્યુશન્સમાં આગેવાની લઈને પરિવર્તનને સ્વીકાર્યું છે. કંપની સસ્ટેનેબિલિટી, ડિઝાઈન ઈનોવેશન અને ગુણવત્તાને પ્રાથમિક્તા આપે છે તથા અદ્યતન ટેકનોલોજી અને ઈકોફ્રેન્ડલી ઉત્પાદન દ્વારા ૮૦થી વધુ દેશોમાં પોતાની પહોંચ વિસ્તારી રહી છે.
ભારતમાં ટોચની ત્રણ લેમિનેટ બ્રાન્ડ્સમાં એક છે. એચપીએલ એક્સટીરિયર ક્લેડિંગ રજૂ કરનાર પ્રથમ ભારતીય ઉત્પાદક છે. મેન્યુફેકચરીંગ પાવરહાઉસ તરીકે, સ્ટાયલમ એશિયાના સૌથી મોટા સિંગલ-લોકેશન લેમિનેટ મેન્યુફેકચરિંગ પ્લાન્ટોમાં એક કાર્યરત છે. જે ૮૦ એકરમાં ફેલાયેલો છે અને તેની વાર્ષિક ક્ષમતા ૨૦ મિલિયન શીટ્સની છે. પીયુ અને લેક્વેર કોટિંગની હોટ કોટિંગ પ્રોસેસમાં સ્ટાયલમ વૈશ્વિક પાયોનિયર છે અને પાતળા લેમિનેટ્સ માટે વિશ્વની પ્રથમ લેકર કોટિંગ લાઈન ધરાવે છે. આ અત્યાધુનિક હોટ કોટિંગ પ્રોસેસ મશીન ક્લેઈબેરિટ જર્મની અને બાર્બેરેન સ્પેન દ્વારા પૂરી પાડવામાં આવેલી પેટેન્ટેડ ટેકનોલોજી પર કાર્ય કરે છે. સ્ટાયલમએ ભારતમાં ૧૦૦ ટકા એક્રેલિક સોલિડ સરફેસ પેનલ્સનું ઉત્પાદન કરવા માટે પ્રથમ પ્રોડક્શન લાઈન સ્થાપી છે, જેમાં તમામ યુરોપિયન મશીનોનો ઉપયોગ થાય છે. ભારતમાં લેમિનેટ ઉત્પાદકોમાં સ્ટાયલમ પાસે સૌથી વધુ સર્ટિફિકેશન્સ છે. જેમાં ગ્રીન ગાર્ડ ગોલ્ડ, એમ૧, ઈ૧, ઈ૦.૫, સિંગાપુર ગ્રીન લેબલ, સિંગાપુર ગ્રીન બિલ્ડિંગ, એનએસએફ ૩૫, એનએસએફ ૫૧, ઈપીડી, એચડીપી છે.
સ્ટાયલમની દ્રષ્ટિ અને વિઝન માટે દરરોજ ૧૨૪૨થી વધુ કર્મચારીની ટીમ યોગદાન આપી રહી છે. કંપની તેનના હાલના માનક તાબરા, પંચકુલા હરિયાણા પ્લાન્ટને અડીને લેમિનેટ્સના ઉત્પાદન માટે એક નવો અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપી રહી છે. જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા આશરે ૨૦૦ લાખ લેમિનેટ શીટ્સ રહેશે. સ્ટાયલમ નવી ટેકનોલોજી અપનાવવામાં હંમેશા સ્પર્ધાથી આગળ રહે છે અને ભારતમાં સૌથી મોટા લેમિનેટ સાઈઝથી સજ્જ છે. વિશ્વની નવીનતમ હોટ કોટિંગ ટેકનોલોજી, જેની ઉત્પાદન ક્ષમતા દર વર્ષે ૧૦ લાખ લેમિન્ટેસ છે. ૧૦૦ ટકા એક્રેલિક સોલિડ સરફેસની ઉત્પાદન ક્ષમતા દર વર્ષે ૩,૦૦,૦૦૦ પેનલની છે.
કંપની નવી ગ્રીનફિલ્ડ મેન્યુફેકચરિંગ સુવિધા શરૂ કરીને પોતાની લીડરશિપ સ્થિતિ વધુ મજબૂત કરી રહી છે. આ કંપનીનો ત્રીજો લેમિનેટ પ્લાન્ટ છે, જે પંચકુલા-હરિયાણા ખાતે માનક તાબરામાં હાલની સુવિધાની બાજુમાં વ્યુહાત્મક રીતે સ્થિત છે. નવા પ્લાન્ટનું ગ્રાઉન્ડવર્ક શરૂ થઈ ગયું છે, જે વધતી વૈશ્વિક માંગને વધુ ઝડપ અને મોટાપાયે પૂરી કરવાની કંપનીની ક્ષમતામાં વધારો કરશે. ૨૮ ડેલાઈટ્સની સૌથી મોટી ક્ષમતાવાળો પ્રેસ. કંપની રહેણાંક, કોમર્શિયલ અને વિશિષ્ટ ઉપયોગો માટે ડિઝાઈન કરાયેલા લેમિનેટ સોલ્યુશન્સનો પોર્ટફોલિયો આપે છે. તેના પ્રોડક્ટસ રેન્જમાં હાઈ-પ્રેશર લેમિનેટ્સ (એચપીએલ), મોર્ડન કિચન માટે કિચનેઈટ લેમિનેટ્સ, સર્જનાત્મક જગ્યાઓ માટે પ્લે એન્ડ સ્લે, સ્ટેલા પ્રીમિયમ સરફેસિસ, હેલ્થકેર અને લેબોરેટરી ગ્રેડ લેમિનેટ્સ, ચાલક અને માર્કર લેમિનેટ્સ, મેટાલિક અને ફ્લિકર ફિનિશિસ, ઈલેક્ટ્રો-સ્ટેટિક લેમિનેટ્સ, એન્ટિ-ફિંગરપ્રિન્ટ ટચ મી લેમિનેટ્સ, પ્રીલામ બોર્ડસ, ગ્લોસ પ્રો પ્લસ હાઈ-ગ્લોસ પ્રીલામ બોર્ડસનો સમાવેશ છે.
નિકાસ : નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૭૧ ટકાની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૭૪ ટકા રહી છે. સ્થાનિક બજાર : નાણાકીય વર્ષ ૨૦૨૫ના ૨૯ ટકાની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૨૬ ટકા રહી છે. કંપની નિકાસ હાજરી ૮૦થી વધુ દેશોમાં ધરાવે છે, જેમાં નેધરલેન્ડ, ઈટાલી, સાઉદી અરેબિયા, મલેશિયા, યુ.એસ.એ., કેનેડા, કતાર, થાઈલેન્ડ, સાઉથ કોરિયા વગેરેનો સમાવેશ થાય છે.
વિસ્તરણ : કંપની માનક તાબરા, હરિયાણા ખાતે તેના હાલના પ્લાન્ટને અડીને એક નવો ગ્રીનફિલ્ડ લેમિનેટ્સ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. આ પ્લાન્ટમાં વિવિધ સાઈઝના આશરે ૪૮ લાખ લેમિનેટ શીટ્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા હશે. અગાઉ નવેમ્બર ૨૦૨૫ અને માર્ચ ૨૦૨૬ના સમયગાળામાં થયેલા અનેક વિલંબ બાદ હવે પ્લાન્ટનું કમિશનિંગ બીજા અથવા ત્રીજા ત્રિમાસિકમાં થવાની અપેક્ષા છે. મેનેજમેન્ટ મુજબ વિલંબનું મુખ્ય કારણ નિયામક મંજૂરી હતું, જેમાં મીનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાયમેટ ચેઈન્જ, દિલ્હી પાસેથી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મેળવવાની જરૂરિયાતનો સમાવેશ થાય છે, કારણ કે તે સમયે હરિયાણામાં યોગ્ય સીઈઆર ફેસેલિટી નહોતી. નાણાકીય વર્ષ ૨૦૨૬ સુધીમાં કંપનીએ આ પ્રોજેક્ટ પર કુલ રૂ.૩૩૪ કરોડનો મૂડી ખર્ચ કર્યો છે. નવા પ્લાન્ટથી નાણાકીય વર્ષ ૨૦૨૭માં આશરે રૂ.૩૦૦ કરોડની આવક થવાની અપેક્ષા છે.
પ્રમોટર્સના હોલ્ડિંગમાં બજારમાંથી ખરીદી થકી વધારો : નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રમોટરે બજારમાંથી ૧.૯૧ ટકા હોલ્ડિંગ ખરીદ્યું છે. તે જ પ્રમોટરોએ આગળ વધીને એપ્રિલથી જૂન ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં વધુ ૨.૭૬ ટકા હોલ્ડિંગ વધાર્યું છે. જાન્યુઆરી ૨૦૨૬થી જૂન ૨૦૨૬ સુધીમાં પ્રમોટરોએ કુલ ૪.૬૭ ટકા હોલ્ડિંગ વધાર્યું છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૧૦.૧૫ ટકા વધીને રૂ.૧૧૩૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૩ ટકા વધીને રૂ.૨૦૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૩.૨૭ ટકા થકી ચોખ્ખો નફો ૨૩ ટકા વધીને રૂ.૧૫૦કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૮૮.૨૫ નોંધાવી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ : ચોખ્ખી આવક ૧૫ ટકા વધીને રૂ.૩૨૬ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૫૮ ટકા વધીને રૂ.૬૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૯૩ ટકા થકી ચોખ્ખો નફો ૬૮ ટકા વધીને રૂ.૪૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૮.૩૭ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૪૫૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૭૬ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૨૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૦૧ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૨૨ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૩૬, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૭૨, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૨૮, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૦૪, માર્ચ ૨૦૨૬ના રૂ.૪૭૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૫૯૮
શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૩૬, માર્ચ ૨૦૨૩ના રૂ.૫૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૭૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૭૨, માર્ચ ૨૦૨૬ના રૂ.૮૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૨૨
ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન : માર્ચ ૨૦૨૨ના ૧૬ ટકા, માર્ચ ૨૦૨૩ના ૧૬ ટકા, માર્ચ ૨૦૨૪ના ૨૦ ટકા, માર્ચ ૨૦૨૫ના ૧૮ ટકા, માર્ચ ૨૦૨૬ના ૨૦ ટકા
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૫૬.૮૬ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૮.૪૭ ટકા, અન્ય ફંડો પાસે ૩.૫૯ ટકા, એફઆઈઆઈઝ પાસે ૨.૬૨ ટકા, અન્યો પાસે ૯.૦૯ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૧૯.૩૭ ટકા છે.
આવક : માર્ચ ૨૦૨૨ના રૂ.૬૫૯ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૯૫૨ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૯૧૪ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૦૨૫ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૧૨૯ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૪૫૦ કરોડ
ઈબીટા : માર્ચ ૨૦૨૨ના રૂ.૧૦૪ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૫૫ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૮૩ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૮૫ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૨૨૧ કરોડ
ચોખ્ખો નફો-નેટ પ્રોફિટ : માર્ચ ૨૦૨૨ના રૂ.૬૧ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૯૬ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨૮ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૨૧ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૫૦ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૦૭ કરોડ
નિકાસ આવક : માર્ચ ૨૦૨૨ના ૬૪ ટકા, માર્ચ ૨૦૨૩ના ૬૭ ટકા, માર્ચ ૨૦૨૪ના ૬૭ ટકા, માર્ચ ૨૦૨૫ના ૭૧ ટકા, માર્ચ ૨૦૨૬ના ૭૪ ટકા
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૬ ટકા, પાંચ વર્ષમાં ૧૯ ટકા, ત્રણ વર્ષમાં ૬ ટકા, ટીટીએમ ૧૦ ટકા
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૨૯ ટકા, પાંચ વર્ષમાં ૨૬ ટકા, ત્રણ વર્ષમાં ૨૪ ટકા, એક વર્ષમાં ૯૦ ટકા
ઈક્વિટી પર વળતર-આરઓઈ : ૧૦ વર્ષમાં ૨૨ ટકા, પાંચ વર્ષમાં ૨૨ ટકા, ત્રણ વર્ષમાં ૨૨ ટકા, ટીટીએમ ૨૦ ટકા
આરઓસીઈ : વર્ષ ૨૦૨૨માં ૨૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૩૨ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૪ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૭ ટકા, વર્ષ ૨૦૨૬માં ૨૭ ટકા
સ્પર્ધાત્મક-પીયર કંપનીઓની તુલના : ગ્રીનલામ ઈન્ડસ્ટ્રીઝનો પી/ઈ ૬૫, સેન્ચુરી પ્લાયબોર્ડનો પી/ઈ ૫૪, ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝનો પી/ઈ ૩૩ અને ઉદ્યોગનો સરેરાશ પી/ઈ ૪૮ છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)૧૦૦ ટકા દેવા મુક્ત, ૭૫ ટકા આવક નિકાસમાંથી મેળવતી, સ્ટાયલેમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ , પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૨૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૯૮ સામે શેર રૂ.૩૩૩૪ ભાવે, ઉદ્યોગના સરેરાશ ૪૮ના પી/ઈ સામે ૨૭ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.