Get The App

ટેરિફ અસર! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 64 પૈસા ઘટી પહેલીવાર 88.29 પર બંધ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ અસર! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 64 પૈસા ઘટી પહેલીવાર 88.29 પર બંધ 1 - image

Rupee Vs Dollar: ટેરિફ વોર અને ભારત-અમેરિકાના વણસી રહેલા વેપાર સંબંધોના કારણે રૂપિયો આજે 64 પૈસા સુધી ગગડ્યો છે. આ સાથે રૂપિયો ડૉલર સામે ઐતિહાસિક 88.29ના તળિયે પહોંચ્યો છે. અમેરિકા દ્વારા ટેરિફનું પ્રેશર અને બંને દેશો વચ્ચે વેપાર કરાર મુદ્દે કોઈ ચર્ચા ન થતાં રૂપિયા પર દબાણ વધ્યું છે. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી પણ આ કડાકા માટે જવાબદાર રહી છે. 

આજે શુક્રવારે  ડૉલર સામે રૂપિયો 18 પૈસા તૂટી 87.76 પર ખૂલ્યો હતો. જે બાદમાં ઇન્ટ્રા ડે 88.33ના ઓલટાઇમ લૉ સપાટીએ પહોંચ્યા હતા. અંતે 64 પૈસા તૂટી 88.27ના ઐતિહાસિક તળિયે બંધ રહ્યો હતો. ગઈકાલે ગુરુવારે ડૉલર સામે રૂપિયો 87.58 પર બંધ રહ્યો હતો. 

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા

ડૉલર ઇન્ડેક્સ પણ ગગડ્યો

ડૉલર ઇન્ડેક્સ પણ શુક્રવારે 2 ટકા તૂટ્યો હતો. ફેડ રિઝર્વ દ્વારા આગામી મહિને વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાએ ફોરેક્સ માર્કેટમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના લીધે ડૉલર પણ નબળો પડ્યો છે.. ડૉલર ઇન્ડેક્સ આ મહિને 2 ટકા ઘટી 98.02ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ફોરેક્સ રિઝર્વમાં વેચવાલી વધશે

આરબીઆઇએ ડૉલર સામે રૂપિયામાં જોવા મળી રહેલા કડાકાને ધ્યાનમાં લેતાં દખલગીરી વધારવી પડશે. આરબીઆઇએ જૂનમાં સ્પોર્ટ ફોરેક્સ માર્કેટમાં 3.66 અબજ ડૉલરની વેચવાલી નોંધાવી હતી. રૂપિયામાં કડાકો અટકાવવા માટે આરબીઆઇ છેલ્લા બે-ત્રણ મહિનાથી ડૉલર વેચી રહ્યું છે. જૂનમાં 1.16 અબજ ડૉલરની ખરીદી સામે 4.83 અબજ ડૉલરની વેચવાલી નોંધાવી હતી. 

ટેરિફ અસર! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 64 પૈસા ઘટી પહેલીવાર 88.29 પર બંધ 2 - image