Get The App

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો

- ક્રૂડ ઉછળી બેરલના ૧૦૭ ડોલર નજીક પહોંચતાં રૂપિયા પર દબાણ : વૈશ્વિક સોનું ગબડી ૪૪૧૩ ડોલર સુધી ઉતર્યું

- સોનામાં રૂ.૨૦૦૦ તથા ચાંદીમાં રૂ.૧૫૦૦૦નો કડાકો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
બંધ બજારે  ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શ્રી રામનવમીના પગલે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે  સોના-ચાંદીના ભાવ વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર વધ્યા ભાવથી ઝડપી પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા  સામે ડોલરના ભાવ ઝડપી વધી રૂ.૯૪ની સપાટી કુદાવી ગયાના નિર્દેશો હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ફરી ઉછળતાં કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા પર દબાણ વધતાં  રૂપિયાના ભાવ નવા નીચા તળિયે ઉતરી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૯૯.૫૬ રહ્યા પછી ઝડપી વધી ઉંચામાં ૯૯.૮૯થી ૯૯.૯૦ થયાના વાવડ મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઉછળતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજારોમાં અમદાવાદ ખાતે આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતકા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫ હજાર ગબડયા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ  ઝડપી વધી રૂ.૯૪ પાર કરી રૂ.૯૪.૨૦ આસપાસ રહ્યા હતા. જ્યારે રૂપિયો નવા નીચા તળિયે ઉતર્યો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૫૪થી ૪૫૫૫થી ઘટી નીચામાં ભાવ ૪૪૧૩થી ૪૪૧૪ થઈ ૪૪૨૧થી ૪૪૨૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૨.૬૭થી ગબડી નીચામાં ભાવ ૬૬.૯૪ થઈ ૬૭.૮૯થી ૬૭.૩૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના   રૂ.૧૪૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૩૦૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૬૨૦૫ વાળા રૂ.૧૪૨૫૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૪૮૧૪થી ઘટી રૂ.૨૨૨૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડેતલના ભાવ ઝડપી વધી ઉંચામાં બેરલના ૧૦૭ ડોલર નજીક પહોંચી ગયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ૯૮.૬૭થી વધી રૂ.૧૦૬.૯૭ થઈ ૧૦૬.૯૨ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ૮૮.૧૪થી વધી ઉંચામાં ભાવ ૯૪.૧૩ થઈ ૯૩.૯૯ ડોલર રહ્યા હતા. ઈરાને યુદ્ધ વિરામ વિષ્યક અમેરિકાની દરખાસ્તનો અસ્વીકાર કર્યાના વાવડ હતા. દરમિયાન, તુર્કીના જણાવ્યા મુજબ રશિયાનું ઓઈલ લઈને જઈ રહેલા ટેન્કર પર બ્લેક-સી વિસ્તારમાં ડ્રોનબોટનો હુમલો થયાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૫૧ વાળા ઘટી ૧૮૬૩ થઈ ૧૮૭૫થી ૧૮૭૬ ડોલર રહ્યા  હતા. પેલેડીયમના  ભાવ ૧૪૪૧થી ઘટી ૧૩૭૧ થઈ ૧૩૭૯થી ૧૩૮૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે  ૦.૬૯થી ૦.૭૦ ટકા માઈનસમાં ચાલી રહ્યા હતા.