Get The App

રૂપિયામાં કડાકો: ડોલર વધી ઉંચામાં 87 નજીક પહોંચ્યો : યુરોમાં આગેકૂચ

- અમેરિકામાં વ્યાજ દર જાળવી રખાતાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાયો: બ્રિટનમાં વ્યાજ દર સ્થિર

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
રૂપિયામાં કડાકો: ડોલર વધી ઉંચામાં  87 નજીક પહોંચ્યો : યુરોમાં આગેકૂચ 1 - image


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવમાં તેજી આગળ વધથાં રૂપિયો વધુ તૂટી ગયો હતો.શેરબજારમાં પીછેહટ  તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચના પગલે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

ડોલરના ભાવ રૂ.૮૬.૪૮ વાળા આજે સવારે રૂ.૮૬.૫૩ ખુલ્યા પછી નીચામાં  ભાવ રૂ.૮૬.૪૯ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૬.૯૦ સુધી પહોંચી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૭૩  રહ્યા હતા.  ડોલરના ભાવ આજે વધુ ૨૫ પૈસા  ઉંચકાતાં રૂપિયામાં ૦.૨૯ ટકાનો નવો ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરનો ઈન્ફલો ઘટયો છે સામે આઉટફલો વધ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

ઈરાન તથા ઈઝારેયલ વચ્ચે યુદ્ધના પગલે પણ કરન્સી બજારમાં રૂપિયા લપર નેગેટીવ ઈમ્પેકટ જોવા મળી હતી.  અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પે વ્યાજના દર ઘટાડવા રજૂઆત કરવા છતાં ત્યાં ફેડરલ રિઝર્વે વ્યાજના દર બુધવારની મિટિંગમાં ઘટાડવાના બદલે જાળવી રાખ્યાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૯૮.૮૫ તથા ઉંચામાં ૯૯.૧૬ થઈ ૯૮.૯૧ રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૧૬.૫૮ તથા નીચામાં રૂ.૧૧૫.૯૪ થઈ છેલ્લે રૂ.૧૧૬.૪૨ના મથાળે નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બુધવારે  પાઉન્ડના ભાવ રૂ.૧૧૬.૪૩ રહ્યા હતા.

દરમિયાન, યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૮ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૯૯.૬૪ થઈ છેલ્લે રૂ.૯૯.૫૫ રહ્યા હતા.  

અમેરિકા પછી હવે બ્રિટને પણ વ્યાજના દર જાળવી રાખ્યાના સમાચાર મળ્યા હતા.  દરમિયાન, જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૧૭ ટકા ઘટી હતી  જ્યારે ચીનની  કરન્સી રૂપિયા સામે ૦.૩૩ ટકા પ્લસમાં રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં વ્યાજના દર ઘટાડવાના બદલે ફેડરલ રિઝર્વે જાળવી રાખતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચકાયો હતો.

Tags :